વિયાગ્રા એક લોકપ્રિય ટેબલેટ છે જેને નાનકડી વાદળી ગોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેબલેટનો ઉપયોગ દુનિયાના ભરમાં લાખો લોકો ઈરેક્ટાઈલ ડિસફંક્શનની મુશ્કેલી દૂર કરવા માટે કરે છે. આ મેડિસિનની હિસ્ટ્રી ખુબ જ રસપ્રદ છે. આ એ ગોળી છે જેની શોધ વાસ્તવમાં ભૂલથી થઈ ગઈ હતી. 1990ના દાયકાની શરૂઆતમાં, દવા કંપની ફાઈઝરમાં કામ કરતા રિસર્ચર્સ એન્જાઈનાની સારવાર માટે એક દવા બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. જે હાર્ટમાં બ્લડ ફ્લોમાં કમીના કારણે થનારું એક પ્રકારનું ચેસ્ટ પેઈન છે.
કઈ રીતે થઈ દવાની શોધ?
આ દવાને સિલ્ડેનાફિલ (Sildenafil) પણ કહેવામાં આવે છે. આ ફોસ્ફોડિએસ્ટરેઝ ટાઈપ 5 નામના એક ખાસ પ્રોટીનને બ્લોક કરે છે. જેને સામાન્ય રીતે પીડીઈ5 (PDE5) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દવા બ્લડ વેસેલ્સને ફેલાવી શકતી હતી. 1990ના દાયકાની શરૂઆતમાં કરવામાં આવેલી એક ટ્રાયલમાં સિલ્ડેનાફિલ લેનારા પુરુષોએ ફ્લશિંગ, માથાનો દુખાવો, ગેસ્ટ્રોઈ્ટેસ્ટાઈનલ ઈફેક્ટ અને ઉબકા જેવી આડઅસરની જાણકારી આપી. તેમણે ઈરેક્શન થવાની પણ જાણકારી આપે જે સંપૂર્ણ રીતે અનએક્સપેક્ટેડ હતું.
વૈજ્ઞાનિકોનો એવો કોઈ ઈરાદો ન હતો
આ દવાને ડેવલપ કરવામાં મદદ કરનારા એક ઓર્ગેનિક કેમિસ્ટ સર સાઈમન કેમ્પબેલ(Sir Simon Campbell) એ બીબીસીના સાયન્ટિફિકલી પોડકાસ્ટને જણાવ્યું કે, અમે એ દિવસોમાં એક યંગ ટીમ હતા અને ઈરેક્ટાઈલ ડિસફંક્શન જેવી કોઈ ચીજ નહતી, આથી અમને સાચે ખબર નહતું કે આ પ્રકારની કોઈ દવાની જરૂર છે.
ટ્રાયલના અંતમાં કેટલાક ભાગ લેનારાઓએ પોતાની ગોળીઓ પાછી આપવાની ના પાડી દીધી અને તેમણે તેને લેવાનું ચાલું રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી રીચર્સ ટીમે હાર્ટ ડિસીસની જગ્યાએ ઈરેક્ટાઈલ ડિસફંક્શન માટે સિલ્ડેનાફિલનો ટેસ્ટ કરવા પર ઝડપથી ફોક્સ કર્યું. સિલ્ડેનાફિલને હવે વિયાગ્રા તરીકે બ્રાન્ડ કરાઈ છે. એક ગોળી જે કાર્ડિયાક ફંક્શનની સરખામણીમાં હાર્ટના કેસોમાં વધુ જોડાયેલી છે.
વિયાગ્રા ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સારવાર કેવી રીતે કરે છે
સિલ્ડેનાફિલ પુરુષોના લિંગમાં બ્લડ વેસેલ્સના સ્મૂધ મસલ્સ સેલ્સમાં સાઈક્લિક જીએમપીના તૂટવાને રોકવાનું કામ કરે છે. જેનાથી યૌન ઉત્તેજના દરમિયાન બ્લડ ફ્લો વધે છે. અત્રે જણાવવાનું કે ઈરેક્ટાઈલ ડિસફંક્શનવાળા લોકોમાં પૂરતું સાઈક્લિક જીએમપી હોતું નથી.
સુપરહિટ થઈ વિયાગ્રા
આ દવા એક મોટી સફળતા હતી. 1998માં એફડીએએ અપ્રુવ કરી હતી અને એક અઠવાડિયાની અંદર 10 લાખથી વધુ વિયાગ્રા પ્રિસ્ક્રાઈબ કરાઈ હતી. દવા મેન્યુફેક્ચરર કંપની ફાઈઝરના જણાવ્યાં મુજબ હાલ એવો અંદાજો છે કે આજે દુનિયાભરમાં લગભગ 6.2 કરોડ પુરુષો તેનું સેવન કરે છે. બાદમાં ક્લિનિકલ ટ્રાયલથી ખબર પડી કે સિલ્ડેનાફિલનો ઉપયોગ પલ્મોનરી આર્ટિરિયલ હાઈપરટેન્શન જેવી હાર્ટ ડિસીસની સારવાર માટે પણ થઈ શકે છે. જેનો મૂળ ઈરાદો કઈક એવો જ હતો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે