Apple Cider Vinegar: એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી ચમત્કારી ફાયદા જોવા મળે છે. કારણ કે તેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. એપલ સાઇડર વિનેગર વજન ઘટાડવામાં, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં અને અન્ય બીમારીમાં પણ ફાયદો કરે છે. એપલ સાઇડર વિનેગરમાં એવા ગુણ હોય છે જે શરીરને અલગ અલગ રીતે ફાયદો કરે છે.
એપલ સાઇડર વિનેગરના ફાયદા
આ પણ વાંચો: ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
- એપલ સાઇડર વિનેગર મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. પરિણામે ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને કેલરી બાળવામાં મદદ મળે છે.
- એપલ સાઇડર વિનેગર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે, જેના કારણે ઓવરઇટીંગથી બચી શકાય છે અને વજન વધતું અટકે છે.
- એપલ સાઈટર વિનેગર શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ સુગર લેવલ કાબુમાં રાખવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: Travel: જયપુર ગયા ને આ 5 જગ્યા ન જોઈ તો ફેરો ફોગટ, વિદેશથી લોકો ખાસ આ જગ્યા જોવા આવે
- કેટલાક અધ્યયનમાં સામે આવ્યું છે કે એપલ સાઇડર વિનેગર શરીરમાં ચરબી બાળવાની પ્રક્રિયાને ઝડપી કરી શકે છે. જેના કારણે વજન ઘટાડવું સરળ થઈ જાય છે.
એપલ સાઇડર વિનેગર પીવાનો યોગ્ય સમય
આ પણ વાંચો: આ 3 ટીપ્સ અપનાવી બનાવો ફ્રેન્ચ ફ્રાઈઝ, રેસ્ટોરન્ટમાં મળે એવી જ ક્રિસ્પી બનશે
આમ તો એપલ સાઈટર વિનેગર દિવસમાં કોઈ પણ સમયે પી શકાય છે પરંતુ સારું અને સચોટ રીઝલ્ટ જોઈતું હોય તો આ 3 સમયે એપલ સાઇઝર વિનેગર પીવાનું રાખો. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરીને પીવો.
ત્યારબાદ જમતા પહેલા એક ગ્લાસ પાણીમાં ફરીથી એક ચમચી વિનેગર ઉમેરીને પીવો. સુતા પહેલા પણ પાણીમાં વિનેગર ઉમેરીને પી શકાય છે તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો: ઝેરી દવા નહીં રાત્રે ઘરમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ રાખી સુઈ જાવ, ઉંદર ભાગી જશે ઘરમાંથી
આ વાતનું ખાસ ધ્યાન રાખો
એપલ સાઇડર વિનેગર પીતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને હંમેશા પાણીમાં મિક્સ કરીને જ પીવું જોઈએ. આ સિવાય એક દિવસમાં ત્રણ ચમચીથી વધારે વિનેગર ન પીવો. જો તમને પહેલાથી જ કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ એપલ સાઇડર વિનેગર પીવાનું શરૂ કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે