Health News: આજકાલની ખરાબ લાઇફસ્ટાઇલને કારણે લોકોમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. જ્યાં કેટલીક બીમારીઓ જીવલેણ હોય છે તો કોઈ એકવાર થયા બાદ આજીવન રહે છે. આવી એક બીમારી ડાયાબિટીસ છે, જેનાથી આજના સમયમાં દરેક બીજી વ્યક્તિ પીડિત છે. ડાયાબિટીસને સામાન્ય ભાષામાં સુગરના નામથી ઓળખવામાં આવે છે.
ડાયાબિટીસથી પીડિત લોકોનું શરીર બ્લડ સુગર એટલે કે ગ્લૂકોઝને કંટ્રોલ કરી શકતું નથી. આ કારણે તેને ડાયાબિટીસ થઈ જાય છે. ડાયાબિટીસના દર્દીઓને ખાવા-પીવામાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. એવી ઘણી ફૂડ આઇટમ્સ છે, જેમાં સુગરની માત્રા વધુ હોય છે અને ડોક્ટર્સ ડાયાબિટીસના દર્દીઓને તેનું સેવન ન કરવાની સલાહ આપે છે. આ ફૂડ આઈટમ્સમાં કેટલાક ફળ પણ સામેલ છે. આજે અમે તમને તે ફળ વિશે જણાવીશું, જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ આ લીલી ચટણી નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો કરે છે સફાયો, જાણી લો બનાવવાની રીત
કેળા
કેળાનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે. કેળામાં ન માત્ર સુગર પરંતુ કાર્બોહાઇડ્રેટની માત્રા પણ વધુ હોય છે. આ બંનેની વધારે માત્રા શરીરમાં બ્લડ સુગર લેવલ વધારી શકે છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓએ કેળાનું સેવન ન કરવું જોઈએ.
દ્રાક્ષ
દ્રાક્ષ પણ એવું ફળ છે જેનું સેવન ડાયાબિટીસથી પીડિત લોકોએ ન કરવું જોઈએ. તેમાં સુગરની માત્રા વધુ હોય છે. તેનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ હાઈ હોય છે, જે શરીરમાં સુગરનું બેલેન્સ બગાડી શકે છે.
તરબૂચ
ઉનાળામાં આવતા તરબૂચમાં પણ ઘણી બધી કુદરતી ખાંડ હોય છે. જો ડાયાબિટીસના દર્દીઓ તેને ખાય તો તે તમારી સુગર વધારી શકે છે.
આ પણ વાંચોઃ Cinnamon: ગુણોની ખાણ છે તજ, પુરુષોની માટે તો વરદાન, ખાવાથી આ 5 તકલીફોમાં ફાયદો થશે
કેરી
કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે. લોકોને કેરી ખૂબ પસંદ હોય છે. કેરીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે. આ સાથે તેમાં સુક્રોઝ અને ફ્રુટ્કોઝની માત્રા વધુ હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ કેરીથી દૂર રહેવું જોઈએ.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે