Home> Relationship
Advertisement
Prev
Next

Toxic Relationship: ખરાબ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોય તો યુવતીનું શરીર આપે છે આ 10 સાઈન

Toxic Relationship Signs: જ્યારે વ્યક્તિ ખરાબ વ્યક્તિ સાથે સંબંધમાં હોય તો લાખ પ્રયત્ન કરે તો પણ સંબંધ બચી શકતા નથી. ખાસ કરીને યુવતીઓ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી રાહ જોવે છે. પરંતુ જ્યારે તે ખરાબ વ્યક્તિ સાથે સંબંધમાં હોય છે તો તેના સંકેત તેનું શરીર તેને પહેલાથી જ આપવા લાગે છે. 
 

Toxic Relationship: ખરાબ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોય તો યુવતીનું શરીર આપે છે આ 10 સાઈન

Toxic Relationship Signs: વ્યક્તિ કોઈ સાથે યુવતી રિલેશનશિપમાં આવે તો પોતાનું દિલ તે વ્યક્તિને આપી દે છે. ત્યારપછી તે વ્યક્તિનું હસવું, બોલવું, તેના શોખ, તેનો ગુસ્સો પણ ગમવા લાગે છે. પરંતુ કેટલાક સંબંધોમાં સમય એવો પણ આવે છે જ્યારે બે વ્યક્તિ વચ્ચે અંતર વધવા લાગે. યુવતીઓ આ પ્રકારે વધતા અંતરને સૌથી પહેલા ઓળખી લે છે પરંતુ તેમના માટે સંબંધ પૂરા કરવા મુશ્કેલ હોય છે. યુવતી પોતાના પાર્ટનરના બદલાયેલા વર્તનને જાણતી હોય છે તેમ છતાં સ્વીકારવા તૈયાર નથી હોતી કે તેનો પાર્ટનર યોગ્ય નથી. 

fallbacks

આ પણ વાંચો: Emotional Dumping: ઈમોશનલ ડંપિંગ એટલે શું ? અજાણતા તમે પણ નથી કરતાં ને આ ભુલ ?

ઘણી વખત તો અન્ય લોકોને પણ દેખાઈ આવતું હોય છે કે યુવક સાથે યુવતી ખુશ નથી. પરંતુ તેમ છતાં યુવતી એ વાત સ્વીકારતી નથી કે તે ખોટા વ્યક્તિ સાથે સંબંધમાં છે. આવું થાય છે ત્યારે અન્ય લોકો પહેલા યુવતીનું પોતાનું શરીર તેને સંકેત આપવા લાગે છે કે તે ખોટા સંબંધમાં છે. રિલેશનશિપ એક્સપર્ટ અનુસાર યુવતીના શરીરમાં 10 એવા ફેરફાર થાય છે જે જણાવી દે છે કે તે ખોટા વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. આ સંકેતો કયા છે ચાલો જાણીએ 

આ પણ વાંચો: આ 5 બાબતે રોજ લમણાઝીંક કરવી પડે તો યુવતીનો લગ્ન કર્યાનો ઉત્સાહ અફસોસમાં બદલી જાય

યુવતીનું શરીર આ રીતે આપે છે રિલેશનશિપના સંકેત

1. તે વ્યક્તિનો સ્પર્શ ન ગમે, અસહજ અનુભવ થાય અથવા તો એક્સાઈટિંગ ન લાગે.
2. તે વ્યક્તિ સાથે હોય ત્યારે એનર્જી અને એક્સાઈટમેન્ટ ખતમ થઈ જાય.
3. કોઈ ક્લીયર કારણ વિના મૂડ સ્વિંગ્સ થાય.
4. રાત્રે ઊંઘ ન આવવી, સતત અસુરક્ષાની લાગણી અનુભવવી.

આ પણ વાંચો: Self Toxicity: કોઈ બીજું નહીં પોતાના માટેના આવા ખરાબ વિચારો જ લાઈફ ખરાબ કરી નાખે

5. કોઈ અજાણી વાતને લઈને સતત ટેન્શન કે ચિંતા થયા કરવી.
6. પેટ ફુલી જવું, અનઈઝી ફીલ થવું.
7. વ્યક્તિત્વમાં સ્પાર્ક ન રહેવો. મન ઉદાસ રહે.
8. ત્વચા પર ગ્લો ન રહે, ચહેરાનો નિખાર છિનવાઈ જાય.

આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી ખુશહાલ સંસાર માણવો હોય તો પત્નીને કહેતા નહીં આ 6 વાતો

9. સતત એન્ઝાઈટીનો અનુભવ થાય. મનમાં નકારાત્મક વિચાર ચાલતા રહે.
10. પોતાની જાતને બેજાન અનુભવ કરો. કોઈ પ્રકારનો ઉત્સાહ ન રહે.

જો રિલેશનશીપમાં આ પ્રકારની લાગણી અનુભવાતી હોય તો સમજી લેવું કે તમે યોગ્ય પાર્ટનર સાથે નથી અને તમારું શરીર તમને સંકેત આપે છે તેને ધ્યાનમાં લેવાની જરૂર છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More