Nariyeli Purnima 2025: શ્રાવણ મહિનાની પૂનમને દેશભરમાં રક્ષાબંધન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારમાં નાળિયેરી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનાની પૂનમનો વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સમુદ્ર કિનારે વિશેષ પૂજા કરવાની હોય છે. આ પૂજા સમુદ્ર અને વરૂણ દેવતાને સમર્પિત હોય છે. આ દિવસે સમુદ્રની પૂજા શા માટે કરવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: શનિ દોષ દુર થશે, સૂર્ય ભાગ્ય ચમકાવશે, 9 ગ્રહોની શાંતિ માટે ગાયને ખવડાવો આ વસ્તુઓ
નાળિયેરી પૂનમનું મહત્વ
હિન્દુ ધર્મમાં નાળિયેરી પૂનમની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સમુદ્ર કિનારે રહેતા માછીમાર સમુદ્ર દેવ અને વરૂણ દેવતાની વિશેષ પૂજા કરે છે. માન્યતા છે કે નાળિયેરી પૂનમના દિવસે આ બંને દેવતાની પૂજા કરવાથી આખું વર્ષ સમુદ્રિ ક્ષેત્ર સુરક્ષિત રહે છે અને બધા જ સંકટથી તેઓ બચી રહે છે. સુખ-સમૃદ્ધિ અને સુરક્ષાની કામના માટે આ દિવસે માછીમાર સમુદ્રના કિનારે વિશેષ રીતે પૂજા કરી ભગવાનને નાળિયેર ચઢાવે છે. આ કારણથી આ શ્રાવણ મહિનાની પૂનમને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે.
આ પણ વાંચો: શુક્ર 50 વર્ષ પછી મિત્ર શનિના ઘરમાં જશે, 23 ઓગસ્ટથી સોનાની જેમ ચમકશે આ રાશિનું ભાગ્ય
નાળિયેરી પૂનમની પૂજા વિધિ
નાળિયેરી પૂનમના દિવસે સ્નાન કરીને સમુદ્ર કિનારે જઈ શુભ મુહૂર્તમાં સમુદ્ર દેવતાની વિધિ વિધાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માછીમારો પોતાની હોળીને પણ સાફ કરી સજાવે છે અને તેની પણ પૂજા કરે છે. નાળિયેરી પૂનમની પૂજા દરમિયાન વરુણ દેવતાનું ધ્યાન કરી તેમને નાળિયેર ફુલ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે મહાદુર્લભ યોગ, 3 રાશિઓના ભાઈ-બહેનો થશે માલામાલ
હિન્દુ માન્યતા અનુસાર નાળિયેરી પૂનમના દિવસે સમુદ્ર દેવતાની પૂજા કરવાથી સમુદ્ર સંબંધિત કારોબારમાં વૃદ્ધિ થાય છે. આમ કરવાથી આખું વર્ષ લાભ થતો રહે છે. સમુદ્ર દેવતાના આશીર્વાદથી જીવનમાં આવનાર સંકટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે