Bengaluru Stampede : એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ તેના ઇતિહાસમાં પહેલીવાર IPL ટ્રોફી ઉપાડી તેનો આનંદ હતો અને બીજી તરફ, 4 મે 2025ના રોજ બેંગ્લોરના રસ્તાઓ પર આ જ ઉજવણી માતમમાં ફેલાઈ. ટીમની વિજય પરેડ દરમિયાન ભીડ અચાનક બેકાબૂ થઈ અને ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 33 લોકો ઘાયલ થયા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે બધા ઘાયલોની સારવાર ચાલી રહી છે અને હવે તેઓ ખતરાથી બહાર છે.
ભીડ કેવી રીતે બેકાબૂ થઈ ?
વિજય પરેડ બપોરે મેજેસ્ટિકથી શરૂ થઈને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ જવાની હતી. આયોજકોએ લગભગ 50 હજાર ચાહકોની ભીડનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ ભીડ અપેક્ષા કરતા ઘણી વધારે હતી અને સુરક્ષા ઘેરો તૂટી ગયો. RCB બસ નજીક આવતાની સાથે જ લોકો વધુ નજીક જવા માટે રેલિંગ પાર કરવા લાગ્યા. આ ધક્કામુક્કીમાં ભાગદોડે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું. પ્રત્યક્ષદર્શીઓના મતે, સાંકડો રસ્તો, કામચલાઉ બેરિકેડિંગ અને અપૂરતી પોલીસ ફોર્સને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.
વિરાટ કોહલી ટેસ્ટમાં કરશે વાપસી ! આ સમાચારે અચાનક મચાવી સનસનાટી
પોલીસની પહેલી કાર્યવાહી
ઘટના પછી તરત જ ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 304-A (બેદરકારીથી મૃત્યુ), 337 અને 338 (ગંભીર ઈજા) હેઠળ FIR નંબર 123/2025 નોંધવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં RCB ફ્રેન્ચાઇઝ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઇનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ની સમિતિઓ પર 'ગુનાહિત બેદરકારી'નો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે આયોજક કંપનીના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ઉપરાંત, કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિરાટ કોહલી સામે ફરિયાદ કેમ ?
વરિષ્ઠ સામાજિક કાર્યકર એચ. એમ. વેંકટેશે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સામે કાનૂની ફરિયાદ નોંધાવી છે. તેમની દલીલ છે કે કોહલી એક હસ્તી અને સમારોહનો 'મુખ્ય આકર્ષણ' હતો, તેથી તેણે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈતી હતી. પોલીસનું કહેવું છે કે આ ફરિયાદ હાલની FIRમાં સામેલ કરવામાં આવી છે અને કોહલીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં, વિરાટ કોહલીએ આ અંગે કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે