Get Rid of Flies and Mosquitoes: ઉનાળાની શરૂઆત થાય એટલે ઘરમાં માખી, મચ્છર, કીડીઓ પણ વધવા લાગે છે. ઘરમાં જો આખો દિવસ માખી ઉડતી હોય તે જોઈને પણ ચીતરી ચઢી જાય છે. ખાવા-પીવાની વસ્તુઓને પણ માખી ખરાબ કરે છે. સાથે જ કીડી પણ ઉનાળામાં વધારે પ્રમાણમાં નીકળતી હોય છે.
આ પણ વાંચો: ઘરે આઈસક્રીમ જેવું ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં જામશે, આ ટીપ્સ ફોલો કરવાનું શરુ કરી દો
ઘરમાં આવા જીવજંતુઓ ઘરમાં ન આવે તે માટે કેમિકલ ક્લિનરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ક્લીનરની સુગંધ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જ તેની અસર રહે છે. ત્યાર પછી ફરીથી માખી ઘરમાં ફરવા લાગે છે. આ સ્થિતિમાં જો તમે ઘરમાંથી માખી અને મચ્છરનો ત્રાસ ઓછો કરવા માંગો છો તો આજે તમને બે એવી વસ્તુ વિશે જણાવીએ જે કોઈપણ પ્રકારની મહેનત વિના તમારું કામ કરી દેશે.
આ પણ વાંચો: આ 2 વસ્તુ ઉમેરી લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ખાવા માટે શાકની જરૂર નહીં પડે
માખી અને મચ્છરને ઘરમાંથી ભગાડવા હોય તો લીંબુ અને ફટકડી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. લીંબુનો રસ અને ફટકડી એન્ટિબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેના આ ગુણ મચ્છર માખી સહિતના જીવજંતુઓથી ઘરને મુક્તિ અપાવવામાં મદદ કરે છે. લીંબુમાં એસિડિક ગુણ પણ હોય છે જે માખી અને મચ્છરને ઘરથી દૂર રાખવામાં કારગર સાબિત થાય છે. ફટકડીથી નાના-નાના જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય
આ બંને વસ્તુનો ઉપયોગ કરવો હોય તો જ્યારે ઘરમાં પોતું કરો ત્યારે તે પાણીને હુંફાળું ગરમ કરી લેવું. આ પાણીમાં લીંબુનો રસ અને ફટકડીનો પાવડર સારી રીતે મિક્સ કરી દો. હવે આ પાણીની મદદથી ઘરમાં પોતા કરો. જો માખી અને જીવજંતુઓ વધારે હોય તો દિવસમાં 2 વખત આ પાણીથી પોતું કરી લેવું.
આ પણ વાંચો: ત્વચાનો મેલ, ડેડ સ્કિન દુર કરશે ચોખાનો લોટ, નેચરલ ગ્લો વધારવા આ 3 રીતે ઉપયોગ કરો
નિયમિત રીતે ઘરમાં આ પાણીનો પોતું કરશો એટલે માખી-મચ્છર અને જીવજંતુઓ છુમંતર થવા લાગશે. જો ઘરમાં વંદા વધારે નીકળતા હોય તો થોડા પાણીમાં ફટકડી અને લીંબુ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી તેને પણ ઘરમાં અલગ-અલગ જગ્યાએ છાંટી દેવું. તેનાથી વંદા નીકળતા બંધ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે