2019ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં આ સૌથી ઘાતક આતંકી હુમલો છે. આ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. સેનાએ આતંકીઓની શોધ શરૂ કરી દીધી છે. લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉચ્ચ સ્તરીય બેઠક માટે પહોંચી રહ્યા છે.
કર્ણાટકના શિવમોગાના મંજૂનાથનું હુમલામાં મોત થયું હતું. મંજૂનાથ પરિવાર સાથે રજાનો આનંદ માણવા પહેલગામ પહોંચ્યા હતા, તેમની સાથે પત્ની અને પુત્ર પણ હતો. મંજૂનાથ તો હુમલામાં માર્યા ગયા ગતા. પરંતુ બચી ગયેલી પત્ની પલ્લવીએ આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું કે અમે ત્રણ લોકો હતા. આ હુમલો બપોરે આશરે દોઢ વાગ્યા આસપાસ થયો હતો. મારી સામે જ મારા પતિએ જીવ ગુમાવ્યો, આતંકીઓ હિન્દુઓને શોધી શોધીને ટાર્ગેટ કરી રહ્યા હતા. મે એક હુમલાખોર આતંકીને કહ્યું હતું કે મારા પતિને તો તે મારી નાખ્યો છે મને પણ મારી નાખ તો આતંકીએ મને કહ્યું હતું કે હું તને નહીં મારું જા મોદીને આ હુમલાની વાત જણાવજે. બાદમાં હુમલાખોર ભાગી ગયો હતો અને કેટલાક સ્થાનિક લોકો અમારી મદદ માટે દોડી આવ્યા હતા.
મિની સ્વિત્ઝર્લેન્ડ બન્યું નિશાન
અધિકારીઓએ જણાવ્યું કે પ્રવાસીઓ પર આતંકી હુમલો બપોરે 3 વાગ્યાની આસપાસ બેસરન ખીણમાં થયો હતો, જ્યાં લીલા ઘાસના મેદાનો છે. તેમને 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' પણ કહેવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સશસ્ત્ર આતંકવાદીઓ બેસરન ખીણમાં પર્વત પરથી નીચે આવ્યા અને ઘોડાઓ પર સવારી કરતા કરતા ટૂરિસ્ટો અને ખાવા-પીવાની જગ્યા અને પિકનિકર્સ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
5 આતંકવાદીઓ હતા
આતંકવાદીઓ સૈનિકો અને પોલીસ જેવા યુનિફોર્મમાં હતા. આ હુમલામાં પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. કેટલાક ઘોડાઓને પણ ગોળી વાગી છે. લોકોએ કહ્યું છે કે આતંકવાદીઓની સંખ્યા 5 હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. TRF એ પોતાના એક પેજના સંદેશમાં એવું પણ લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં બિન-સ્થાનિક લોકોને સ્થાયી કરવામાં આવી રહ્યા છે. અહીં ગેરકાયદેસર રીતે સ્થાયી થવાનો પ્રયાસ કરનારા બહારના લોકો સામે પણ આવી જ હિંસા આચરવામાં આવશે.
હેલ્પલાઇન શરૂ
સ્થાનિક પ્રશાસને શ્રીનગરમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છ અને લોકોની મદદ માટે ફોન નંબર પણ જાહેર કર્યા છે. આ છે 0194-2457543, 0194-2483651 અને મોબાઈલ નંબર 7006058623 પણ આપવામાં આવ્યો છે.
હાઈ એલર્ટ જાહેર
અધિકારીઓએ જણાવ્યું કે હુમલા બાદ તરત જ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ, IB ચીફ, CRPF અને BSF DG, આર્મીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ તરત જ ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ ગયા. તેમના સિવાય અન્ય તમામ સુરક્ષા દળોના વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય, સેના, બીએસએફ, સીઆરપીએફ અને આઈબીના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
વિસ્તારમાં ઘેરાબંધી શરૂ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું છે. આ આતંકી હુમલા બાદ સેનાના નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમાર દિલ્હીથી જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે આ હુમલો થયો ત્યારે લેફ્ટનન્ટ જનરલ એમ.વી. સુચિન્દ્ર કુમાર દિલ્હીમાં હતા. તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા.
'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ લીધી જવાબદારી
જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ આતંકવાદી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ તપાસ કરવામાં આવી રહી છે કે આની પાછળ TRF છે કે લશ્કર કે અન્ય કોઈ. TRF એ પોતાના એક પેજના સંદેશમાં એવું પણ લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં બિન-સ્થાનિક લોકોને સ્થાયી કરવામાં આવી રહ્યા છે. અહીં ગેરકાયદેસર રીતે સ્થાયી થવાનો પ્રયાસ કરનારા બહારના લોકો સામે પણ આવી જ હિંસા આચરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં હુમલો થયો હતો. ત્યાં કોઈ રસ્તો નથી. ત્યાં પગપાળા અને ખચ્ચર દ્વારા જ જઈ શકાય છે.
આર્મી વર્ધીમાં હતા આતંકી
પ્રવાસીઓ પર આ આતંકવાદી હુમલો મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે બેસરન વિસ્તારમાં થયો હતો, જેમને મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ બેસરન ઘાટીના પર્વત પરથી નીચે આવ્યા અને ત્યાં ઘોડા પર સવાર પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. તે આર્મી યુનિફોર્મમાં હતા. હુમલામાં કેટલાક સ્થાનિક લોકો અને ઘોડાઓને પણ ગોળી વાગી હતી.
સૂત્રોનું કહેવું છે કે હુમલામાં પતિને ગુમાવનાર મહિલાનો દાવો છે કે તેમના ધર્મ વિશે પૂછવા પર આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી હતી. 3 જુલાઈએ પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા આ હુમલો પૂર્વ આયોજિત હોવાનું જણાય છે. એજન્સીઓ માને છે કે હુમલા પહેલા આ વિસ્તારમાં ફરી તપાસ કરવામાં આવી હતી. આતંકીઓએ જાણી લીધું છે કે અહીં કેટલી ફોર્સ તૈનાત છે. પછી તક જોઈને તેમણે લોકોને નિશાન બનાવ્યા.
આ હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવનારા અને બચી ગયેલા કેટલાક પર્યટકોને આંખોમાં આંસુ સાથે ઘટનાનું વર્ણન કર્યું હતું અને વીડિયો બનાવી આપવીતી વર્ણવી હતી. સોશિયલ મીડિયા પર આ કરૂણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક પર્યટકોએ જણાવ્યું હતું કે હુમાલાખોર આતંકીઓમાંથી કેટલાક અમારી પાસે આવ્યા અને અમને નામ, ઘર્મ વગેરે પુછવા લાગ્યા . અમારી પાસેથી માહિતી લીધા બાદ ગોળીબાર કરી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે