Health warning about sleep : ઘણા લોકો એવા હોય છે જેમને સૂતાની સાથે જ ઊંઘ આવી જાય છે, જ્યારે ઘણા લોકો એવા હોય છે જેમને લાંબા સમય સુધી ઊંઘ આવતી નથી. તાજેતરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પથારીમાં પડતા જ 5 મિનિટમાં અથવા તેનાથી પણ ઓછા સમયમાં ઊંઘી જાય છે તેમને કેટલીક ગંભીર સમસ્યા હોઈ શકે છે.
Health warning about sleep : ઊંઘ એ એક કુદરતી, શારીરિક અને માનસિક પ્રક્રિયા છે જે શરીર અને મનને આરામ આપે છે. ઊંઘ દરમિયાન શરીર અને મગજમાં અમુક ફેરફારો થાય છે જેમ કે હૃદયના ધબકારા અને શ્વસન દરમાં ઘટાડો, સ્નાયુઓમાં આરામ અને મગજમાં વિચારવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.
ઘણા લોકો એવા હોય છે જેમને સૂતાની સાથે જ ઊંઘ આવી જાય છે, જ્યારે ઘણા લોકો એવા હોય છે જેમને લાંબા સમય સુધી ઊંઘ આવતી નથી. તાજેતરના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો પથારીમાં પડતા જ 5 મિનિટમાં અથવા તેનાથી પણ ઓછા સમયમાં ઊંઘી જાય છે તેમને કેટલીક ગંભીર સમસ્યા હોઈ શકે છે. પાંચ મિનિટમાં ઊંઘી જવું એ ઊંઘની અછતની નિશાની હોઈ શકે છે.
સ્લીપ હેલ્થ ફાઉન્ડેશન 18 થી 64 વર્ષની વયના પુખ્ત વયના લોકો માટે દરરોજ સાતથી નવ કલાકની ઊંઘની ભલામણ કરે છે. જો કે, આ હંમેશા શક્ય નથી કારણ કે પાંચમાંથી એક વ્યક્તિ પૂરતી ઊંઘ લેતો નથી.
સતત ઓછી ઊંઘ આવવી ઘણી ગંભીર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલ છે, જેમાં હૃદયરોગ, સ્ટ્રોક, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ચિંતા અને અલ્ઝાઈમરનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોએ એક સમયરેખા બનાવી છે જે બતાવે છે કે તમને ઊંઘ આવવામાં કેટલો સમય લાગે છે અને તે તમને તમારા સ્વાસ્થ્ય વિશે શું કહે છે. 5 મિનિટથી ઓછા સમયમાં ઊંઘી જવું એ ગંભીર જોખમ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ઊંઘી જવાની તંદુરસ્ત રેન્જ 5 મિનિટથી 20 મિનિટની છે.
ઝડપી ઊંઘી જવું એ નાર્કોલેપ્સી જેવી તબીબી સ્થિતિની નિશાની પણ હોઈ શકે છે અને બીજી બાજુ જો ઊંઘવામાં 20 થી 30 મિનિટથી વધુ સમય લાગે છે, તો તે અનિદ્રાની નિશાની હોઈ શકે છે. જો તમને સારી ઊંઘ લેવામાં તકલીફ પડી રહી હોય, તો નિષ્ણાતની સલાહ લેવી એ સારો વિચાર હોઈ શકે છે. તેઓ તમારી ઊંઘને અસર કરતા પરિબળોને ઓળખી અને સારવાર કરી શકે છે.
નોંધ - આ લેખ ફક્ત જાણકારીના હેતુથી લખવામાં આવ્યો છે, સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા માટે હંમેશા નિષ્ણાતની સલાહ લો.