Bone Cancer Symptoms: બોન કેન્સર એટલે કે હાડકાનું કેન્સર એકદમ ગંભીર બીમારી છે. અલગ અલગ પ્રકારના કેન્સરમાં બોન કેન્સર ને દુર્લભ અને ઘાતક ગણવામાં આવે છે. કારણ કે અન્ય કેન્સરની સરખામણીમાં બોન કેન્સરના કેસ ઓછા હોય છે. બોન કેન્સર કોઈને થઈ જાય તો કેન્સર કોશિકાઓ આખા શરીરના અંગોમાં ફેલાઈ જાય છે. બોન કેન્સર કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.. હાડકાના કેન્સરમાં હાડકામાં દુખાવાની સાથે સોજા આવવા સૌથી પહેલું લક્ષણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: પેટની તકલીફો માટે વરદાન છે આ 7 મસાલા, ખાધાની સાથે અસર દેખાડવાનું શરુ કરી દે છે
હાડકાના કેન્સરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે શરીરમાં અસામાન્ય કોશિકાઓ વધવા લાગે. બોન કેન્સરથી મુક્તિ મેળવવા માટે સૌથી જરૂરી છે કે આ કેન્સરના શરૂઆતી લક્ષણોની અવગણના કરવાને બદલે ડોક્ટર પાસે જઈ યોગ્ય તપાસ કરી સારવાર શરૂ કરી દેવામાં આવે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાડકાના કેન્સરમાં શરૂઆત લક્ષણોને ઇગ્નોર કરવામાં આવે તો કેન્સરની કોશિકાઓ આખા શરીરમાં ફેલાઈ જાય છે અને કેન્સરમાં સ્થિતિ ગંભીર બની જાય છે.
આ પણ વાંચો: 300 પાર શુગર લેવલ પણ કંટ્રોલમાં આવી જશે. ડાયટમાં સામેલ કરી લો આ લીલી ચટણી
કેવી રીતે શરૂ થાય છે હાડકાનું કેન્સર ?
બોન કેન્સરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે અસામાન્ય કોશિકાઓ વધવાની સાથે હાડકાની આસપાસની ઓશીકાઓના ડીએનએ બદલવા લાગે. ડીએનએમાં ફેરફાર થઈ જવાથી સેલ્સ વધવા લાગે છે. આ કોશિકાઓ એટલે કે સેલ્સ ધીરે ધીરે કેન્સરનું રૂપ લઈ લે છે. તેના કારણે હાડકાના ટીશ્યૂ ને નુકસાન થવા લાગે છે. આ રીતે હાડકામાં કેન્સર વધવા લાગે છે.
આ પણ વાંચો: પુરુષોની શક્તિ બમણી કરે છે હિમાલયની આ જડીબુટ્ટી, 60 વર્ષે પણ રહેશે 30 જેવી એનર્જી
હાડકાનો કેન્સરનો ઈલાજ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાડકાના કેન્સરની સારવાર શક્ય છે. જો હાડકાના કેન્સરના શરૂઆતથી સ્ટેજમાં જ તેના વિશે ખબર પડી જાય અને સારવાર શરૂ થઈ જાય તો હાડકાનું કેન્સર સંપૂર્ણ રીતે ઠીક પણ થઈ શકે છે. પરંતુ હાડકાનું કેન્સર વધી જાય પછી તેની ખબર પડે અથવા તો કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોંચી જાય તો આ કેન્સરમાં સારવાર શક્ય નથી આ કેન્સરમાં દર્દીનો જે પણ જઈ શકે છે. શરૂઆતથી સ્ટેજમાં હાડકાના કેન્સરના લક્ષણોને ઓળખી લેવામાં આવે તો સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી છે તેની સારવાર કરવામાં આવે છે.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય તો ન ખાતા આ Food, ખાવાથી બ્લોક થઈ જશે ધમનીઓ
હાડકાના કેન્સરના લક્ષણો
- હાડકામાં કેન્સરની શરૂઆત થાય તો હાડકા નબળા પડી જાય છે અને ચાલવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે.
- હાડકાની કેન્સરની શરૂઆતમાં શરીરમાં સોજા આવવાથી લઈને હાડકાની આસપાસ સોજાનો અનુભવ થાય છે.
આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે
- કેટલાક કેસમાં હાડકાનું કેન્સર થાય તો દર્દીને હાડકામાં દુખાવો અનુભવાય છે.
- હાડકાનું કેન્સર થાય તો શરીરનું વજન ઝડપથી ઘટવા લાગે છે.
- હાડકાના કેન્સરમાં ધીરે ધીરે હાડકા નબળા પડી જાય છે.
આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ
હાડકાના કેન્સરથી બચવા શું કરવું?
બોન કેન્સરથી બચવા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી જરૂરી છે. આહારમાં લીલા શાકભાજી, ફળ અને ડ્રાયફ્રુટ નો સમાવેશ કરો. હાડકાના કેન્સરથી બચવા માટે ફિઝિકલી એક્ટિવ રહો અને નિયમિત એક્સરસાઇઝ કરો. સમયે સમયે બોડીનું ચેકઅપ કરાવતા રહો. આહારમાં જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ ખાવાથી બચો. આ સાથે જ સૌથી જરૂરી છે કે સ્મોકિંગ સહિતના વ્યસન હોય તો તેને તુરંત જ છોડી દો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે