Dark Neck Remedies: ઉનાળામાં ગરમી અને તડકાના કારણે ફક્ત ચહેરાને નુકસાન થાય છે એવું નથી. તડકાના કારણે ગરદનની ત્વચા પણ કાળી અને ઓઇલી રહે છે. તડકાના કારણે ત્વચા પર ટૈનિંગ પણ થઈ જાય છે. ટૈનિંગ હાથ, પગ અને ગરદન પર વધારે થાય છે. જેમાં ગરદનની કાળી ત્વચા સૌથી વધારે દેખાય છે. કાળી પડેલી ગરદન અને ચહેરાની ત્વચામાં ફરક દેખાવા લાગે છે.
નિયમિત સફાઈ કરવા છતાં પણ ગરદનની કાળી પડેલી ત્વચા દૂર થતી નથી. કારણ કે આ ટૈનિંગને દૂર કરવા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. આજે તમને જણાવીએ ગરદનની કાળી પડેલી ત્વચાને સાફ કરવા માટે કઈ વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે.
આ પણ વાંચો: ઉનાળામાં રોજ પીવો આ 4 ડ્રિંક્સ, બરફ ઓગળે એમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી
ગરદન વધારે કાળી શા માટે દેખાય છે ?
તડકાથી લોકો પોતાના ચહેરાને તો બચાવી લે છે પરંતુ ગરદનની ત્વચા તડકાના સંપર્કમાં આવવાથી કાળી થઈ જાય છે. ચેહરા પર લોકો સનસ્ક્રીન પણ અપ્લાય કરતા હોય છે પરંતુ ગરદન પર અપ્લાય કરતા નથી જેના કારણે ત્વચા કાળી દેખાવા લાગે છે. ગરદન પરસેવો પણ વધારે થાય છે જેના કારણે ધૂળ અને માટી ચોંટી જાય છે, પરિણામે ગરદન વધારે કાળી દેખાવા લાગે છે. ગરદન પર થયેલા ટૈનિંગને દૂર કરવા માટે દહીં, બટેટાનો રસ અને ફટકડી ઉપયોગી સાબિત થાય છે. આ ત્રણ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: ઉનાળામાં આ રીતે કરો મુલતાની માટીનો ઉપયોગ, સ્કિન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે
દહીં
દહીમાં લેક્ટિક એસિડ હોય છે જે ટૈનિંગને સાફ કરે છે. દહીંનો ઉપયોગ ચણાના લોટ સાથે કરવાથી ઝડપથી રિઝલ્ટ મળે છે. એક ચમચી ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર સારી રીતે લગાડો. નિયમિત રીતે આ પેસ્ટને ગરદન પર લગાડો. પેસ્ટ જ્યારે સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરીને તેને સાફ કરો. થોડા જ દિવસોમાં ગરદનની કાળી ત્વચા રુપાળી થઈ જશે.
આ પણ વાંચો:ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી સ્કિન પર લગાડો, ફેશિયલ હેર દુર કરવાનો અસરકારક ઉપાય
બટેટાનો રસ
બટેટાના રસમાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે જે વિટામીન સી અને પોટેશિયમથી ભરપૂર હોય છે. બટેટાનો રસ ટૈનિંગ સાફ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. તેના માટે બટેટાના ટુકડા કરી લો, તેના ટુકડાથી ગરદન પર સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. બટેટાથી મસાજ કરવાથી ગરદનની કાળી ત્વચા સાફ થઈ જાય છે.
આ પણ વાંચો:દહીંમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો, ગણતરીના દિવસોમાં અંડરઆર્મ્સની કાળી સ્કિન નોર્મલ થશે
ફટકડી
એક વાટકીમાં ફટકડીનો પાવડર લઈ તેમાં બેકિંગ સોડા અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર અપ્લાય કરો. ફટકડીને પાંચ મિનિટ રાખી હળવા હાથે મસાજ કરો. તેનાથી ગરદનનું ટૈનિંગ સાફ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે