India vs England Test Series: ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ લીડ્સમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ અને બોલિંગને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. હાર બાદ હવે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી પાછળ છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે, જ્યારબાદ હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાની ખરાબ સ્થિતિ
ટી20 વિશ્વકપ 2024 બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટી20 અને વનડે ફોર્મેટમાં તો ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ સતત હારી રહી છે. ગંભીરની કોચિંગમાં ભારતીય ટીમે ઘર પર ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની સિરીઝમાં પણ 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું.
India in the last 9 Tests:
Won - 1.
Draw - 1.
Lost - 7*. pic.twitter.com/EgMYSDd24v— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2025
વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, ત્યારબાદ યુવા ટીમ ઈંગ્લેન્ડમાં રમી રહી છે. આ સિરીઝથી ટીમ ઈન્ડિયાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027 ચક્રની શરૂઆત કરી છે, પરંતુ પ્રથમ મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે.
ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ગૌતમ ગંભીરે પાછલા વર્ષે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝથી કોચિંગની શરૂઆત કરી હતી, આ સિરીઝમાં ભારતે 2-0થી જીત મેળવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતે અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ટીમને માત્ર 3 મેચમાં જીત મળી જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ ડ્રો રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે