Home> LifeStyle
Advertisement
Prev
Next

ક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો? આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે !!!

આપણી Body Language  ઘણુ બધું કહી જાય છે. તમારું વ્યક્તિત્વ અને તમારી આસપાસના વાતાવરણ (Surroundings) વિશે પણ દર્શાવે છે.  સામાન્ય રીતે તમે કેવી રાતે બેસો છો? એ તમારી પર્સનાલિટી પર ઘણું અસર કરે છે. 

ક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો? આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે !!!

ભ્રાંતિ ઠાકર, અમદાવાદ: Body language: તમારી બેસવાની રીત એ શબ્દો કરતાં પણ વધારે કહી જાય છે. ઘણીવાર સંબંધોની શરૂઆત કરતી વખતે તમારી Body language મહત્વનો ભાગ ગણાય છે, કારણ કે સૌથી વધુ લાગણીઓ કહ્યાં વગર જ વ્યક્ત થાય છે. જ્યારે વ્યક્તિ બીજા સાથે વાત કરતી હોય ત્યારે શબ્દો સાથે ઘણા Gestures નો ઉપયોગ પણ કરે છે. આપણે શું રહી રહ્યા છીએ, તેના કરતા વાત કરતી વખતે કઈ લાગણી સાથે કહી રહ્યા છીએ તે મહત્વનું છે. તમારી લાગણી વિશે વાત કરવી ઘણી મુશ્કેલ છે. તેથી ઘણી વાર આપણે Body language થી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ.

fallbacks

જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video

આનાથી સામે વાળી વ્યક્તિને સ્પષ્ટ થઈ જાય છે કે આપણે કયા ભાવથી વાત કરી રહ્યા છીએ અને ખરેખર શું કહેવા માંગીએ છીએ. કોઈ સાથે Communicate કરતી વખતે Body Language સૌથી વધુ મહત્વની છે. આપણી Body Language  ઘણુ બધું કહી જાય છે. તમારું વ્યક્તિત્વ અને તમારી આસપાસના વાતાવરણ (Surroundings) વિશે પણ દર્શાવે છે.  સામાન્ય રીતે તમે કેવી રાતે બેસો છો? એ તમારી પર્સનાલિટી પર ઘણું અસર કરે છે. 

Position 1
જે લોકો આ રીતે બેસે છે તેઓ ખુબ ક્રિએટીવ અને પ્રભાવશાળી હોય છે. તેઓ Spontaneous હોય છે અને કોઈ પણ નિર્ણય લેવામાં વધુ સમય નથી વિચારતાં. આ તેમને કેટલીક વાર મુશ્કેલીમાં મુકી શકે છે, ત્યારે અથવા તો થોડા સમય બાદ, પરંતુ તેમની અંદરનો નેચરલ ચાર્મ તેમને આવી અઘરી પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે. આ લોકો જીવનમાં નવા સાહસ કરવા હંમેશા તૈયાર હોય છે. તેઓ લોકો વચ્ચે ખુબ પ્રખ્યાત હોય છે અને નવા મિત્રો બનાવવા માટે પણ તૈયાર છે.

Valentine's Day 2021: આ દેશમાં અનોખી રીતે ઉજવાય છે પ્રેમનું પર્વ, આવી અજીબોગરીબ છે રીતિ-રીવાજ

Position 2
જે લોકો આ રીતે બેસે છે તેઓ સાચા Dreamers હોય છે. તેઓનો ઈમેજિનેશન પાવર જોરદાર હોય છે અને સપનામાં ખોવાયેલા હોય છે. તેઓ ખુબ સહાનુભૂતિશીલ હોય છે અને જેથી બીજા લોકો સાથે જલદી કનેક્ટ થઈ શકે છે, પરંતુ આના કારણે તેઓ કેટલીકવાર પોતે જ પાછળ રહી જાય છે.   

Position 3
આ લોકો ખુબ જ chaotic હોય છે જેઓ એકાગ્ર પણ નથી હોતાં કે ના એક જગ્યાએ બેસી શકે છે. તેઓના મગજ ખુબ ચંચળ હોય છે અને જે બોલતા પહેલાં તેની શું અસર થશે તે વિચારતાં નથી. તેઓ ઝડપથી કંટાળી જાય છે અને  કોઈને Attention પણ નથી આપતા. તેઓ વધુ લોકો હોય તેવા વાતાવરણમાં સૌથી વધુ ચમકતા હોય છે. સંબધોમાં તેઓ વધુ રૂચિ ધરાવતાં નથી. 

Gold Price today : સોનાના ભાવ ઉંધા માથે પટકાયા, 10,000 સુધીનો ઘટાડો, જાણો ભાવ

Position 4
આ વ્યક્તિઓ ખૂબ જ સ્માર્ટ હોય છે અને સારા તર્કસંગત વિચારકો પણ હોય છે. તેઓ સમયના પાક્કા, સમયની કિંમત કરનારા અને શિસ્ત હોય છે. તેમના ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવેલાં હોય છે. તેઓ reserved હોય છે અને પોતાના વિશે કોઈને જલદી કંઈ ખબર નથી પડવા દેતાં. તેઓ સાચા હોય છે અને કોઈની બુરાઈ નથી કરતાં. તેઓનો સ્વભાવે શાંત હોય છે અને તેના લક્ષ્યો નિશ્ચિત હોય છે. 

વ્યક્તિની આદતો જ વ્યક્તિની ઓળખ હોય છે? કઈ આદતવાળો વ્યક્તિ કેવો હોઈ શકે છે?

Position 5
આ વ્યક્તિઓ Goal-Oriented હોય છે અને તેમના કરિયરને લઈને ફોકસ હોય છે. તેઓ પોતાના લક્ષ્યને સાધવા માટે મક્કમ હોય છે અને જેવા તેવા સાથે સંતોષ નથી માનતા. તેઓ પોતાની હેલ્થ માટે પણ એટલા જ જાગૃત હોય છે અને સંબધો સાચવવામાં સૌથી આગળ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More