Home> LifeStyle
Advertisement
Prev
Next

યુવતીઓને કેમ પસંદ આવે છે દાઢીવાળા પુરુષ? Good Looks નહીં, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Why Women Like Bearded Men: ઘણીવાર એવું જોવા મળે છે કે, છોકરીઓ દાઢીવાળા પુરુષો માટે ક્રેઝી હોય છે. આની પાછળ જરૂર તમને ગુડ લુક લાગતું હશે, જ્યારે આનાથી મોટું બીજું કારણ છે. જે ક્લીન શેવ અને દાઢીના દેખાવને લઈને રિસર્ચમાં બહાર આવ્યું છે. શક્ય છે કે આ જાણ્યા પછી તમને વિશ્વાસ પણ ન આવે.

યુવતીઓને કેમ પસંદ આવે છે દાઢીવાળા પુરુષ? Good Looks નહીં, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Why Women Like Bearded Men: આ દુનિયામાં પહેલાં મોટાભાગના પુરૂષો દાઢી રાખવાનું પસંદ કરતા હતા, પરંતુ જેમ-જેમ સમય બદલાયો તેમ-તેમ તેઓ ક્લીન શેવ કરેલા જોવા મળ્યા. હવે ફરી એકવાર લોકોમાં દાઢી રાખવાનું ચલણ વધ્યું છે. જો કે, દાઢી રાખવી કે ક્લીન-શેવ રહેવું તે અંગે હજુ પણ મૂંઝવણ છે. દેખાવને લઈને બન્નેની પોતપોતાની દલીલો છે. જો કે, હોલિવૂડ કે બોલિવૂડના હીરો મોટાભાગે ક્લીન શેવન કરતા જોવા મળે છે, પરંતુ આજકાલ ઘણી ફિલ્મોની રિલીઝને કારણે દાઢીનો લુક છોકરીઓની પસંદ છે.

fallbacks

તમને શું લાગે છે, દાઢી રાખવાથી પુરુષો ગુડ લુકિંગ લાગે છે, તેથી જ છોકરીઓ તેમને પસંદ કરે છે. કદાચ, આ સાચું નથી કારણ કે ક્લીન શેવ અને બિયર્ડ લુક પર કરવામાં આવેલા રિસર્ચમાં બીજું કારણ બહાર આવ્યું છે. જે પ્રેમ, રોમાન્સ અને વિશ્વાસ સાથે સંબંધિત છે, આ જાણ્યા પછી તમે વિચારવા લાગશો કે ખરેખર આવું થાય છે.

નીચભંગ રાજયોગથી આ 3 રાશિના જાતકો થશે માલામાલ, કરિયરમાં મળશે અપાર સફળતા!

શું કહે છે રિસર્ચ?
વાસ્તવમાં આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયરના એક રિપોર્ટ અનુસાર, દાઢીવાળા પુરુષો નવા જીવનસાથીની શોધમાં રહેતા નથી. તેમની પાસે જે કંઈ છે તે તેઓ પોતાની સાથે રાખે છે. જ્યારે ક્લીન શેવ પુરુષો વધુ સાથીની શોધ કરતા હોય છે. તેથી જ યુવતીઓને ક્લીન શેવને બદલે દાઢીવાળા પુરૂષો પર વધુ વિશ્વાસ કરે છે.

કેટલા લોકો પર કરાઈ સ્ટડી
સ્ટડીમાં 18 થી 40 વર્ષની વયના 414 પુરુષોનો સમાવેશ થાય છે અને તેમના ચેહરા પર વાળ વધવાની અસરને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું હતું કે, જે પુરુષોના ચહેરા પર વાળ વધુ હોય છે તેઓ રોમેન્ટિક અને ફેમિલી બન્ને રીતે ઈન્વેસ્ટ કરવા માટે ઈચ્છુક  હોય છે. પરિવારની સંભાળને પોતાનીજવાબદારી સમજે છે.

52 વર્ષની ઉંમરે પણ આ એક્ટ્રેસ છે હુસ્ન કી મલ્લીકા, બોલ્ડનેસમાં મલાઈકા અરોડાને પણ આપે છે માત

એટલા માટે ખાસ છે દાઢીવાળા પુરુષો
સ્ટડીમાં આ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે, ચહેરાના વધારાના વાળને સ્વચ્છ અને મેન્ટેન રાખવા માટે ઘણા એફર્ટ લગાવવા પડે છે. ચહેરાના વાળની દરરોજ ​​સંભાળ માટે સમય, પ્રયત્ન અને સંસાધનોની જરૂર પડે છે. આમ, ચહેરા પર વધતા વાળની ઇન્સ્પિરેશન લોકોની સામે અલગ અને જવાબદાર દેખાવામાં મદદ કરે છે.

3000 હજારમાં આખું વર્ષ અને 30000 હજારમાં 'લાઈફસ્ટામ પાસ' જાણો શું છે આ યોજના?

વધુ સંશોધન છે જરૂરત
જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુરુષોમાં ચહેરાના વાળ વધવાની અસર પર આ પહેલો અભ્યાસ છે. ચહેરાના વાળના પ્રકારોના સ્પેક્ટ્રમની તપાસ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. કારણ કે આમાં માત્ર સ્વચ્છ ત્વચા અને હળવા વાળની ​​અસર તપાસવામાં આવી છે. જો કે, તે સ્પષ્ટ છે કે ચહેરા પર વધુ વાળ હોવાનો ઉપયોગ પુરુષો દ્વારા અન્ય લોકોને જણાવવા માટે કરવામાં આવે છે કે તેમનો સામાજિક ઉદ્દેશ્ય રોમેન્ટિક સંબંધો અને કુટુંબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More