Honey for Glowing Skin: ચોમાસામાં સ્કીન કેર પર ખાસ ધ્યાન આપવું પડે છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે સ્કિન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ચોમાસામાં ત્વચા સુંદરતા ગુમાવે છે. પરંતુ સારી વાત એ છે કે ઘરમાં રહેલી એક સાધારણ વસ્તુ ચોમાસામાં સ્કીનનું રક્ષણ કરી શકે છે. ચોમાસામાં આ વસ્તુનો ઉપયોગ સ્કીન કેરમાં કરવાથી ત્વચાની સુંદરતા બરકરાર રહે છે.
આ પણ વાંચો: લિપસ્ટિક અને ટિંટેડ લિપ બામ વચ્ચે શું છે અંતર? જાણો કયા સમયે શું લગાડવું ?
મધથી થતા ફાયદા
જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે મધ. મધ ઘટ્ટ અને મીઠું લિક્વિડ હોય છે. મધમા ફ્રક્ટોસ અને ગ્લુકોઝ નામનું નેચરલ સુગર હોય છે. મધમાં પ્રોટીન, એમિનો એસિડ અને વિટામિન્સ પણ હોય છે. મધનો ઉપયોગ વર્ષોથી સ્કિન કેરમાં અને હેલ્થ કેરમાં કરવામાં આવે છે. મધમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ચોમાસામાં સ્કીન કેર માટે ઉપયોગી સાબિત થાય છે. સ્કીન પર મધ લગાડવાથી પોર્સ સાફ રહે છે અને ખીલ તેમજ ફોડલી થતા નથી. મધમાં એવા તત્વો હોય છે જે સ્કીનમાં જર્મ્સને વધતા અટકાવે છે.
આ પણ વાંચો: Lifehacks: વરસાદી વાતાવરણમાં ધોયેલા કપડાને ઝડપથી સુકાવા અપનાવો આ સરળ ટ્રિક્સ
ચોમાસા દરમિયાન જો કોઈ ઈજા થાય, ફંગલ ઇન્ફેક્શન થઈ જાય કે પગમાં ફંગસ થાય તો તેના પર મધ લગાડી શકાય છે. તેનાથી ત્વચા ઝડપથી રીપેર થાય છે અને સોજો પણ ઉતરે છે. પરંતુ આ મધ પ્રોસેસ કરેલું ન હોવું જોઈએ. શુદ્ધ મધનો જ ઉપયોગ કરવો જોઈએ. ભેળસેળયુક્ત મધનો ઉપયોગ કરવાથી સ્કિનને નુકસાન પણ થઈ શકે છે. તેથી એક્સપર્ટની સલાહ અનુસાર મધનો ઉપયોગ કરવો.
આ પણ વાંચો: એક્ઝોસ્ટ ફેન અને ચીમની પર જામેલી ચીકાશ ઈઝીલી સાફ થશે, અપનાવો ડીપ ક્લિનિંગની આ ટ્રિક
સ્કિન કેરમાં મધનો ઉપયોગ
સ્કિન કેરમાં વપરાતા કોસ્મેટિક્સમાં પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે મધત્વચાને સોફ્ટ રાખનાર અને ત્વચામાં મોઈશ્ચર જાળવી નાખનાર નેચરલ કન્ડિશનર છે. તેનાથી સ્કીન યુવાન દેખાય છે અને કરચલીઓ પણ ઓછી કરવામાં મદદ મળે છે. મધ લગાડવાથી સ્કીનનું ph લેવલ બેલેન્સ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે