Home> Relationship
Advertisement
Prev
Next

Relationship Tips: લગ્નના થોડા વર્ષ પછી કપલ વચ્ચે શા માટે ઘટી જાય છે ફિઝિકલ એટ્રેક્શન ?

Relationship Tips: લગ્નના થોડા વર્ષો વીતી ગયા પછી કપલ વચ્ચે પહેલા જેવું આકર્ષણ રહેતું નથી. ધીરેધીરે શારીરિક આકર્ષણ ઘટવા લાગે છે. આવું થવાના 4 ચોંકાવનારા કારણ છે. આ કારણો કયા છે ચાલો જાણીએ.
 

Relationship Tips: લગ્નના થોડા વર્ષ પછી કપલ વચ્ચે શા માટે ઘટી જાય છે ફિઝિકલ એટ્રેક્શન ?

Relationship Tips: લગ્નજીવનની શરુઆત મધુર હોય છે. નવાનવા લગ્ન હોય ત્યારે પતિ-પત્ની વચ્ચે પ્રેમ, રોમાંસ અને ફિઝિકલ એક્ટ્રેકશન ચરમસીમા પર હોય છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ ઘરની જવાબદારીઓ, બાળકો અને અન્ય કારણોને લીધે કપલ વચ્ચે અંદર વધતું જાય છે. જેનું પરીણામ એ આવે છે કે કપલ વચ્ચે ફિઝિકલ એક્ટ્રેકશન ઘટી જાય છે. આમ થવાના કારણે બંનેના લાગવા લાગે છે કે પ્રેમ નથી રહ્યો. સંબંધમાં આ ફેરફાર અચાનક નથી થતો. 

fallbacks

આ પણ વાંચો: ડાર્ક ચોકલેટ અને ફિઝિકલ રિલેશન વચ્ચે શું છે સંબંધ? જાણો શા માટે કપલ ખાય ચોકલેટ ?

કપલ અજાણતા એવી ભુલો કરે છે જેના કારણે આ ફેરફાર થાય છે. લગ્નના થોડા વર્ષ પછી પહેલા જેવું શારીરિક આકર્ષણ ન રહેવા પાછળના કારણે ચોંકાવનારા છે. આજે તમને આ 4 કારણો વિશે જણાવીએ. આ 4 કારણોને લીધે કપલ વચ્ચે દુરી આવી જાય છે. 

એકબીજાને સમય ન આપવો

આ પણ વાંચો: Relationship: ખરાબ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોય તો યુવતીનું શરીર આપે છે આ 10 સાઈન

નવા લગ્ન હોય ત્યારે કપલ સાથે રહેવાના બહાના શોધતા હોય છે. રોજ એકબીજા સાથે સમય પસાર કરી વાતો કરે છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ કપલ જવાબદારીઓના કારણે એકબીજાને સમય આપવાનું બંધ કરતા જાય છે. કપલ એકબીજાને ખુશ કરવા માટે પ્રયત્ન કરવાનું પણ ઓછું કરી નાખે છે. ડેટ પર જવું, ડ્રાઈવ પર જવું, સરપ્રાઈઝ આપવી જેવી નાની-નાની ખુશીઓ સંબંધોમાં એક્સાઈટમેન્ટ વધારે છે. આ બધું બંધ થઈ જાય તો સંબંધમાં પણ આકર્ષણ રહેતું નથી. 

આ પણ વાંચો: Pookie: છોકરી છોકરાને 'પૂકી' ક્યારે કહે છે ખબર છે તમને ? મજેદાર છે આ શબ્દનો અર્થ

સેલ્ફ કેર

લગ્ન પછી સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં ફેરફાર થાય છે. મોટાભાગે એવું જોવા મળે છે કે લગ્ન થઈ જાય પછી લોકો પોતાના પ્રત્યે બેદરકાર થઈ જાય છે. જેમ કે વજન વધી જવું, કંઈપણ ખાવું, પર્સનલ હાઈજીન પર ધ્યાન ન આપવું, સ્કિન કેરનો અભાવ, દેખાવ પર ધ્યાન ન આપવું. આ બધા કારણોને લીધે પણ આકર્ષણ ઘટી જાય છે. તેથી લગ્ન પછી પણ સેલ્ફ કેર પર ધ્યાન આપવું જેથી પાર્ટનરને આકર્ષિક કરવામાં મદદ મળે.

આ પણ વાંચો: Relationship: ખરાબ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોય તો યુવતીનું શરીર આપે છે આ 10 સાઈન

સ્પાર્ક ઘટી જવો

લગ્ન પછી કપલ એકબીજા સાથે કંફર્ટેબલ થઈ જાય છે. તેમની વચ્ચે રોમાંસ અને સ્પાર્ક ઘટી જાય છે. સામાન્ય રીતે કપલ સંબંધોમાં સ્પાર્કને ઈગ્નોર કરવા લાગે છે. જેના કારણે સંબંધ પર અસર થાય છે. લગ્નના વર્ષો પછી પણ એકબીજા માટે આકર્ષણ જાળવી રાખવું હોય તો સંબંધમાં રોમાંસ ,રોમાંચ અને ઈમોશનલ કનેકશન જાળવી રાખવું.

આ પણ વાંચો: Open Marriage એટલે શું ? લગ્ન પછી કપલ્સ વચ્ચે આ ટ્રેંડ શા માટે પોપ્યુલર છે ?

ઝઘડા

લગ્નની શરુઆતમાં ઝઘડા ઓછા થાય છે. ધીરેધીરે કપલ વચ્ચે નાની-નાની વાતમાં પણ ઝઘડો થઈ જતો હોય છે. ઝઘડા થવા સામાન્ય છે પરંતુ ઝઘડાનું સમાધાન કર્યા વિના વાત અધુરી છોડી દેવી ઘાતક છે. આમ કરવાથી એકબીજા પ્રત્યેનો ક્રોધ મનમાં રહી જાય છે જેના કારણે પાર્ટનર પ્રત્યે આકર્ષણને બદલે અણગમો વધી જાય છે. આ સ્થિતિ ધીરે ધીરે સંબંધોમાં અંતર વધારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More