Home> World
Advertisement
Prev
Next

Palestine રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ, કહ્યું- અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે

ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા જંગને લઈને સતત સમાચાર આવી રહ્યાં છે. આ વચ્ચે 10 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ થયો છે. તેમાં આ બાળકી રડતા રડતા દુનિયાની સામે સવાલ ઉઠાવી રહી છે. 
 

Palestine રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ, કહ્યું- અમારી સાથે કેમ આવું થઈ રહ્યું છે

નવી દિલ્હીઃ ઇઝરાયલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે આ સમયે ખુબ હિંસા ચાલી રહી છે. ઇઝરાયલ સતત પેલેસ્ટાઈન પર હુમલો કરી રહ્યું છે. તો પેલેસ્ટાઈનનું ઇસ્લામિક ચરમપંથી સંગઠન હમાસ ઇઝરાયલી હુમલાનો જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. પેલેસ્ટાઈનથી દરરોજ હિંસાના હચમચાવી નાખતા ફોટો અને વીડિયો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે એક રડતી બાળકીનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકી જે રીતે પોતાનું દુખ જણાવી રહી છે, તે દુનિયા માટે વિચારવાની વાત છે.

fallbacks

નથી જાણતી શું કરુ
ટ્વિટર પર આ વીડિયોને Barry Malone (@malonebarry) નામના એક યૂઝરે શેર કર્યો છે. આ વીડિયોમાં Nadine Abdel-Taif નામની બાળકી બોલી રહી છે, હું તેનાથી પરેશાન છું, મને ખ્યાલ નથી કે મારે શું કરવું જોઈએ, હું કંઈ કરી શકું નહીં. તમે જોઈ રહ્યાં છો (કાટમાળ તરફ ઇશારો કરતા), તમે મારી પાસે અહીં શું કરવાની આશા કરો છો? હું તેને કઈ રીતે ઠીક કરું, હું માત્ર 10 વર્ષની છું, હું તેનાથી વધુ નથી ઝઝુમી શકતી. 

ડોક્ટર બની લોકોની મદદ કરવા ઈચ્છે છે બાળકી
તે બાળકી આગળ કહે છે, હું બસ ડોક્ટર બનવા ઈચ્છુ છું જેથી હું મારા લોકોની મદદ કરી શકુ. પરંતુ હું નથી કરી શકતી. હજુ હું બાળક છું. મને તે પણ ખ્યાલ નથી કે મારે શું કરવું જોઈએ. મને ડર લાગે છે પણ એટલો વધુ નહીં. હું આવો (કાટમાળ) દરરોજ જોવ છું અને રોજ રડુ છું. ખુદને કહુ છું કે અમારી સાથે આમ કેમ થઈ રહ્યું છે? અમે તેના માટે શું કર્યું છે? મારા પરિવારજન કહે છે કે તે આપણી સાથે નફરત કરે છે. તે લોકો અમને પસંદ કરતા નથી કારણ કે આપણે મુસ્લિમ છીએ. તમે જોઈ રહ્યાં છો મારી આસપાસ બાળકો છો. તમે તેના પર મિસાઇલથી કેમ હુમલો કરો છો. તેને મારી નાખો છો. આ બરાબર નથી. 

આ વીડિયોને અત્યાર સુધી અનેક લોકો શેર કરી ચુક્યા છે અને એક કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે. મહત્વનું છે કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂએ આ મુદ્દા પર સ્પષ્ટ કહ્યુ કે, જ્યાં સુધી જરૂરી હશે, અમે સૈન્ય કાર્યવાહી જારી રાખીશું. શાંતિ સ્થાપવામાં હજુ સમય લાગશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More