Home> LifeStyle
Advertisement
Prev
Next

Curd Facial: ચહેરા પર દેખાશે તુરંત નિખાર, દહીંથી આ રીતે કરો ફેશિયલ, પાર્લર જવાની જરૂર નહીં પડે

Curd Facial Benefits: આજે તમને દહીંથી થતા ફેશિયલ વિશે જણાવીએ. દહીં ત્વચાની રંગત વધારે છે, ત્વચાની અંદર છુપાયેલા મેલને સાફ કરી અને ડેમેજ સ્કિનને રીપેર કરે છે.
 

Curd Facial: ચહેરા પર દેખાશે તુરંત નિખાર, દહીંથી આ રીતે કરો ફેશિયલ, પાર્લર જવાની જરૂર નહીં પડે

Curd Facial Benefits: આપણી ત્વચા પર તડકો, ધૂળ પ્રદૂષણ બધું જ ખરાબ રીતે અસર કરે છે. તેથી રોજ સ્કિન કરવી જરૂરી છે. તેના માટે અલગ અલગ સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કિન કેર માટે અનેક પ્રોડક્ટ તમને મળી રહે છે. જોકે દરેક ઘરના રસોડામાં પણ એક વસ્તુ એવી છે જેની મદદથી સ્કિન કેર કરી શકાય છે. આજે તમને જણાવીએ દહીંથી થતા ફેશિયલ વિશે. જો તમારી ત્વચા ડલ અને બેજાન થઈ ગઈ છે તો દહીંથી આ રીતે ફેશિયલ કરજો. ત્વચાનું નૂર પાછું આવી જશે અને ડેમેજ સ્કિન રીપેર થઈ જશે. 

fallbacks

દહીંથી ફેશિયલ કેવી રીતે કરવું ?

આ પણ વાંચો: Sunscreen: સનસ્ક્રીનમાં SPF શું હોય ? ઉનાળા દરમિયાન સનસ્ક્રીન લગાડવું શા માટે જરૂરી?

ક્લીનિંગ

ફેશિયલનું પહેલું સ્ટેપ હોય છે ક્લીંનિંગ. તેના માટે સાદુ દહીં લઈ તેને સ્કિન પર લગાવી 2 મિનિટ મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી સ્કિન સાફ કરી લો.

આ પણ વાંચો: Fridge : આ પાવડર ખુલ્લો કરીને રાખી દો ફ્રીજમાં, ફ્રિજમાંથી આવતી વાસ કલાકમાં દુર થશે

સ્ક્રબિંગ

સ્ક્રબિંગ માટે 2 ચમચી દહીંમાં 1 ચમચી કોફી પાવડર મિક્સ કરી સ્કિન પર 5 થી 7 મિનિટ સુધી સ્ક્રબ કરો. તેનાથી ચહેરાની ત્વચા અંદરથી સાફ થશે. 

આ પણ વાંચો: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય

મસાજ

ત્રીજું સ્ટેપ મસાજનું છે. તેના માટે 2 ચમચી દહીં, 1 ચમચી મધમાં વિટામિન ઈની કેપ્સુલ મિક્સ કરો. તેને સ્કિન પર લગાડો અને 10 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી સ્કિન સાફ કરો.

આ પણ વાંચો: Night Skincare : ચમકદાર અને સુંદર ત્વચા માટે રાત્રે ફોલો કરો આ ખાસ સ્કિન કેર રુટીન

આ સ્ટેપ ફોલો કર્યા પછી સ્કિન પર જેલ અથવા લાઈટ મોઈશ્ચુરાઈઝર અપ્લાય કરો. આ રીતે દહીંથી ફેશિયલ કરશો એટલે સ્કિન મુલાયમ, ચમકદાર અને સુંદર દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More