Teeth Whitening Tips: પીળા દાંતના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. દાંત પીળા થઈ ગયા હોય તો ખુલીને હસી પણ શકાતું નથી અને લોકો સામે બોલવામાં પણ સંકોચ થાય છે. પીળા દાંતના કારણે આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. પીળા દાંતથી છુટકારો મેળવવો હોય તો તેનો ઉપાય આજે તમને જણાવી દઈએ. પીળા દાંતને સફેદ મોતી જેવા ચમકાવવાનું કામ બે સસ્તી વસ્તુ કરી શકે છે. અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ વસ્તુઓનો ઉપયોગ કરશો એટલે દાંત એકદમ સફેદ થઈ જશે.
આ પણ વાંચો: લીમડાના પાનની પેસ્ટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ફેસ પર, ખીલ, ડાઘની સમસ્યાથી મળશે છુટકારો
દાંત પીળા થઈ જવાનું કારણ
દાંત પીળા થઈ જાય તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોઈ શકે છે. જેમ કે જે લોકો વધારે ચા કે કોફી પીતા હોય તેમના દાંત પીળા થઈ જાય છે. આ સિવાય વ્યસનના કારણે પણ દાંત ખરાબ થઈ જતા હોય છે.. ઘણી વખત જેનેટીક્સ ના કારણે પણ દાંત પીળા થઈ જાય છે. જે લોકોને ડ્રાય માઉથની સમસ્યા હોય તેમના પણ દાંત પીળા થઈ શકે છે.
આ પણ વાંચો: બાળકને આપી શકાય એવી સોનાની વસ્તુઓની લેટેસ્ટ ડિઝાઈન, 1 થી 3 ગ્રામના વજનની ક્યુટ ગિફ્ટ
ટુથપેસ્ટ અને બેકિંગ સોડા
દાંત પીળા થઈ ગયા હોય તો તેની ઉપરનું પીળું પડ દૂર કરવા માટે ટૂથપેસ્ટમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરી તેનાથી બ્રશ કરો. બેકિંગ સોડાથી નિયમિત બ્રશ કરવું નહીં. સપ્તાહમાં બે વખત ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરીને દાંત સાફ કરવા. બેકિંગ સોડા અને ટૂથપેસ્ટ ને મિક્સ કરીને દાંત સાફ કરશો એટલે થોડા દિવસમાં જ દાંત સાફ થવા લાગશે.
આ પણ વાંચો: આ સ્ટેપ ફોલો કરી ઘરે આરામથી દુર કરી શકશો નેલ એક્સટેન્શન, પાર્લર જવાની જરૂર નહીં પડે
કેળાની છાલ
દાંત ઉપર પીળું પડ ચઢી ગયું હોય તો તેને દૂર કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. પીળા દાંતને સાફ કરવા માટે કેળાની છાલનો એક ટુકડો લેવો. છાલની અંદરનો ભાગ જે સફેદ હોય તેને દાંત ઉપર ઘસો. કેળાની છાલથી દાંતની સફાઈ કરવાથી પણ દાંત સફેદ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે