Home> Relationship
Advertisement
Prev
Next

First Night Tips: લગ્નની પહેલી રાતે ભુલથી પણ આ ભુલ ન થાય એ વાતનું રાખવું ધ્યાન, નહીં તો જીવનભર થશે અફસોસ

Wedding Night Mistakes: લગ્નની પહેલી રાત યુવક અને યુવતી બંને માટે ખાસ હોય છે. આ રાતને યાદગાર બનાવવી હોય તો કપલે કેટલીક ભુલ કરવાનું ટાળવું જોઈએ. જો આ ભુલ કરવામાં આવે તો જીવનભર પસ્તાવો થાય છે.

First Night Tips: લગ્નની પહેલી રાતે ભુલથી પણ આ ભુલ ન થાય એ વાતનું રાખવું ધ્યાન, નહીં તો જીવનભર થશે અફસોસ

Wedding Night Mistakes: લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. લગ્નની તૈયારી મહિનાઓથી ઘરમાં ચાલતી હોય છે. સામાન્ય રીતે ભારતમાં લગ્નના ફંકશન 5 દિવસ સુધી ચાલે છે જેમાં અલગ અલગ રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. લગ્નની તૈયારીઓમાં તો આખો પરિવાર સામેલ થાય છે પરંતુ લગ્નની પહેલી રાત એવી હોય છે જેની તૈયારી યુવક અને યુવતી મહિનાઓથી કરતા હોય છે. દરેક કપલ માટે આ રાત ખાસ હોય છે કારણ કે આ રાતથી બે લોકો લગ્નજીવનની શરૂઆત કરે છે. પરંતુ લગ્નની પહેલી રાતે કેટલાક કપલ એવી ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને જીવનભર પસ્તાવો કરવો પડે છે. 

fallbacks

આ પણ વાંચો: Parenting Tips: માતાપિતાને કરતા જોઈને કાચી ઉંમરમાં બાળકને પડી જાય આ ખરાબ આદતો

ઇન્ટીમસીને લઈને ઉતાવળ 

લગ્નની પહેલી રાતે ઇન્ટીમસીને લઈને ઉતાવળ કરવી યોગ્ય નથી.. પાર્ટનરની નજીક આવવાની ઈચ્છા હોય તેમાં ખોટું નથી પરંતુ તેના માટે બંને વ્યક્તિની સહમતી જરૂરી છે. જો કોઈ એક પાર્ટનર પણ તૈયાર ન હોય તો પછી થોડો સમય રાહ જોઈ લો. ફિઝિકલ થવા માટે ફોર્સ ન કરો. થોડા સમયની રાહ જોવાથી પાર્ટનર સહજ અનુભવ કરશે અને પછી નજીક આવ્યાનો પહેલો અનુભવ યાદગાર રહેશે. 

આ પણ વાંચો:  Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું

ભૂતકાળની વાતો 

લગ્નની પહેલી રાતે ભૂલથી પણ એકબીજાના પાસ્ટ વિશે ચર્ચા કરવી નહીં. તેનાથી સંબંધોમાં સમસ્યા આવી શકે છે. પાસ્ટ વિશેની વાત સાંભળીને કે પાસ્ટ વિશેના પ્રશ્નોના જવાબ આપીને પાર્ટનરના મનમાં સંકોચ અને ખટાશ આવી શકે છે. તેથી લગ્નની પહેલી રાતે આવી ચર્ચા કરવી નહીં. 

આ પણ વાંચો: પતિ-પત્ની સુતા પહેલા આ કામ કરે તો 100 ટકા તેના લગ્નજીવનમાં સમસ્યા આવે જ નહીં...

પરિવારની ખામીઓ 

લગ્ન બે વ્યક્તિ નહીં પરંતુ બે પરિવાર વચ્ચેનો સંબંધ હોય છે. લગ્નની તૈયારીઓમાં જો પાર્ટનરના પરિવાર તરફથી કોઈ ખામી રહી ગઈ હોય કે કોઈ સમસ્યા થઈ હોય તો તે વાતની ચર્ચા લગ્નની પહેલી રાતે પોતાના પાર્ટનર સાથે કરવી નહીં કોઈપણ વ્યક્તિને પોતાના પરિવારની ખરાબ વાત સાંભળવામાં રસ નથી હોતો તેથી જો લગ્નની પહેલી રાતે તમે પરિવારની બુરાઈ કરશો તો તમારા પાર્ટનરના મનમાં તમારા માટે ખરાબ ભાવ ઉત્પન્ન થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More