Home> LifeStyle
Advertisement
Prev
Next

Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી સ્કિન પર લગાડો, ફેશિયલ હેર દુર કરવાનો અસરકારક ઘરેલુ ઉપાય

Rice Flour: ચહેરા પર દેખાતા નાના નાના વાળનો ગ્રોથ જો અસામાન્ય હોય તો તેનાથી કારણે સુંદરતા ઘટી જાય છે. આ વાળથી કાયમી છુટકારો મેળવવો હોય તો ચોખાના લોટનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ સાથે કરી શકો છો. આ વસ્તુઓથી ફેશિયલ હેરથી મુક્તિ મળી શકે છે.
 

Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી સ્કિન પર લગાડો, ફેશિયલ હેર દુર કરવાનો અસરકારક ઘરેલુ ઉપાય

Rice Flour: ચેહરા પરના ફેશિયલ હેરની સમસ્યાઓ મહિલાઓને ખૂબ પરેશાન કરે છે. ચેહરા પર આમ તો ખૂબ જ ઝીણી રુવાટી હોય છે પરંતુ કેટલીક યુવતીઓને આ રુવાટીનો ગ્રોથ વધારે હોય છે. જેના કારણે ત્વચા ડલ દેખાવા લાગે છે. ચહેરા પર અસામાન્ય રીતે રુવાટી વધતી હોય તો તેને દૂર કરવી પણ જરૂરી થઈ જાય છે. આમ તો રુવાટીને દૂર કરવા માટેની ઘણી બધી પ્રોડક્ટ પણ ઉપલબ્ધ છે પરંતુ તમે કેમિકલ યુક્ત પ્રોડક્ટ કે વેક્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો ચોખાનો લોટ પણ ઉપયોગી સાબિત થશે.
 
આ પણ વાંચો:દહીંમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો, ગણતરીના દિવસોમાં અંડરઆર્મ્સની કાળી સ્કિન નોર્મલ થશે

fallbacks

ચોખાના લોટમાં ઘરમાં જ રહેલી અલગ અલગ વસ્તુઓ ઉમેરીને ફેસપેક તૈયાર કરી શકાય છે. ચોખાના લોટના ફેસપેકના બે ફાયદા છે તેનાથી સ્કીનની સુંદરતા પણ વધશે અને રુવાટીનો ગ્રોથ પણ ધીરે ધીરે ઓછો થવા લાગશે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓ સાથે કરી શકાય છે. 

ચોખાના લોટના ફેસપેક 

આ પણ વાંચો: Pani Puri Recipe: ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરવાથી ફુલે અને કડક રહે પાણીપુરીની પુરી

1. ચહેરા પરના વાળને દૂર કરવા માટે એક ચમચી ચોખાનો લોટ લેવો અને તેમાં થોડું મીઠું મિક્સ કરવું. આ મિશ્રણમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ ફેસપેક ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી સુકાવા દો અને પછી એન્ટી ક્લોક વાઇઝ મસાજ કરતા કરતા પેસ્ટને દૂર કરો. 

આ પણ વાંચો: Hair Care: વાળ ઝડપથી કમર સુધી લાંબા થઈ જશે, આ 5 માંથી કોઈ 1 તેલથી રોજ કરો માલિશ

2. ચહેરા પરની રુવાટીને સાફ કરવા અને ડડી સ્કિનને દૂર કરવા માટે ચોખાના લોટમાં ગુલાબજળ મિક્સ કરો અને સાથે જ થોડો ઘઉંનો લોટ પણ મિક્સ કરો. આ મિશ્રણથી સ્કિન પર સ્ક્રબ કરો. નિયમિત તેનો ઉપયોગ કરશો એટલે રુવાટીનો ગ્રોથ ઘટી જશે. 

3. ચહેરા પરના વાળને દૂર કરવા માટે ચોખાના લોટમાં ઓટ્સનો લોટ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે માલિશ કરીને તેને સાફ કરો. 

આ પણ વાંચો: Jeans Side Effects: ગરમીમાં ટાઈટ જીન્સ પહેરવાથી થઈ શકે છે આવી ગંભીર સમસ્યાઓ

4. ગરમીઓમાં સ્કીનને હાઇડ્રેટ રાખવા માટે અને ફેશિયલ દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ પણ કરી શકાય છે. ચોખાના લોટમાં એલોવેરા મિક્સ કરીને આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો. ત્યાર પછી ચહેરાને હળવા હાથે મસાજ કરીને પેસ્ટને દૂર કરો અને ચહેરાને પાણીથી જોવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More