Home> LifeStyle
Advertisement
Prev
Next

Makeup Tips: તહેવારોમાં સ્કિન ટોન અનુસાર આ રીતે કરો મેકઅપ, ચહેરો પર દેખાશે નેચરલ ગ્લો

Makeup tips For Festive Season: મેકઅપ કરવાથી ચહેરાની સુંદરતા વધી જાય છે. પરંતુ જો મેકઅપ સ્કિન ટાઈપ અનુસાર અને યોગ્ય પ્રોડક્ટ સાથે ન કરવામાં આવે તો ચહેરો ભદ્દો દેખાય છે. તહેવારોની આ સીઝનમાં ફ્લોલેસ મેકઅપ લુક કેવી રીતે મેળવવો ચાલો જાણીએ.
 

Makeup Tips: તહેવારોમાં સ્કિન ટોન અનુસાર આ રીતે કરો મેકઅપ, ચહેરો પર દેખાશે નેચરલ ગ્લો

Makeup tips For Festive Season: તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો છે અને આ સમયે મહિલાઓ અને યુવતીઓ તહેવારને અનુરૂપ મેકઅપ કરવાનું પસંદ કરે છે. તહેવારોની આ સિઝનમાં જો તમે પણ ફ્લો લેસ મેકઅપ લુક મેળવવા માંગો છો તો આ ટિપ્સ તમને મદદરૂપ થશે. સામાન્ય રીતે મહિલાઓ મેકઅપ પોતાના ડ્રેસ અને પ્રસંગને અનુરૂપ કરતી હોય છે પરંતુ તેમ છતાં મેકઅપ કરતી વખતે કેટલીક ભૂલ થઈ જાય છે જેના કારણે ચહેરો ખરાબ દેખાય છે. 

fallbacks

આ પણ વાંચો: 7 દિવસે એકવાર આ રીતે સ્કિન કેર કરી લો, પાર્લર ગયા વિના ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો

મેકઅપ કરતી વખતે યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવો જરૂરી છે. સ્કીન ટાઈપ અનુસાર અલગ અલગ પ્રોડક્ટ યુઝ કરવાથી ફ્લો લેસ મેકઅપ લુક મળે છે. દરેક વ્યક્તિના ત્વચાના ટોન અને ત્વચાનો પ્રકાર અલગ હોય છે. તેથી જ ત્વચાના પ્રકાર અનુસાર અને સ્કિન ટોન અનુસાર મેકઅપ પ્રોડક્ટનો યુઝ કરવાનો હોય છે. ફ્લો લેસ મેકઅપ લુક મેળવવા માટે સ્કિન ટાઈપ અનુસાર કેવો મેકઅપ પસંદ કરવો ચાલો તમને જણાવીએ. 

આ પણ વાંચો: ફુલેલું પેટ થોડા દિવસોમાં જ જતું રહેશે અંદર, પાતળું થવું હોય તો અપનાવો આ દેશી નુસખો

ફેર સ્કીન માટે મેકઅપ 

જે યુવતી કે મહિલાની સ્કીન ફેર હોય એટલે કે રૂપાળી હોય તેમણે પિંક ટીંટ વાળું ફાઉન્ડેશન પસંદ કરવું જોઈએ. જો સ્કીન ટોન યલોઈશ હોય તો વેજ અથવા ઓરેન્જ અન્ડરટોન ફાઉન્ડેશનનો ઉપયોગ પણ કરી શકાય છે. ફેર સ્કીન પર આઇબ્રો માટે બ્લેક આઇબ્રો પેન્સિલ ને બદલે બ્રાઉન આઇબ્રો પેન્સિલનો યુઝ કરશો તો સારું લાગશે. સાથે બ્લેક આઈલાઈનર અને બ્રાઉન આઈશેડોનો યુઝ કરો. ફેર સ્કિનવાળી યુવતીઓએ ગાલ પર પિંક અથવા રેઝ બ્લશનો યુઝ કરવો જોઈએ. લાઈટ મેકઅપ સાથે પિંક અથવા ન્યૂડ લિપસ્ટિક યુઝ કરો.

આ પણ વાંચો: પનીર ટીક્કા સિવાય પનીરમાંથી ફટાફટ બની જતાં 5 અફલાતૂન સ્ટાર્ટર, ખાઈને મહેમાન ખુશ થશે

ડસ્કી સ્કિન માટે મેકઅપ

ડસ્કી સ્કિન માટે વોર્મ ટોનના ફાઉન્ડેશન પસંદ કરો. કંસીલરમાં કેરેમલ શેડ બેસ્ટ લાગશે. ડસ્કી સ્કિન પર ડાર્ક સર્કલ કવર કરવા માટે કંસીલર અપ્લાય કરો. ફાઉન્ડેશન અપ્લાય કરવા માટે બ્યુટી બ્લેન્ડરનો યુઝ કરો. ડસ્કી સ્કિન હોય તો આંખમાં બ્રાઈટ કલરના આઈશેડો અપ્લાય કરો. તેનાથી આંખ સારી રીતે હાઈલાઈટ થશે. ડસ્કી સ્કિન સાથે ડાર્ક રેડ, કોફી બ્રાઉન અને મોવ શેડ લિપસ્ટિક સારી લાગે છે. 

આ પણ વાંચો: પેઢામાં સડો નહીં થાય, દાંત પણ સફેદ રહેશે, ઘરે બનાવેલા દંતમંજનથી દાંત કરો સાફ

ડાર્ક સ્કિન માટે મેકઅપ

ડાર્ક સ્કિન ટોન હોય તો બ્રાઉનિશ શેડનું ફાઉંડેશન પસંદ કરો. ફાઉન્ડેશન સિલેક્ટ કરતી વખતે સ્કિન સાથે મેચ થાય છે કે નહીં તે જોઈએ લેવું. ડાર્ક સ્કિન પર બ્રાઉન બ્લશ યુઝ કરવું અને હાઈલાઈટર પાઉડરનો પણ યુઝ કરવો. આંખ માટે ડાર્ક શેડને બદલે લાઈટ શેડ પસંદ કરો. સિલ્વર અથવા કોપર આઈશેડો યુઝ કરી શકો છો. ડાર્ક સ્કિન ટોનમાં સ્મોકી આઈ લુક અને બ્લેક આઈલાઈનર સ્મજ કરીને લગાડવાથી સારી લાગશે. ડાર્ક સ્કિન ટોન પર ન્યૂડ શેડ લિપસ્ટિક બેસ્ટ લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More