Home> LifeStyle
Advertisement
Prev
Next

સવારે ઉઠી 15 મિનિટ કરો આ કામ, શરીરને મળશે જોરદાર ફાયદા, આસપાસ નહીં ફરકે કોઈ બીમારી

સવારનો હળવો તડકો અને શાંત વાતાવરણ શાંતિ આપે છે. તેવામાં જો તમે સવારે માત્ર 15 મિનિટ સુધી વોક કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળશે.
 

 સવારે ઉઠી 15 મિનિટ કરો આ કામ, શરીરને મળશે જોરદાર ફાયદા, આસપાસ નહીં ફરકે કોઈ બીમારી

Health News: સવારનો સમય તાજગીથી ભરપૂર હોય છે, જે દિવસની શરૂઆતને સકારાત્મક બનાવે છે. સવારનો તડકો અને શાંત વાતાવરણ શાંતિ આપે છે. તેવામાં જો તમે સવારે માત્ર 15 મિનિટ વોક કરો તો તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળશે. સવારે નિયમિત વ્યાયામ એક સારી રીત છે જે તમારી શારીરિક અને માનસિક હેલ્થને સારી બનાવવામાં મદદ કરે છે.

fallbacks

સવારની વોકના ફાયદા
હ્રદયના સ્વાસ્થ્યમાં સુધારઃ સવારે દરરોજ ચાલવાથી હ્રદયના સ્વાસ્થ્યને ફાયદો થાય છે, તે બ્લડ પ્રેશર ઘટાડે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તે હૃદયના ધબકારા વધારે છે, જે બ્લડ પ્રેશર ઘટાડે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે.

વજન નિયંત્રણઃ સવારની વોક મેટાબોલિઝ્મને જલ્દી સક્રિય કરે છે, જેનાથી શરીરને આખા દિવસમાં વધુ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. સવારે ચાલવાથી કેલેરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

હાડકા બનશે મજબૂતઃ સવારની વોકથી હાડકાનું ઘનત્વ વધે છે, જેનાથી હાડકા મજબૂત થાય છે. દરરોજ સવારે વોક કરવાથી હાડકાને મજબૂતી મળે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીનું જોખમ ઘટે છે.

આ પણ વાંચોઃ યુરિક એસિડની સમસ્યા અચાનક વધારી દેશે આ 5 આદતો, નબળા પડી જશે મજબૂત હાડકા

તણાવ ઘટાડવોઃ સવારની વોક માનસિક અને શારીરિત સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક હોય છે. તે તણાવ અને ચિંતાને ઘટાડે છે, મૂડને સારો બનાવે છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે.

સવારે વોક કેમ કરવી જોઈએ
સવારની 15 મિનિટની વોક ખૂબ ફાયદાકારક હોય છે, કારણ કે તેનાથી શરીરને ઉર્જા મળે છે, મૂડમાં સુધાર થાય છે અને સવારનું હવામાન સાફ હોય છે. તે વજન ઘટાડવા, હ્રદયના સ્વાસ્થ્યમાં સુધાર કરવા અને હાડકાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More