Home> Spiritual
Advertisement
Prev
Next

Shravan first Somwar: ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી

Shravan first Somwar: 28 જુલાઈના રોજ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. શ્રાવણ મહિનાના સોમવારે ખાસ ઉપાય કરવામાં આવે તો અનેક સમસ્યાથી મુક્તિ મળી શકે છે. આવા જ ચમત્કારી અને સરળ ઉપાયો વિશે આજે જાણીએ.
 

Shravan first Somwar: ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી

Shravan first Somwar: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને મહાદેવને આ મહિનો અત્યંત પ્રિય પણ છે.. માન્યતા છે કે શ્રાવણ મહિનાથી લઈને કારતક મહિના સુધી સૃષ્ટિનું સંચાલન મહાદેવ સ્વયં કરે છે તેથી આ સમય દરમિયાન તેમની પૂજા અર્ચના કરવી અત્યંત ફળદાયી હોય છે. આજે એટલે કે 28 જુલાઈએ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભોળાનાથની ભક્તિમાં ભક્તો લીન જોવા મળે છે. આજે તમને સોમવારે કરવાના કેટલાક ખાસ ઉપાય વિશે જણાવીએ જેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી જીવનની ઘણી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Saptahik Rashifal: આ અઠવાડિયે ધન લાભની તકો પ્રાપ્ત થશે, સુખ-સમૃદ્ધિના યોગ બનશે

આજના સમયમાં  લોકોના જીવનની મોટામાં મોટી સમસ્યા ધનની હોય છે.. અનેક લોકો એવા હશે જે જીવનમાં ધન સંબંધિત પરેશાનીથી ત્રસ્ત હશે અને તેને દૂર કરવાના ઉપાયો શોધતા હોય છે. જીવનમાં આર્થિક સમસ્યા રહેતી હોય તો શ્રાવણ મહિનાના સોમવારે આ મહાઉપાય કરવો જોઈએ. 

આ પણ વાંચો: આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે

જીવનમાં દરેક વ્યક્તિને ધનની જરૂર હોય છે. પરંતુ ઘણા લોકો દિવસ રાત મહેનત કરે તો પણ ધનનો અભાવ રહે છે. આવા લોકોએ શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરવો.. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાના સોમવારે ખાસ અને શક્ય હોય તો શ્રાવણ મહિનામાં રોજ મહાદેવના મંદિરમાં સાંજના સમયે દીવો કરવા જવું. એવું માનવામાં આવે છે કે આ માસ દરમિયાન ભગવાન શિવના ચરણોમાં ધનના દેવતા કુબેરે દીવો કર્યો હતો જેના કારણે જ શિવ કૃપા થઈ અને તેઓ ધનના દેવતા કુબેર બની ગયા. સાંજના સમયે મહાદેવના મંદિરમાં કોઈપણ તેલનો દીવો કરી શકાય છે.. શ્રાવણ મહિનામાં આ ઉપાય કરનારના જીવનમાં ધનની ખામી રહેતી નથી. 

આ પણ વાંચો: શિવ પૂજા કર્યા પછી મંદિરમાં 3 તાળી વગાડવી જરૂરી, જાણો 3 તાળીનું મહત્વ અને સાચી રીત

શ્રાવણ મહિનાના અન્ય ઉપાય 

- શ્રાવણ મહિનામાં અન્ય કેટલાક ઉપાય કરવાથી પણ જીવનની સમસ્યાથી છુટકારો મળી શકે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરી ઘરે મહામૃત્યુંજય યંત્ર સ્થાપિત કરો. 

- ધન સંબંધિત સમસ્યાથી છુટકારો પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં ચાંદીથી બનેલી નંદી ઘરે લઈ આવો. ભગવાન શિવની સવારી નદીને ઘરમાં સ્થાપિત કરવાથી જીવનની બધી જ સમસ્યાથી મુક્તિ મળી શકે છે. 

આ પણ વાંચો: Money: કયા કારણોસર અટકી જાય છે બરકત ? જાણો રુઠેલી લક્ષ્મીને મનાવવાના સરળ ઉપાયો

- શ્રાવણ મહિનામાં ઘરમાં પારદ શિવલિંગ લાવવું પણ શુભ હોય છે. શ્રાવણ મહિનાના કોઈપણ દિવસે ઘરે પારદ શિવલિંગની સ્થાપના કરી શકાય છે. 

- જીવનમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે શ્રાવણ મહિનામાં ઘરે ડમરું લઈ આવો. ત્યાર પછી રોજ ભગવાન શિવની પૂજા કરો ત્યારે ડમરું વગાડવો. ડમરુંના અવાજથી વાસ્તુદોષ પણ દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More