Weight Loss: જે લોકોનું વજન વધી ગયું હોય તેઓ વજન ઘટાડવા માટે જેમાં હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે જિમમાં જવાનો સમય નથી હોતો અને તેમને જીમની હજારો રૂપિયાની ફી પોસાય તેમ પણ નથી હોતી. આવી સ્થિતિમાં વજન ઘટાડવું હોય તો શું કરવું ?
આ પણ વાંચો: Mosquito: ઘરના ખૂણે-ખૂણામાં છુપાયેલા મચ્છર પણ ભાગી જશે, રુમમાં કરી દો આ તેલનો દીવો
જીમ ગયા વિના પણ વજન ઘટાડવું શક્ય છે. વજન ઘટાડવા માટે હેલ્ધી રૂટીન ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ વજન ઘરે બેઠા ઘટાડવા માંગો છો તો તમને 4 ટીપ્સ વિશે જણાવીએ. આ ચાર ટીપ્સને તમારા રૂટિનમાં ફોલો કરવાનું શરૂ કરી દો. જો તમે આ ચાર કામને કરી લીધા તો વજન ઝડપથી ઘટી જશે.
આ પણ વાંચો: આ વસ્તુ મુકી ઘઉં, ચોખા, દાળ જેવા અનાજ સ્ટોર કરવા, ડબ્બાની આસપાસ પણ નહીં ફરકે ધનેડા
વજન ઘટાડવા માટેના અહીં જે ચાર ઉપાય જણાવવામાં આવેલા છે તે ઝડપથી પરિણામ આપે છે. તમે આ રૂટીનને ફોલો કરીને પેટની ચરબીથી ઝડપથી છુટકારો મેળવી શકો છો.
વજન ઘટાડવાના સરળ ઉપાય
આ પણ વાંચો: Recipe: ચટાકેદાર પાવભાજી બનાવવાનું આ છે સીક્રેટ, સામગ્રી ઉમેરવામાં આ સ્ટેપ ફોલો કરવા
રોજ 30 મિનિટ વોક
વજન ઘટાડવું હોય તો રોજ 30 મિનિટ માટે વોક કરો. 30 મિનિટની વોક વજન ઘટાડવાનો સૌથી સરળ રસ્તો છે. તેનાથી તમને બેસ્ટ રીઝલ્ટ મળશે. શરૂઆત સ્લો વોકથી કરો અને ધીરે ધીરે સ્પીડ વધારો.
આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ
શરીરમાં જામેલી ચરબીને ઘટાડવી હોય તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ફાયદા કારક સાબિત થશે. જેમાં દિવસના કેટલાક કલાક ઉપવાસ કરવાનો હોય છે અને કેટલાક કલાક દરમિયાન ખાવાનું હોય છે. ડોક્ટરની સલાહ લઈને તમે આ રૂટીનને ફોલો કરવાની શરૂઆત કરી શકો છો.
આ પણ વાંચો: Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
હેલ્ધી ફૂડ
દિવસ દરમિયાન હેલ્ધી ફૂડ લેવાનો આગ્રહ રાખો. સાથે જ જંક ફૂડ ખાવાનું બંધ કરો. એવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરો જે મેટાબોલિઝમને બુસ્ટ કરે. હેલ્ધી ડાયટ વેઈટ લોસમાં મદદ કરે છે.
આ પણ વાંચો: રોજ આ રોટલી ખાશો તો પેટ વધશે નહીં, આ સફેદ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ, ઘટશે વજન
ક્વોલિટી સ્લીપ
જો નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ ન થતી હોય તો પણ અચાનક વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો રોજ છ થી સાત કલાકની ઊંઘ કરવી જરૂરી છે. પુરતી ઊંઘ પણ વેઇટ લોસમાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે