Uzbekistan Cheap Travel: સ્કૂલોમાં બાળકોને રજાઓ પડી ગઈ છે. ઉનાળાની રજાઓ નજીક આવતા લોકો ફરવાના સ્થળો શોધી રહ્યા છે. પરંતુ આર્થિક તંગીને કારણે ઘણીવાર તેમની ઇચ્છાઓને દબાવી દે છે. આ દરમિયાન એક વાયરલ સોશિયલ મીડિયા વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં તેને વિશ્વનું સૌથી સસ્તું પ્રવાસ સ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ "viktoriawanders" દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતીએ ઉઝબેકિસ્તાનને સૌથી સસ્તું ટ્રાવેલ ડેસ્ટિનેશન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર 78 ડોલર એટલે કે લગભગ રૂ. 6,700માં તમને ત્યાં 10 લાખ સોમ (સ્થાનિક ચલણ) મળે છે. આ પૈસાથી તમે ઘણી મુસાફરી કરી શકો છો, કારણ કે ત્યાં રહેવું અને ખાવાનું ખૂબ સસ્તું છે.
કેવી રીતે બની શકો છો ત્યાં કરોડપતિ?
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઉઝબેકિસ્તાનના સોમની કિંમત ડૉલર કરતાં ઓછી છે. 1 મિલિયન સોમ માત્ર 78 ડોલર બરાબર છે. જો તમે આ પૈસાની આપ-લે કરો તો તમે ત્યાં ‘કરોડપતિ’ બની શકો છો. પરંતુ રસપ્રદ વાત એ છે કે આટલા પૈસા ખર્ચવા મુશ્કેલ છે. યુવતીએ કહ્યું કે તે ત્યાં એક દિવસમાં માત્ર 20-25 ડોલર (લગભગ 1,600-2,000 રૂપિયા) ખર્ચ કર્યા, જેમાં બધું જ સામેલ હતું.
સસ્તામાં હોટલ અને જમવાનું
ઉઝબેકિસ્તાનમાં એક હોટલનો રૂમ નાશ્તાની સાથે માત્ર 15-40 ડોલર (લગભગ 1200, 3200 રૂપિયા)માં મળી જાય છે. જ્યારે જમવાનો ખર્ચ માત્ર 400 રૂપિયા છે. યુવતીએ જણાવ્યું કે, આ મારા માટે એક સારો સોદો છે. ત્યાંની સંસ્કૃતિ, સ્વાદિષ્ટ જમવાનું અને આરામદાયક રહેવાની સુવિધા ખુબ ઓછી કિંમતમાં મળે છે. આ વીડિયોને 75 લાખથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે અને 3 લાખથી વધારે લોકોએ તેણે પસંદ કર્યો છે. ઘણા લોકોએ ઉઝબેકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમુક લોકોએ તે ત્યાંના સારા અનુભવ શેર કર્યા છે, તો અમુકે દેશની સુરક્ષા વિશે પુછ્યું છે. આ સસ્તા ટ્રાવેલ ઓપ્શન લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.
ઉઝબેકિસ્તાન શું છે ખાસ?
ઉઝબેકિસ્તાન તેની સુંદર સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું છે. હવે તે સસ્તી મુસાફરી માટે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે. ઉનાળાની રજાઓમાં ઓછા બજેટમાં મુસાફરી કરવા માંગતા લોકો માટે આ દેશ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. વીડિયોમાં છોકરીએ કહ્યું, "જો તમે મારી સાથે ફરવા માંગતા હો, તો @wiktoriawanders ને ફોલો કરો."
આ વાયરલ વીડિયો લોકોને ઉઝબેકિસ્તાન તરફ આકર્ષિત કરી રહ્યો છે. દરેક વ્યક્તિને ઓછા પૈસામાં અદ્ભુત રજા ગાળવાની તક ગમે છે. હવે જોવાનું એ રહે છે કે આ ઉનાળામાં કેટલા ભારતીયો ઉઝબેકિસ્તાનની મુલાકાત લે છે. બજેટ પ્રવાસીઓ માટે આ દેશ ખરેખર એક નવું મનપસંદ સ્થળ બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે