Shukra Gochar 2025: રંગોનો તહેવાર હોળી પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચ 2025 ના રોજ ઉજવાશે. આ વર્ષની હોળી ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખાસ બની રહેશે. આ વર્ષે હોળી પર કેટલાક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. હોળી પર સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે આ સિવાય હોળીના બે દિવસ પહેલા પ્રેમના દાતા શુક્ર પણ પોતાની ચાલ બદલશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 27 ફેબ્રુઆરી: આજનો દિવસ મકર રાશિની તરફેણમાં રહેશે, નોકરીમાં આવક વધશે
12 માર્ચ 2025 ના રોજ શુક્ર રાહુના નક્ષત્ર ષતભિષામાં ગોચર કરશે. ષતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે અને રાહુના નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ થતાં 12 રાશિના લોકો પર તેનો પ્રભાવ પડશે. બારમાંથી ત્રણ રાશિ માટે શુક્રનું આ ગોચર શુભ સાબિત થશે. આ ત્રણ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
શુક્ર આ 3 રાશિઓને કરશે માલામાલ
આ પણ વાંચો: 2 માર્ચે બુધ બદલશે નક્ષત્ર, આ રાશિઓ ભોગવશે રાજસી સુખ, અટકેલા કામ થવા લાગશે પુરા
મેષ રાશિ
શુક્રની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર થશે. કારકિર્દીમાં ચાલતી સમસ્યા દૂર થશે અને માનસિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં જો કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થશે. માર્ચ મહિનાના અંત સુધીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
આ પણ વાંચો: Swapna Shastra: સપનામાં વારંવાર પિતૃનું દેખાવું સંયોગ નથી, સમજો શુભ-અશુભ સંકેતોને
કર્ક રાશિ
પરિવારના લોકો વચ્ચે પ્રેમ વધશે. પરિવાર સાથે ફરવા જવાનું પણ થઈ શકે છે. વેપારીઓને આર્થિક લાભ થશે. જુના રોકાણીથી અચાનક લાભ થઈ શકે છે. પરિણીત લોકોને ખુશખબરી મળી શકે છે.
આ પણ વાંચો: 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ, બુધ મંગળનો નવપંચમ યોગ ચારેતરફથી લાભ કરાવશે
તુલા રાશિ
શુક્ર ગોચરના શુભ પ્રભાવથી તુલા રાશિના લોકોને કોર્ટ સંબંધિત મામલાઓમાં સફળતા મળશે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય. વેપારીઓનો નફો વધશે. ધન લાભના કારણે ખુશીઓ વધશે. જીવનસાથી કે મિત્રો સાથે યાત્રા થઈ શકે છે. માનસિક ચિંતા ઓછી થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે