Home> LifeStyle
Advertisement
Prev
Next

World Hypertension Day: સિગારેટ પીતા લોકોનો સૌથી વધુ મોતનું જોખમ, જાણો કમરની સાઈઝ અને બ્લડ પ્રેશર વચ્ચે શું છે સંબંધ

આજે વર્લ્ડ હાઈપરટેન્શન ડે: આપણાં દરેકને કોઈકને કોઈક વાતની નાની-મોટી ચિંતા કે ટેન્શન જરૂર હોય છે. કોઈને નોકરી અને કામનું ટેન્શન હોય છે, તો કોઈની પાસે નોકરી ના હોય તેનું ટેન્શન હોય છે. કોઈને
લગ્ન કરવાનું ટેન્શન હોય છે તો કોઈને લગ્ન થાય પછીની સમસ્યાઓનું ટેન્શન હોય છે. એવામાં એ ટેન્શનનું સ્તર જ્યારે વધે ત્યારે તે હાઈપરટેન્શનમાં પરિણમે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે.

World Hypertension Day: સિગારેટ પીતા લોકોનો સૌથી વધુ મોતનું જોખમ, જાણો કમરની સાઈઝ અને બ્લડ પ્રેશર વચ્ચે શું છે સંબંધ

બ્યૂરો, અમદાવાદઃ આજે વર્લ્ડ હાઈપરટેન્શન ડે: આપણાં દરેકને કોઈકને કોઈક વાતની નાની-મોટી ચિંતા કે ટેન્શન જરૂર હોય છે. કોઈને નોકરી અને કામનું ટેન્શન હોય છે, તો કોઈની પાસે નોકરી ના હોય તેનું ટેન્શન હોય છે. કોઈને લગ્ન કરવાનું ટેન્શન હોય છે તો કોઈને લગ્ન થાય પછીની સમસ્યાઓનું ટેન્શન હોય છે. એવામાં એ ટેન્શનનું સ્તર જ્યારે વધે ત્યારે તે હાઈપરટેન્શનમાં પરિણમે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે.

fallbacks

કોઈપણ પ્રકારની ચિંતા કે ટેન્શનમાં આવેલી કેટલીક વ્યક્તિ વ્યસનનો સહારો લેતી હોય છે. કોઈ સિગારેટ પીવે છે તો કોઈ દારૂનું સેવન કરે છે. જોકે, આ પ્રકારના વ્યસનોનું સેવન કરવાથી કયારેય ટેન્શન ઓછું થતું નથી. ઉલ્ટાનો ટેન્શનમાં વધારો થાય છે. હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવું હોય તો સિગારેટ અને મીઠાંનાં સેવનથી દૂર રહેવું જોઈએ તેવું નિષ્ણાંતો જણાવે છે. 

WHOના આંકડા પ્રમાણે, 2015માં આશરે 113 કરોડ લોકો હાઈપરટેન્શનથી પીડિત હતા. વર્ષ 2025 સુધી દુનિયાના 29% લોકો તેનાથી પીડિત થઈ શકે છે. આ બીમારી હૃદય સંબંધિત રોગ, સ્ટ્રોક, હાર્ટ અટેક, હાર્ટ ફેલ્યોર જેવા રોગો માટે જવાબદાર છે. આ જ કારણે દુનિયાભરના લોકો તેને સાયલન્ટ કિલર પણ કહે છે. લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ફેરફાર કરીને આ બીમારી કન્ટ્રોલ કરી શકાય છે. 

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વાતનું રાખો ખાસ ધ્યાનઃ
1) સિગારેટ પીધા પછી હૃદયનાં ધબકારાં સામાન્ય થવામાં 20 મિનિટ લાગે છે. તેથી તેને છોડવી જ યોગ્ય ગણાશે. નિકોટિન આર્ટરીઝને સંકોચી તેની દિવાલ કઠ્ઠણ બનાવી દે છે. આ સિવાય તે લોહીની ગાંઠો પણ બનાવવા લાગે છે. 

2) મેયોક્લીનિક અનુસાર, મેદસ્વિતાથી પરેશાન ઓવરવેટ વ્યક્તિ જો એક કિલો વજન ઓછું કરે છે તો બ્લડ પ્રેશર 1 mm Hg સુધી ઓછું થાય છે. બલ્ડ પ્રેશરનો સંબંધ કમરની સાઈઝ સાથે પણ છે. જો પુરુષની કમર 40 અને
મહિલાની કમર 35 ઈંચથી વધારે છે તો તેમને બ્લડ પ્રેશરનું વધારે જોખમ છે.

3) નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, જો દરરોજ 30 મિનિટનું વૉક કરવામાં આવે તો બ્લડ પ્રેશર 5થી 8 પોઈન્ટ ઘટાડી શકાય છે. જોકે વૉક સતત કરવું જોઈએ નહિ તો બ્લડ પ્રેશર ફરી વધી જાય છે.
જોગિંગ, સાઈકલિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.

4) જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર લેવલ 140/90એ પહોંચે છે તો તેને હાઈપરટેન્શન કહેવાય છે. 120/80થી 139/89 વચ્ચેનું લેવલ હોય તો તેને પ્રી હાઈપરટેન્શન કહેવાય છે. આવા લોકોને સામાન્ય લોકો કરતાં વધારે જોખમ હોય છે.

5) હાઈ બ્લડ પ્રેશર પર થયેલાં એક નવાં રિસર્ચ પ્રમાણે બંને હાથ પર રીડિંગ કરવું આવશ્યક છે. જો બંને હાથના રીડિંગમાં ફરક આવે તો હૃદય રોગનું જોખમ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના એક્સેટર મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર
ઈ ક્લાર્ક કહે છે કે ડાબા અને જમણા હાથના સિસ્ટોલિક રીડિંગ વચ્ચે 5mmનાં અંતરથી મૃત્યુનું જોખમ 5% વધી જાય છે.

6) એક યુવા વ્યક્તિએ દરરોજ ભોજનમાં 5 ગ્રામ જેટલું જ મીઠું લેવું જોઈએ. એક નાની ચમચી બરાબર મીઠાંમાં આશરે 2300 મિલીગ્રામ સોડિયમ હોય છે. ભોજનમાં સોડિયમની માત્રા ઓછી કરવાથી 5થી 6 પોઈન્ટ BP ઓછું કરી
શકાય છે.

Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણવા જેવી છે પડદા પાછળની કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More