Home> LifeStyle
Advertisement
Prev
Next

Breakfast Recipe: બ્રેકફાસ્ટમાં બનાવો વર્મિસેલી ઈડલી, નાના-મોટા સૌ કોઈની દાઢે વળગશે આ ઈડલીનો સ્વાદ

Vermicelli Idli Recipe: જો તમે રોજ સવારે નાસ્તામાં શું બનાવવું તે વિચારતા હોવ છો તો તમને આજે એક ટેસ્ટી વાનગીની રીત જણાવીએ. આ વાનગી ઝડપથી બની જશે અને નાના-મોટા સૌ કોઈને ભાવશે એટલે અલગ અલગ વસ્તુ બનાવવી નહીં પડે.
 

Breakfast Recipe: બ્રેકફાસ્ટમાં બનાવો વર્મિસેલી ઈડલી, નાના-મોટા સૌ કોઈની દાઢે વળગશે આ ઈડલીનો સ્વાદ

Vermicelli Idli Recipe: જો તમે સવારે નાસ્તામાં થેપલા, પરોઠા, પુરી, પોહા, ઉપમાથી અલગ વસ્તુ ખાવા માંગો છો તો આજે તમને એક ટેસ્ટ વાનગીની રીત જણાવીએ. આ રીતે જો તમે નાસ્તામાં ઈડલી બનાવશો તો નાના-મોટા સૌ કોઈને ભાવશે અને તેનાથી શરીરને જરૂરી એનર્જી અને પોષણ મળી રહે છે. 

fallbacks

આ પણ વાંચો: મરચું, જીરું સારું છે કે નહીં 5 મિનિટમાં ખબર પડી જશે, સેમ્પલ લઈ ઘરે આ રીતે ચેક કરો

આજે તમને વર્મિસેલી સેવમાંથી ઈડલી કેવી રીતે બનાવવી તે જણાવીએ. વર્મિસેલી સેવમાંથી બનેલી ઈડલી એકદમ ટેસ્ટી અને યુનિક લાગે છે. તો ચાલો ફટાફટ નોંધી લો આ ઈડલી બનાવવાની રીત

ઈડલી બનાવવા માટેની સામગ્રી

આ પણ વાંચો: રાત્રે ચણા પલાળવાનું ભુલી જાવ તો ટ્રાય કરો આ ટ્રીક, 1 જ કલાકમાં પલળી જશે કાબુલી ચણા

રવો - 1 કપ
તેલ- 1 ચમચી
વર્મીસેલી સેવ - 1/2 કપ
દહીં- 1 કપ
સમારેલી કોથમીર - 2 ચમચી
મીઠું 

આ પણ વાંચો: આ 2 વસ્તુ ઉમેરી લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ખાવા માટે શાકની જરૂર નહીં પડે

પાણી - 1/2 કપ
ખાવાનો સોડા- 1/2 ચમચી
રાઈ - 1 ચમચી
અડદની દાળ- 1/2 ચમચી
ચણાની દાળ- 1/2 ચમચી
હીંગ 
આદુ-મરચાંની પેસ્ટ - 1 ચમચી
લીમડાના પાન
હળદર 

આ પણ વાંચો: આ 4 સ્ટેપ ફોલો કરી ઘરે બનાવી શકો છો માવો, મીઠાઈ માટે બજારમાંથી માવો લેવો નહીં પડે

વર્મિસેલી સેવની ઈડલી બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં ધીમા તાપે સેવ અને રવો શેકી લો. બંને વસ્તુને અલગ અલગ શેકી સાઈડ પર રાખો.

ત્યારબાદ એક મોટા વાસણમાં રવો, સેવ અને દહીં મિક્સ કરી સાથે તેમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો.

આ પણ વાંચો: ઘરે આઈસક્રીમ જેવું ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં જામશે, આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો

અન્ય એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ, લીમડાના પાન, આદું મરચાની પેસ્ટ અને હીંગ ઉમેરી વઘાર તૈયાર કરો. આ વઘારને સેવના મિશ્રણમાં ઉમેરી દો, 

આ મિશ્રણમાં મીઠું, કોથમીર મીક્સ કરો. પછી જરૂર જણાય તો પાણી ઉમેરી તેને 30 મિનિટ રેસ્ટ આપો. 

આ પણ વાંચો: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય

ત્યાં સુધીમાં ઢોકળીયું ગરમ મુકી દો અને ઈડલીના મોલ્ડમાં તેલ લગાડી તેમાં સેવનું મિશ્રણ ભરી સ્ટીમ કરવા મુકો. 10 થી 12 મિનિટમાં ઈડલી તૈયાર થઈ જશે. ત્યારબાદ ગરમા ગરમ ઈડલી સર્વ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More