Home> LifeStyle
Advertisement
Prev
Next

Chutney: 10 મિનિટમાં બની જશે ખજૂર આમલીની ચટપટી ચટણી, ફટાફટ બનાવવી હોય ત્યારે આ રીત ટ્રાય કરજો


Khajur Imli Chutney Recipe: ખજૂર આમલીની ચટણી અલગ અલગ પકવાન સાથે ખાઈ શકાય છે. ઘરમાં આ ચટણી હોય તો ભેળ, ચાટ જેવી વાનગી ફટાફટ બની જાય છે. આજે તમને ખજૂર આમલીની ચટણી ફટાફટ બનાવવાની રીત જણાવીએ.
 

Chutney: 10 મિનિટમાં બની જશે ખજૂર આમલીની ચટપટી ચટણી, ફટાફટ બનાવવી હોય ત્યારે આ રીત ટ્રાય કરજો

Khajur Imli Chutney Recipe: તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે દરેક ઘરમાં રોનક હોય છે. તહેવારોમાં જ્યારે ઘરે મહેમાન આવે છે તો તેમના માટે વિવિધ પકવાન પણ બને છે. આ સમયે ઘરમાં અલગ અલગ વાનગીઓ બનતી હોય છે. ખજૂર આમલીની ચટણી એ સિક્રેટ ડીશ છે જે દરેક વાનગી સાથે ભળી જાય છે અને તેનો સ્વાદ વધારે છે. ઘરમાં ખજૂર આમલીની ચટણી તહેવાર સમયે બનાવીને રાખી દેવામાં આવે તો કોઈપણ ચટપટી આઈટમ ફટાફટ બની શકે છે. ખજૂર આમલીની ચટણી ઉમેરી દેવાથી વાનગીનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. ખજૂર આમલીની ચટણી ઘરે ઓછા સમયમાં કેવી રીતે બનાવવી આજે તમને જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ચણાની દાળનું પુરણ ભરેલા પરોઠા, સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન

ખજૂર આમલીની ચટણી માટેની સામગ્રી 

બી કાઢેલા ખજૂર અને આમલી 
ગોળ 
શેકેલા જીરાનો પાવડર 
કાશ્મીરી લાલ મરચું 
સૂંઠ પાવડર 
સંચળ 
પાણી 

આ પણ વાંચો: વધેલી રોટલીને સોફ્ટ રાખવી હોય તો ફોલો કરો આ ટીપ્સ, ઠંડી રોટલી પણ કડક નહીં થાય

સામાન્ય રીતે ખજૂર આમલીની ચટણી બનાવવી હોય તો ખજૂર અને આંબલીને ગરમ પાણીમાં પલાળી રાખવાના હોય છે. ત્યાર પછી બધા જ મસાલા સાથે તેને ધીમા તાપે ઉકાળવાના હોય છે. જ્યારે ખજૂર અને આમલી સોફ્ટ થઈ જાય ત્યારે તેને ગાળીને ચટણી તૈયાર કરવાની હોય છે.. પરંતુ આ રીતે ચટણી બનાવવામાં ખજૂર આમલી પલાળી રાખવામાં અને પછી તેને ઉકાળવામાં સમય જાય છે. 

આ પણ વાંચો: પનીર ટીક્કા સિવાય પનીરમાંથી ફટાફટ બની જતાં 5 અફલાતૂન સ્ટાર્ટર, ખાઈને મહેમાન ખુશ થશે

જો કોઈ વાત તમારે ચટણી બનાવવાની ઉતાવળ હોય તો તમે ઇન્સ્ટન્ટ ચટણી કુકરમાં પણ બનાવી શકો છો. તેના માટે ખજૂર અને આંગળીના બી કાઢી તેને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી ખજૂર અને આમલીને કુકરમાં લઇ તેમાં ચટણી પૂરતું પાણી સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ, કાશ્મીરી લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર ઉમેરી દો. બધી જ વસ્તુને મિક્સ કરી કુકરમાં ત્રણથી ચાર સીટી વગાડો. ત્રણથી ચાર સિટીમાં ખજૂર અને આમલી સારી રીતે બફાઈ જશે અને મસાલા પણ સારી રીતે કુક થઈ જશે. 

આ પણ વાંચો: સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટ ખતમ થઈ જશે

ખજૂર આમલી બફાઈ જાય પછી તેને થોડા ઠંડા કરી ગાળી લો. ત્યાર પછી આ મિશ્રણમાં ગોળ ઉમેરો અને તૈયાર ચટણીને પાંચ મિનિટ માટે ઉકાળી લો. ગોળ બરાબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ચટણીને ઠંડી કરી લો. ઠંડી કરેલી ચટણીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રિજમાં રાખી દો.આ રીતે તૈયાર કરેલી ચટણી તમે અઠવાડિયા સુધી સાચવી શકો છો. 

આ પણ વાંચો: ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ

ખજૂર અને આમલીની ખાટી મીઠી ચટણી શરીરને નુકસાન કરતી નથી. ખજૂર અને આમલી બંને પાચન માટે સારા ગણાય છે. ઘરે બનાવેલી ખજૂર અને આંબલીની ચટણી ખાવાથી શરીરને નુકસાન થતું નથી. આ રીતે ચટણી બનાવવાથી સમય પણ ઓછો લાગે છે અને ચટણી સ્વાદિષ્ટ પણ બને છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More