Dark Chocolate: અનેક લોકો એવા હશે જેને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય છે. ચોકલેટમાં અલગ અલગ પ્રકારના અનેક ફ્લેવર આવે છે. બધા જ પ્રકારની ચોકલેટમાં ડાર્ક ચોકલેટ ખાવાવાળા લોકો ઓછા હોય છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ અનુસાર ડાર્ક ચોકલેટ સૌથી વધારે ફાયદાકારક હોય છે. મહિલાઓને પિરિયડ ક્રેમ્પ્સથી લઈને અનેક સમસ્યાઓમાં ડાર્ક ચોકલેટ ફાયદો કરે છે. કેટલાક લોકો તો ફિઝિકલ રિલેશન સાથે પણ ડાર્ક ચોકલેટને જોડે છે. તો ચાલો જાણીએ કે ડાર્ક ચોકલેટ અને ફિઝિકલ રિલેશન વચ્ચે ખરેખર શું કનેક્શન છે?
આ પણ વાંચો: Pookie: છોકરી છોકરાને 'પૂકી' ક્યારે કહે છે ખબર છે તમને ? મજેદાર છે આ શબ્દનો અર્થ
ડાર્ક ચોકલેટના ફાયદા
સૌથી પહેલા ડાર્ક ચોકલેટના ફાયદા વિશે જાણીએ ટાર્ક ચોકલેટ એવી ચોકલેટ છે જેમાં કોકોનો ભાગ વધારે હોય છે એટલા માટે જ તે સ્વાદમાં થોડીક કડવી હોય છે. પરંતુ ડાર્ક ચોકલેટને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર માનવામાં આવે છે. ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોઇડ, પોલિફેનોલ્સ અને કેટેચીન જેવા એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. આ તત્વો સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટને હાર્ટ હેલ્થ માટે પણ સારી માનવામાં આવે છે. ડાર્ક ચોકલેટ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Relationship: ખરાબ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોય તો યુવતીનું શરીર આપે છે આ 10 સાઈન
ફિઝિકલ રિલેશન અને ડાર્ક ચોકલેટ વચ્ચે કનેક્શન
ડાર્ક ચોકલેટ અને ફિઝિકલ રિલેશન વચ્ચે પણ કનેક્શન છે તેવું કેટલાક લોકો માને છે. લોકોનું માનવું છે કે ફિઝિકલ થતા પહેલા ડાર્ક ચોકલેટ ખાવામાં આવે તો ફાયદો થાય છે. તેના કેટલાક સાયન્ટિફિક કારણ પણ છે. ડાર્ક ચોકલેટમાં એવા એલિમેન્ટ હોય છે જે મગજમાં એન્ડોર્ફિન એટલે કે આનંદ અનુભવ કરાવતા હોર્મોન ઉત્પન્ન કરે છે. આ સિવાય ડાર્ક ચોકલેટ શરીરમાં સેરેટોનીન એટલે કે મૂડ કંટ્રોલ કરતા હોર્મોનને પણ ટ્રિગર કરે છે. જેથી મૂડ સારો થાય છે. ડાર્ક ચોકલેટથી મગજમાં રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે અને ધ્યાન ભટકતું નથી. તેથી લોકોનું માનવું છે કે ડાર્ક ચોકલેટથી યૌન ઈચ્છા વધી શકે છે.
આ પણ વાંચો: Open Marriage એટલે શું ? લગ્ન પછી કપલ્સ વચ્ચે આ ટ્રેંડ શા માટે પોપ્યુલર છે ?
કોણે ડાર્ક ચોકલેટ ન ખાવી ?
ડાર્ક ચોકલેટથી ફાયદા તો ઘણા થાય છે પરંતુ કેટલાક લોકો માટે ડાર્ક ચોકલેટ હાનિકારક છે. જે લોકોને કોકો અથવા કેફીનની એલર્જી હોય અથવા તો આ વસ્તુઓ ખાધા પછી પરેશાની થતી હોય તેમણે ડાર્ક ચોકલેટથી પણ દૂર રહેવું. ડાર્ક ચોકલેટ બ્લડ પ્રેશર ઝડપથી વધારી શકે છે. સાથે જ ડાર્ક ચોકલેટ વધારે પ્રમાણમાં ખાવાથી માઈગ્રેનની સમસ્યા પણ થઈ શકે છે. જે લોકોને બ્લડ શુગર સંબંધિત સમસ્યા હોય તેમણે પણ ડાર્ક ચોકલેટ ખાવાનું ટાળવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે