Home> LifeStyle
Advertisement
Prev
Next

Bajra Roti: ચોમાસામાં ખાવા લાગો આ લોટની રોટલી, ઝડપથી ઓછી થશે પેટની ચરબી, શરીર પણ રહેશે તંદુરસ્ત

Bajra Roti Benefits: ચોમાસામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. આ સમયે ઝડપથી વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલી ખાવાનું છોડી સવારે અને સાંજે બાજરાની રોટલી 2-2 ખાવાનું શરુ કરી દો. રિઝલ્ટ ઝડપથી જોવા મળશે. 
 

Bajra Roti: ચોમાસામાં ખાવા લાગો આ લોટની રોટલી, ઝડપથી ઓછી થશે પેટની ચરબી, શરીર પણ રહેશે તંદુરસ્ત

Bajra Roti Benefits: ખરાબ આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે વધારે વજન સામાન્ય સમસ્યા બની ચૂક્યું છે. શરીરનું વજન વધી જાય તો ફક્ત દેખાવ બગડે છે એવું નથી વધારે વજનના કારણે શરીર ગંભીર બીમારીઓનું ઘર પણ બની શકે છે. જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમને હજુ સુધી રીઝલ્ટ મળ્યું નથી. તો એક વખત આ ઉપાય પણ ટ્રાય કરી જુઓ. 

fallbacks

જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો ખાવા પીવાની આદતોમાં ફેરફાર કરો. ખાસ કરીને આ ઋતુ દરમિયાન વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલી ખાવાનું છોડી અને સવારે તેમજ સાંજે બાજરાની રોટલી ખાવાનું શરૂ કરો. 

આ પણ વાંચો: કારેલાની કડવાશ દુર કરવાની 5 ટીપ્સ, ફોલો કરશો તો કારેલાનું શાક કડવું નહીં લાગે

હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકો પેટની ચરબી ઘટાડવા માંગે છે તેમણે ઘઉંના લોટની રોટલી ખાવાનું છોડીને બાજરાના લોટની રોટલી ખાવી જોઈએ. બાજરો લો ગ્લાઇસેમિક અનાજ છે, બાજરામાં ફાઇબર વધારે હોય છે અને બાજરો ગ્લુટન ફ્રી અનાજ છે જેના કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે પરિણામે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે 

આ પણ વાંચો: હાથ-પગ પર જામેલો મેલ દુર કરવા આ રીતે યુઝ કરો ચણાનો લોટ, સ્કિન દેખાશે ક્લીન

એક્સપર્ટ અનુસાર બાજરો એવું અનાજ છે જેમાં ઘઉં અને ચોખા કરતા વધારે પોષક તત્વો હોય છે બાજરો શરીરને એનર્જી પણ આપે છે અને પોષણ પણ પૂરું પાડે છે. ચોમાસામાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જાય છે આ સિઝનમાં બાજરો ખાઈ શકાય છે. જે લોકોએ ચરબી ઝડપથી ઓછી કરવી હોય તેમણે બપોરે અને રાત્રે જમતી વખતે બાજરાની બે રોટલી ખાવી જોઈએ. બે રોટલી ખાવાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વ પણ મળશે અને મેટાબોલિઝમ બુસ્ટ પણ થશે. 

આ પણ વાંચો: ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે ગુજરાતની આ 5 જગ્યા, અહીંનો નજારો ક્યારેય ભુલાશે નહીં

બાજરાની રોટલી ખાવાથી થતા ફાયદા 

- ઘઉંમાં ગ્લુટનનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે પેટ ફુલવા જેવી સમસ્યા થઈ શકે છે જેની સામે બાજરો ગ્લુટન ફ્રી હોય છે અને તેનાથી પેટ ફુલતું નથી. 

- બાજરો મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે. 

આ પણ વાંચો: Storage Hacks: આ રીતે રાખશો તો ફ્રીજમાં મહિના સુધી ફ્રેશ રહેશે મીઠા લીમડાના પાન

- બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં ફેટ બર્નિંગ પ્રોસેસને એક્ટિવ કરે છે જેના કારણે ચરબી જામતી નથી. 

- બાજરો લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અનાજ છે. તે ધીરે ધીરે પચે છે જેના કારણે બ્લડ સુગર સ્પાઇક થતું નથી. 

- બાજરો શરીરમાં ફેટ સ્ટોર કરવાને બદલે તેને એનર્જીમાં બદલવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More