Alum Skin Benefits: વધતી ઉંમરની સાથે ત્વચા પર ડાઘ, ધબ્બા અને પિગમેન્ટેશનની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યા સામાન્ય છે. સામાન્ય એટલા માટે કે આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ કરાવવાની પણ જરૂર નથી. ખૂબ જ ઓછી કિંમતે મળતી ફટકડી ત્વચાની આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે.
આ પણ વાંચો: Jeans Side Effects: ગરમીમાં ટાઈટ જીન્સ પહેરવાથી થઈ શકે છે આવી ગંભીર સમસ્યાઓ
ફટકડી એક આયુર્વેદિક વસ્તુ છે જેનો ઉપયોગ સ્કીન કેરમાં પણ કરી શકાય છે. ફટકડીમાં એન્ટિ સેપ્ટિક અને સ્કીન લાઈટનીંગ ગુણ હોય છે. ફટકડીનો ઉપયોગ કરવાથી ત્વચાની ગંદકી અને ડેડ સ્કિન દૂર થાય છે. તેનાથી ત્વચાનું પિગમેન્ટેશન પણ ઓછું થઈ જાય છે. મોટાભાગના લોકોને ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી હોતી નથી. આજે તમને જણાવીએ કે તમે સ્કિન કેરમાં ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરી શકો.
આ પણ વાંચો: રાત્રે ચહેરા પર લગાડો આ પાનની પેસ્ટ, 7 દિવસમાં ચહેરા પર દેખાવા લાગશે ગ્લો
ફટકડી અને ગુલાબ જળ
આ ફેસપેક સ્કિન ટોનને લાઈટ કરે છે અને પિગમેન્ટેશન ઘટાડે છે. તેના માટે એક નાનો ટુકડો ફટકડીનો લેવો અને તેનો પાવડર બનાવી લો. હવે તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરી આ મિશ્રણને રૂની મદદથી ચહેરા પર લગાવો. 10 થી 15 મિનિટ માટે તેને ચહેરા પર લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
આ પણ વાંચો: Dal Tadka: 3 પ્રકારની દાળ આ માપથી લેશો તો ઘરે પણ બનશે ઢાબામાં મળે એવી જ દાલ તડકા
ફટકડી અને મધ
મધ સ્કીનને મોઈશ્ચુરાઈઝ કરે છે અને ફટકડી સ્કિનને ટાઈટ અને ક્લિયર બનાવે છે. તેના માટે એક ચમચી ફટકડીના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો. આ મિશ્રણને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો અને ત્યારબાદ ચહેરો સાફ કરી લો.
આ પણ વાંચો: Skin Tanning: તડકાના કારણે ડાર્ક થયેલી સ્કિનને નોર્મલ કરવા માટેના 5 ફેસ પૈક
આ વાતનું પણ રાખો ધ્યાન
ફટકડીનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં પેચ ટેસ્ટ કરી લેવો. સાથે જ ફટકડીને લાંબા સમય સુધી સ્કિન પર રાખવી નહીં. અઠવાડિયામાં બે કે વધુમાં વધુ ત્રણ વખત જ ફટકડીનો ઉપયોગ કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે