Hand and Leg Tanning Removal Pack: જ્યારે પણ બહાર નીકળવાનું થાય ત્યારે ચહેરાને તો કવર કરી લેવામાં આવે છે પરંતુ હાથ અને પગની ત્વચા જોઈએ એટલે કવર થતી નથી. જેના કારણે ધૂળ, પરસેવો સહિતની ગંદકી હાથ અને પગની સ્કિન પર ચીપકી જાય છે. જે રીતે ચહેરાની માવજત કરવામાં આવે છે એ રીતે હાથ અને પગની ત્વચાને માવજત કરવામાં પણ નથી આવતી જેના કારણે ધીરે ધીરે હાથ અને પગની ત્વચા પર મેલ દેખાવા લાગે છે. એક વખત હાથ અને પગની ત્વચા પર મેલ જામી જાય તો નહાવાથી પણ આ ગંદકી સાફ થતી નથી અને સ્કીન ચહેરા કરતાં વધારે ડાર્ક દેખાવા લાગે છે.
આ પણ વાંચો: ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે ગુજરાતની આ 5 જગ્યા, અહીંનો નજારો ક્યારેય ભુલાશે નહીં
ઘણા લોકો હાથ અને પગ પર જામેલો આ મેલ દૂર કરવા માટે પાર્લરમાં જઈને સ્ક્રબિંગ કે ક્લીન અપ કરાવતા હોય છે પરંતુ જો તમારે આવું કરવું ન હોય તો તમે ઘરે પણ સરળતાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. હાથ અને પગની ત્વચા ને ક્લીન કરવા માટે ચણાનો લોટ અને દહીં ઉપયોગી સાબિત થશે. બંને વસ્તુની મદદથી ખાસ પેક બનાવી શકાય છે જે હાથ અને પગની કાળી ત્વચા ને સાફ કરી નાખે છે.
આ પણ વાંચો: કોટનની સાડી સાથે પેર કરો આવા નેકલેસ, સિંપલ સાડીમાં પણ મહારાણી જેવો વટ પડશે
આ રીતે ચણાના લોટનો કરો ઉપયોગ
હાથ અને પગની સ્કિનને ક્લિયર કરવા માટેનું વ્હાઇટનિંગ પેક બનાવવા માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ, એક ચમચી દહીં, એક ચમચી લીંબુનો રસ, એક ચપટી હળદર અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને નહાતા પહેલા હાથ અને પગ પર સારી રીતે લગાવો. 10 થી 15 મિનિટ તેને ત્વચા પર રહેવા દો અને ત્યાર પછી હળવા હાથે સ્ક્રબ કરી તેને સાફ કરો. ત્યાર પછી સાફ પાણીથી સ્કીન ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વખત આ વસ્તુઓનો ઉપયોગ કરશો એટલે ત્વચાની સફાઈ ઉપરથી જ નહીં અંદરથી પણ થવા લાગશે. તેનાથી ત્વચા પર જામેલો મેલ પણ દૂર થવા લાગે છે.
આ પણ વાંચો: Lifehacks: વરસાદી વાતાવરણમાં ધોયેલા કપડાને ઝડપથી સુકાવા અપનાવો આ સરળ ટ્રિક્સ
આ મિશ્રણમાં રહેલો ચણાનો લોટ ત્વચા પરથી ડેડ સ્કિનને સાફ કરવાનું કામ કરે છે અને લીંબુ બ્લીચિંગ એજન્ટ તરીકે સ્કિન પર જામેલા મેલ અને ડાઘને દૂર કરે છે. દહીંથી ત્વચા મોઈશ્ચરાઈઝ થાય છે અને સોફ્ટ બને છે. હળદરના એન્ટિસેપ્ટિક ગુણ સ્કીનની હેલ્ધી અને ગ્લોઇંગ બનાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે