Weevil in Besan: વરસાદી વાતાવરણમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. તેના કારણે અલગ અલગ પ્રકારના કીડાનો ઉપદ્રવ પણ વધી જાય છે. ઘરમાં લાઈટ ચાલુ થાય તો પાંખવાળી જીવાત ઘરમાં ઘૂસી જાય છે. ચોમાસામાં માખી અને મચ્છરનો આતંક પણ વધી જાય છે.. ચોમાસા દરમિયાન આવા જીવજંતુ અનાજ અને લોટને પણ છોડતા નથી. ધનેડા સહિતની જીવાત મસાલા, અનાજ અને ખાસ તો ચણાના લોટમાં દેખાવા લાગે છે. ચણાના લોટમાં ધનેડા થવાનું જોખમ સૌથી વધારે હોય છે. આ સ્થિતિમાં ચણાના લોટમાં શું રાખવાથી ધનેડા નથી થતા આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
ચણાના લોટમાં ધનેડા ન થાય તે માટે શું કરવું?
ચણાના લોટમાંથી ધનેડા કાઢવા માટે તેમાં તમાલપત્ર રાખવું જોઈએ. તમાલપત્ર તાજુ હોય તો જરૂરી છે. કારણ કે તાજા ખબર પત્રમાંથી સુગંધ આવે છે. આ સુગંધથી કીડા દૂર ભાગી જાય છે. તમાલપત્રથી ચણાના લોટને પણ નુકસાન થતું નથી. ચણાના લોટ સિવાય મેંદો, રવો અને ઘઉંના લોટમાં પણ ચોમાસા દરમિયાન તમાલપત્ર રાખી શકાય છે.
આ પણ વાંચો: Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
ધનેડા ભગાડવાના અન્ય નુસખા
- ચણાના લોટમાં ધનેડા કે જીવાત ન થાય તે માટે લીમડાના પાન પણ તેમાં રાખી શકાય છે.
- ધનેડાથી વસ્તુને બચાવવામાં લવિંગ પણ ઉપયોગી સાબિત થાય છે. લોટની ઉપર લવિંગ રાખી દેવાથી ધનેડા ડબ્બાની આસપાસ પણ નહીં ફરકે.
આ પણ વાંચો: ચહેરા પરના અનિચ્છનીય વાળ દુર કરવાની નેચરલ રીતો, વેક્સ કે રેઝર યુઝ નહીં કરવા પડે
- ચણાના લોટના ડબ્બામાં હિંગનો ટુકડો રાખી દેવાથી પણ ધનેડા થતા નથી. હિંગ ના ટુકડાને કપડામાં બાંધી તેની પોટલી બનાવીને લોટના ડબ્બામાં રાખવી.
- કોઈ જ વસ્તુ મૂક્યા વિના ચણાનો લોટ સારો રાખવો હોય તો તેને એર ટાઈટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીજમાં રાખો.
આ પણ વાંચો: Hair Care: કોઈ કહેશે નહીં પણ આ 5 સરળ કામ કરવાથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે, કરો ટ્રાય
- આ સિવાય જ્યારે પણ ચણાનો લોટ ઉપયોગમાં લ્યો ત્યારે હાથ ભીનો ન હોય તે વાતનું ધ્યાન રાખવું.
- ચણાના લોટને કાચ અથવા પ્લાસ્ટિકના એર ટાઈટ ડબ્બામાં જ ભરવો જોઈએ. તેમાં ઝડપથી ધનેડા પડતા નથી. સ્ટીલના ડબ્બામાં રાખવાથી ધનેડા ઝડપથી ચઢી જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે