Home> Technology
Advertisement
Prev
Next

₹6 લાખની આ SUV એ કાઢી નાખી બધાની હવા, વેચાણમાં શાનથી બની નંબર-1

ભારતીય ઓટો માર્કેટમાં અનેક કંપનીઓ પોતાની કારનું વેચાણ કરી રહી છે. ભારતીય ગ્રાહકો વચ્ચે ટાટા કારનો જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. નાણાકીય વર્ષ 2025માં ટાટાની કઈ કારનું કેટલું વેચાણ થયું તેનો રિપોર્ટ સામે આવ્યો છે.
 

 ₹6 લાખની આ SUV એ કાઢી નાખી બધાની હવા, વેચાણમાં શાનથી બની નંબર-1

નવી દિલ્હીઃ ટાટા મોટર્સની કારોને ભારતીય ગ્રાહકો વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. જો પાછલા FY 25 માં થયેલા વેચાણની વાત કરીએ તો ટાટા પંચ કંપનીની સૌથી વધુ વેચાનારી કાર રહી. ટાટા પંચે આ દરમિયાન 16 ટકાના વાર્ષિક વધારા સાથે કુલ 1,96,572 યુનિટ એસયુવીનું વેચાણ કર્યું છે. જ્યારે ઠીક 1 વર્ષ પહેલા FY 2024માં આ આંકડો 1,70,076 યુનિટ હતો. આ સિવાય ટાટા પંચ આ દરમિયાન દેશની બીજી સૌથી વધુ વેચાનારી કાર રહી. ભારતીય માર્કેટમાં ટાટા પંચની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 10.32 લાખ રૂપિયા સુધી જાય છે. આવો જાણીએ આ દરમિયાન કંપનીના બીજા મોડલોના વેચાણ વિશે વિસ્તારથી.

fallbacks

50 ટકા ઘટી ગયું અલ્ટ્રોઝનું વેચાણ
વેચાણના લિસ્ટમાં બીજા નંબર ટાટા નેક્સન રહી. ટાટા નેક્સને આ દરમિયાન 5 ટકાના વાર્ષિક ઘટાડાની સાથે કુલ 1,63,088 યુનિટનું વેચાણ કર્યું છે. જ્યારે ત્રીજા નંબર પર વેચાણમાં ટાટા ટિયાગો રહી. ટાટા ટિયોગાએ આ દરમિયાન 69234 યુનિટનું વેચાણ કર્યું છે. વાર્ષિક આધાર પર ટિયોગાના વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ચોથા નંબર પર વેચાણાં ટાટા અલ્ટ્રોઝ રહી. અલ્ટ્રોઝના 35187 યુનિટનું વેચાણ આ દરમિયાન થયું હતું.

આ પણ વાંચોઃ કરોડો મોબાઈલ યુઝર્સને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાનની કિંમતમાં થશે વધારો

છેલ્લા સ્થાને રહી ટાટા ટિગોર
બીજીતરફ વેચાણના લિસ્ટમાં પાંચમાં નંબર પર ટાટા કર્વ રહી. ટાટા કર્વના આ દરમિયાન 34019 યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે છઠ્ઠા સ્થાને 9 ટકાના વાર્ષિક ઘટાડા સાથે 20034 યુનિટ એસયુવી વેચી ટાટા સફારી રહી. સાતમાં નંબર પર લિસ્ટમાં ટાટા હેરિયર હતી. ટાટા હેરિયરના આ દરમિયાન કુલ 18958 યુનિટ એસયુવીનું વેચાણ થયું હતું. ટાટા ટિગોર 16499 યુનિટના વેચાણ સાથે છેલ્લા સ્થાને હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More