અલીગઢ જિલ્લાની અનોખી પ્રેમ કહાની હવે પોલીસ સુધી પહોંચી ગઈ છે. દીકરીના લગ્ન હતા ત્યારે જ તેની માતા તેના ભાવિ જમાઈ સાથે ભાગી ગઈ અને હવે તે દાદો પોલીસ મથક પહોંચી ગઈ છે અને ખુલીને પોતાના મનની વાત કરી છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે પાછળ કશું નથી. પતિ તેના બાળકો સાથે રહેશે અને હું રાહુલ સાથે. એટલે કે જેની સાથે ભાગી ગઈ હતી તેની સાથે રહેશે.
મીડિયા રિપોર્ટ મુજબ દીકરીની માતાએ જણાવ્યું કે તે ઘરેથી ફક્ત 200 રૂપિયા અને મોબાઈલ લઈને નીકળી હતી. તેનું કહેવું છે કે પતિ જિતેન્દ્ર દારૂ પીને મારપીટ કરતો હતો. ખર્ચો આપતો નહતો. દીકરીના થનારા જમાઈ સાથે સંબંધનો શક કરતો હતો. જેનાથી કંટાળીને આખરે તેણે રાહુલ સાથે જ જીવન વિતાવવાનો નિર્ણય લીધો.
ઘરેથી આટલું જ લઈને નીકળી હતી
દીકરીના માતા દાગીના અને રૂપિયા લઈને ભાગી હોવાની વાત ફગાવી છે. તેણે કહ્યું કે તે કશું લઈ ગઈ નથી. જ્યારે રાહુલે જણાવ્યું કે તે મહિલા સાથે અલીગઢથી કાસગંજ, પછી બરેલી, મુઝફ્ફરપુર થઈને નેપાળ બોર્ડર સુધી પહોંચી ગયા હતા. પરંતુ સમાચાર વાયરલ થતા બંને પાછા ફરી ગયા.
બંનેએ સાથે રહેવાની અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી
આ ઉપરાંત મહિલાનું કહેવું છે કે તેને ખબર હતી કે પોલીસ પીછો કરી રહી છે આથી તેમણે પોતે જ સરન્ડર કરી દીધુ. હવે તે કોઈ પણ ભોગે રાહુલ સાથે જ રહેવા માંગે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. પોલીસ હવે બંનેના નિવેદનોના આધારે કાનૂની પ્રક્રિયામાં આગળ વધી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે