Home> LifeStyle
Advertisement
Prev
Next

Anti Aging Tips: 40 વર્ષ પણ 24 જેવા દેખાવું હોય તો પાણી પીવાના આ 4 નિયમ યાદ કરી લો, શરીર અને મનથી હંમેશા રહેશો યુવાન

Anti Aging Tips: એક્સપર્ટ અનુસાર જો તમે પાણી પીવામાં આ 4 નિયમોને ફોલો કરવા લાગશો તો તેનાથી શરીરને એન્ટી એજીંગ ગુણ મળે. પાણી આ રીતે પીવાથી રોગ થવાની સંભાવના પણ ઘટી જાય છે.
 

Anti Aging Tips: 40 વર્ષ પણ 24 જેવા દેખાવું હોય તો પાણી પીવાના આ 4 નિયમ યાદ કરી લો, શરીર અને મનથી હંમેશા રહેશો યુવાન

Anti Aging Tips: પાણી પીવું તે એક સામાન્ય પ્રક્રિયા છે. નાનપણથી જ બાળકને પાણી પીવાનું નોર્મલ લાગે છે. તેથી જ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે પાણી પીવાની સાચી અને ખોટી રીત હોય છે. સાંભળવામાં વાત અટપટી લાગશે. પરંતુ હકીકતમાં પાણી પીવાની સાચી અને ખોટી રીત હોય છે. પાણી શરીર માટે કેટલું જરૂરી છે તે વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જો યોગ્ય રીતે પાણી પીવામાં ન આવે તો શરીર પર ખરાબ અસર પણ થાય છે. 

fallbacks

આ પણ વાંચો: Handwriting: બાળકની હેન્ડ રાઈટિંગ સુધારવાની જોરદાર ટ્રીક, મોતીના દાણા જેવા અક્ષર થશે

જો ખોટી રીતે દિવસ દરમિયાન વારંવાર પાણી પીવામાં આવે તો તેનાથી શરીર પર અસર થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે પાણી પીવાના 4 નિયમો જાણી લેવામાં આવે તો શરીરને ફાયદો થાય છે. જેમાં સૌથી મોટો ફાયદો છે કે પાણી તમને વધતી ઉંમરે પણ યુવાન રાખી શકે છે. જો તમે 40 વર્ષની ઉંમર પછી પણ 24 ના હોય તેવા દેખાવા માંગતા હોય તો પાણી પીવાના આ નિયમોને યાદ રાખી લો. 

આ પણ વાંચો: Mosquito: શરીર પર આ તેલ લગાડીને બહાર નીકળજો, ગાર્ડનમાં બેસશો તો પણ મચ્છર નહીં કરડે

હેલ્થ એક્સપર્ટ અનુસાર યુવાન દેખાવા માટે અને ચહેરા પર ગ્લો જાળવી રાખવા માટે પાણી પીવાના 4 નિયમો જાણવા જરૂરી છે. જો આ 4 નિયમનું પાલન કરીને તમે પાણી પીવાનું શરૂ કરી દેશો તો શરીર સારું રહેશે અને સુંદર પણ રહેશે. 

સવારે ઊઠતાવેંત પાણી પીવું 

આ પણ વાંચો: લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખશો તો પુરી સોફ્ટ બનશે અને વધારે તેલ પણ નહીં પીવે

સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવું જોઈએ તેનાથી શરીરને અગણિત ફાયદા મળે છે. સવારના સમયે એક ગ્લાસ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ થઈ જાય છે અને શરીરના ટોક્સિન બહાર નીકળી જાય છે. તેથી સવારે જાગીને ચા પીવાની ભૂલ કરવાને બદલે એક ગ્લાસ પાણી પીવાનું શરૂ કરો. 

આ પણ વાંચો: Ghee: ઘરે શુદ્ધ ઘી બનાવવાની આ છે રીત, માખણ અને ઘી બજારમાંથી ખરીદવું નહીં પડે

એકશ્વાસે પાણી ન પીવું

ઘણા લોકો પાણીનો ગ્લાસ ભરે છે અને પછી એક શ્વાસે બધું જ પાણી પી જાય છે. એક્સપર્ટ જણાવે છે કે પાણી ધીરે ધીરે એક એક ઘૂંટડો કરીને પીવું જોઈએ. જે રીતે ભોજનને ચાવીને ખાવામાં આવે છે તે રીતે જ પાણીને પણ ધીરે ધીરે પીવું જોઈએ. એક શ્વાસે પાણી પીવું ખોટી અને ખરાબ આદત છે. પાણીને ધીરે ધીરે મોં માં ફેરવીને ગળે ઉતારવાથી ફાયદો થાય છે. 

આ પણ વાંચો: થોડા રવામાંથી બનશે ઢગલો પુરી, આ સ્ટેપ ફોલો કરી લોટ બાંધી પુરી તળશો તો પુરી કડક થશે

ઠંડુ પાણી પીવાનું ટાળો 

મોટાભાગના લોકો દિવસમાં ઠંડુ પાણી પીવાનું રાખે છે. પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ગરમીમાંથી આવો ત્યારે તુરંત જ ફ્રીજનું પાણી પીવું નહીં. તરસ લાગી હોય ત્યારે પણ ફ્રિજનું પાણી પીવાને બદલે માટીના ઘડામાં રાખેલું પાણી પીવું જોઈએ. 

આ પણ વાંચો: નાળિયેરમાં આ વસ્તુ ઉમેરી બનાવો હેર પેક, રબ્બરમાંથી સરકી જાય એવા સોફ્ટ વાળ થઈ જાશે

જમ્યા પછી તુરંત પાણી ન પીવું 

જમ્યા પછી તુરંત પાણી પીવાની આદત હોય તો પણ તેને છોડી દો. એક્સપર્ટ અનુસાર જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી પાણી પીવાનું ટાળવું જોઈએ. સાથે જ ક્યારે ઉભા ઉભા પાણી પીવું નહીં. હંમેશા બેસીને ધીરે ધીરે પાણી પીવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More