Home> World
Advertisement
Prev
Next

પહેલગામ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર હવે અમેરિકાના રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારત અને પાકિસ્તાન વિશે શું કહ્યું તે ખાસ જાણો. 

પહેલગામ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Donald Trump on Pahalgam Terror Attack: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે અને તેને એક ખરાબ હુમલો ગણાવ્યો છે. રોમ જતી વખતે એરફોર્સ વન વિમાનમાં એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો તેને પરસ્પર ઉકેલી લેશે. અત્રે જણાવવાનું કે 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં આતંકીઓએ 26થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

fallbacks

હું ભારત-પાકિસ્તાનની નીકટ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું ભારતની ખુબ જ નજીક છું અને પાકિસ્તાનની પણ નજીક છું. કાશ્મીરમાં તેઓ એક હજાર  વર્ષથી લડી રહ્યા છે. કાશ્મીર એક હજાર વર્ષથી ચાલી રહ્યું છે. કદાચ તેના કરતા પણ વધુ સમયથી. તે એક ખરાબ હુમલો હતો. તેમણે વધુમાં કહ્યું કે તે સરહદ પર 1500 વર્ષથી તણાવ છે. આ હંમેશાથી એવું જ રહ્યું છે. પરંતુ મને વિશ્વાસ છે કે કોઈને કોઈ રીતે તેનો ઉકેલ આવી જશે. હું બંને નેતાઓને ઓળખું છું. પાકિસ્તાન અને ભારત વચ્ચે ખુબ તણાવ છે અને હંમેશાથી રહ્યો છે. 

પુલવામા બાદ સૌથી મોટો આતંકી હુમલો
અત્રે જણાવવાનું કે 22 એપ્રિલના રોજ  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં 26થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મોટાભાગના પર્યટકો હતા. આ હુમલો 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંથી એક છે. હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં ભર્યા છે. જેમાં સિંધુ જળ સંધિને સસ્પેન્ડ  કરવી, અટારી ચોકી બંધ કરવી વગેરે સામેલ છે. આ ઉપરાંત બીએસએફએ અટારી વાઘા બોર્ડર પર થનારી રિટ્રીટ સમારોહને પણ મહદઅંશે નાની કરવાનો નિર્ણય લીધો છે. 

ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવા પણ તત્કાળ પ્રભાવથી બંધ કરી છે. હુમલા પર દેશવ્યાપી આક્રોશ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે પહેલગામના હત્યારાઓનો દુનિયાના અંત સુધી પીછો કરાશે અને તેમને દરેક આતંકવાદી અને તેમના સમર્થકોની ઓળખ કરીને, તેમની  ભાળ મેળવીને તેમને સજા આપવાનું પણ વચન આપ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More