Tulsi Upay: તુલસીના છોડનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દેવી-દેવતાઓની સાથે તુલસીની પૂજા પણ રોજ કરવામાં આવે છે. તેમાં પણ અમાસની તિથિએ તુલસી પૂજાનું ખાસ મહત્વ છે. મૌની અમાસના દિવસે જો તમે તુલસી સંબંધીત કેટલાક ઉપાયો કરો છો તો આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 25 જાન્યુઆરી: મીન રાશિ માટે દિવસ શુભ, નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે
પોષ મહિનાની અમાસ જેને મૌની અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે તે ખૂબ જ ખાસ હોય છે. મૌની અમાસ પર મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન કરવામાં આવે છે. આ વર્ષે મૌની અમાસ બુધવાર અને 29 જાન્યુઆરીએ ઉજવાશે. જો તમે મૌની અમાસના દિવસે તુલસીમાં પૂજા કરતી વખતે કેટલીક વસ્તુઓ અર્પણ કરો છો તો તેનાથી જીવનમાં લાભ જોવા મળે છે.
આ પણ વાંચો: મૌની અમાસ અને ત્રિવેણી યોગ 5 રાશિઓને ન્યાલ કરી દેશે, આ લોકો પર થશે ધનવર્ષા
મૌની અમાસ પર કરો આ ઉપાય
1. મૌની અમાવસ્યાના દિવસે પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને તુલસીમાં અર્પણ કરો. સાથે જ તુલસી પાસે ઘીનો દીવો કરો અને તુલસીમાં લાલ દોરો બાંધો. આમ કરવાથી તુલસીજી પ્રસન્ન થાય છે અને ઘર પરિવાર પર તેમના આશીર્વાદ રહે છે.
આ પણ વાંચો: શનિની રાશિમાં બુધ કરશે પ્રવેશ, 11 ફેબ્રુઆરીથી 3 રાશિ કરશે મોજ, આવકમાં બંપર વધારો થશે
2. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ હોય તો તેને દૂર કરવા અને લાભ મેળવવા માટે પરિણીત મહિલાઓએ મૌની અમાસના દિવસે તુલસીજીને શૃંગારની સામગ્રી અર્પણ કરવી. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. સામગ્રી અર્પણ કર્યા પછી તુલસીની સાત પરિક્રમા કરવી.
આ પણ વાંચો: સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ 3 રાશિઓ માટે કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું
3. અમાસની તિથિ પર પીળા રંગના દોરા પર અથવા તો લાલ દોરામાં 108 ગાંઠ બાંધીને તુલસીના કુંડામાં બાંધી દો. આમ કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ધન લાભના યોગ પણ બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે