Home> LifeStyle
Advertisement
Prev
Next

Curd for Weight Loss: દહીંમાં આ 2 વસ્તુ મિક્સ કરી રોજ ખાવા લાગો, શરીરમાં જામેલું વધારાનું ફેટ ઝડપથી ઓછું થશે

Curd for Weight Loss: દહીં આપણા ઘરમાં રોજ ઉપયોગમાં લેવાય છે. આ દહીંમાં જો તમે 2 મસાલા ઉમેરીને ખાવાનું શરુ કરશો તો શરીરમાં જામેલું એક્સ્ટ્રા ફેટ ઓગળવા લાગશે. ચાલો તમને જણાવીએ આ 2 વસ્તુઓ કઈ છે જે વજન ઘટાડવામાં જાદૂની જેમ અસર કરે છે.

Curd for Weight Loss: દહીંમાં આ 2 વસ્તુ મિક્સ કરી રોજ ખાવા લાગો, શરીરમાં જામેલું વધારાનું ફેટ ઝડપથી ઓછું થશે

Curd for Weight Loss: જે લોકોનું વજન બેઠાડું જીવનશૈલી અને અનહેલ્ધી આહારના કારણે વધી ગયું હોય છે તેઓ વજન ઘટાડવા માટે અલગ અલગ ટ્રેન્ડ ફોલો કરતા હોય છે. ઘણા લોકો જીમમાં મહેનત કરે છે તો ઘણા લોકો ડાયટિંગ પર ફોકસ કરે છે. પરંતુ વધેલા વજનને તમે કોઈપણ પ્રકારની મહેનત વિના રસોડામાં રાખેલી 3 વસ્તુની મદદથી પણ ઘટાડી શકો છો. શરીરમાં જામેલા એક્સ્ટ્રા ફેટને દૂર કરવા માટે દહીં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રસોડામાં રહેલા બે મસાલા દહીંમાં ઉમેરીને ખાવાનું શરૂ કરશો તો શરીરની મેટાબોલિઝમ પ્રક્રિયા ઝડપી થઈ જશે. જેના કારણે ફેટ બર્નિગ નેચરલ રીતે શરૂ થઈ જાય છે. 

fallbacks

આ પણ વાંચો: તડકાના કારણે કાળી પડેલી ગરદનને ગોરી કરી દેશે દહીં, ફટકડી અને બટેટા, આ રીતે કરો ઉપયોગ

આ ઘરેલું નુસખો વજન ઘટાડવામાં મદદ કરવાની સાથે જ પાચન પણ સુધારે છે અને ભૂખને કંટ્રોલ કરે છે. દહીંમાં આ બે વસ્તુ ઉમેરીને ખાવાથી શરીર અંદરથી ડીટોક્ષ પણ થાય છે. દહીંમાં રહેલા પ્રોટીન અને પ્રોબાયોટિક ફેટ કટર તરીકે કામ કરે છે. દહીંને ફેટ કટર બનાવવું હોય તો તેમાં સંચળ અને કાળા મરી ઉમેરવાના હોય છે. 

આ પણ વાંચો: ઉનાળામાં રોજ પીવો આ 4 ડ્રિંક્સ, બરફ ઓગળે એમ ઓગળવા લાગશે શરીરમાં જામેલી ચરબી

દહીં એક હાઈ પ્રોટીન અને પ્રોબાયોટિક ફૂડ છે જે પાચનને સુધારે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. દહીંનું સેવન કરવાથી ફેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને અનહેલ્ધી સ્નેકિંગની ક્રેવિંગ ઘટી જાય છે. 

કાળા મરી અને સંચળથી થતા લાભ 

આ પણ વાંચો: ઉનાળામાં આ રીતે કરો મુલતાની માટીનો ઉપયોગ, સ્કિન કેર માટે બીજું કંઈ જ કરવું નહીં પડે

સંચળમાં એવા મિનરલ્સ હોય છે જે શરીરના ડિટોક્ષ કરે છે અને પાણીનું બેલેન્સ જાળવી રાખે છે. કાળા મરીમાં પેપરીન નામનું તત્વ હોય છે જે ફેટ સેલ્સને બ્રેક કરે છે અને મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. 

આ પણ વાંચો: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી સ્કિન પર લગાડો, ફેશિયલ હેર દુર કરવાનો અસરકારક ઉપાય

કેવી રીતે ખાવું નહીં ?

એક વાટકીમાં તાજુ દહીં લેવું અને તેમાં ચપટી સંચળ અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરો. આ દહીં બપોરે જમ્યા પહેલા અથવા તો સવારે નાસ્તા પહેલા ખાઈ લેવું. તમે ઈચ્છો તો આ દહીંમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે આ રીતે દહીં દિવસમાં એક વખત જ ખાવું અને એક વાટકીથી વધારે માત્રામાં ન લેવું. નહીં તો પેટમાં બળતરા થઈ શકે છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર કે અલ્સર જેવી બીમારીના દર્દીએ આ રીતે દહીં ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More