Emotional Dumping: સંબંધોમાં કપલ વચ્ચે ઈમોશનલ સપોર્ટ અને ઈમોશનલ વાતચીત થાય તે જરૂરી છે. પરંતુ ઈમોશનલ ડમ્પિંગ ન હોવું જોઈએ. ઈમોશનલ ડમ્પિંગ સંબંધો માટે રેડ ફ્લેગ છે. જોકે મોટાભાગના કપલ ઈમોશનલ ડમ્પીંગ શું છે તે જ નથી જાણતા તેથી અજાણતા આ ભૂલ કરે છે જે સંબંધો માટે હાનિકારક સાબિત થાય છે.
આ પણ વાંચો: રિલેશનશીપની વાતો પ્રાઈવેટ રાખવાના ફાયદા વિશે જાણશો તો શો ઓફ બંધ કરી દેશો તમે પણ
જ્યારે આપણે ચિંતામાં કે પરેશાનીમાં હોય ત્યારે સૌથી પહેલા બધી જ વાત આપણા પાર્ટનરને કરવી હોય છે. પરંતુ જ્યારે તમારો પાર્ટનર તમારી વાત સાંભળવાની અને સમજવાની સ્થિતિમાં ન હોય ત્યારે તેની સહમતિ લીધા વિના જ તમે તમારી પરેશાની તેના પર ઠાલવો છો તો તે વાત સામેની વ્યક્તિ માટે બોજારૂપ બની જાય છે.
આ પણ વાંચો: યુવતીને સાસુ-સસરા સાથે રહેવું શા માટે નથી ગમતું ? 5 મુદ્દા સાસુ-સસરાને બનાવે છે વિલન
આ સ્થિતિને ઈમોશનલ ડમ્પીંગ કહેવાય છે. જેમાં એક વ્યક્તિ પોતાના ઈમોશનને બીજા પર સમજ્યા વિના કોઈપણ સમયે ઠાલવે છે. આ ઈમોશન કોઈપણ પ્રકારના હોઈ શકે છે. ઈમોશનલ ડમ્પિંગમાં વ્યક્તિ બસ પોતાની વાતને અને પોતાની લાગણીને જ મહત્વ આપે છે. તે સામેની વ્યક્તિની લાગણીને સમજ્યા વિના જ પોતાની વાતો કરે રાખે છે. આવું જ્યારે સતત થતું રહે ત્યારે બે વ્યક્તિ વચ્ચે દુરી આવવા લાગે છે.
આ રીતે સમજો કે તમે ઈમોશનલ ડમ્પીંગ કરી રહ્યા છો
આ પણ વાંચો: પાર્ટનરમાં આ 3 ક્વોલિટી હોય તો લગ્નનો નિર્ણય કરજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે
1. પોતાના પાર્ટનરની સહમતિ વિના જ પોતાના મનની બધી જ વાત કહેવાની શરૂઆત કરી દેવી.
2. સામેની વ્યક્તિની વાત સાંભળ્યા વિના બસ પોતાની જ વાતો કરવી.
3. સામેની વ્યક્તિ જ્યારે કામથી થાકીને આવી હોય અને પરેશાન હોય ત્યારે પણ પોતાના મનની વાત કરવાની શરૂઆત કરી દેવી.
4. નાની નાની વાત પર પણ પાર્ટનરને કોલ કે મેસેજ કરીને પોતાની પરેશાની કહેવી.
આ પણ વાંચો: લગ્નના 1 વર્ષ પછી દરેક કપલની સામે આવે સમસ્યાઓ, પહેલાથી જ ધ્યાન રાખો તો તકલીફ ન પડે
5. જ્યારે પોતાના ઈમોશન્સને લઈને સામેની વ્યક્તિને તમે અસહજ અનુભવ કરાવો છો.
6. જ્યારે તમે સમજ્યા વિના સતત બોલો છો તો તમે ઈમોશનલ ડમ્પીંગ કરો છો.
ઈમોશનલ ડમ્પીંગથી કેવી રીતે બચવું ?
આ પણ વાંચો: આ 5 બાબતે રોજ લમણાઝીંક કરવી પડે તો યુવતીનો લગ્ન કર્યાનો ઉત્સાહ અફસોસમાં બદલી જાય
વાત કરતા પહેલા પોતાના પાર્ટનરને પૂછો કે શું તે વાત કરવા માટે રેડી છે ? પોતાના પાર્ટનરની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. પાર્ટનર પાસે બેસીને તેની વાત સાંભળો. સૌથી પહેલા એ નક્કી કરો કે કઈ વાતો કરવી જરૂરી છે. દિવસ દરમિયાન થયેલી દરેક વાત પાર્ટનરને કહેવી જરૂરી નથી હોતી. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે ક્યારે, કેટલું અને કેવી રીતે બોલવું. પોતાના વર્તનમાં આ બાબતોને ધ્યાનમાં રાખશો તો ઈમોશનલ ડમ્પીંગ કરવાથી બચી જશો.
આ પણ વાંચો: સંબંધમાં આત્મસમ્માન સાથે બાંધછોડ ન કરો, અપમાનનો જવાબ યોગ્ય રીતે આપવો જરૂરી
ઈમોશનલ ડમ્પીંગ બંધ ન કરો તો શું થાય ?
જો તમે ઈમોશનલ ડમ્પીંગ કરવાનું બંધ નહીં કરો તો તમારી સાથે પાર્ટનરને બેસવામાં, વાતો કરવામાં પણ રસ નહીં રહે. તમારા પાર્ટનર તમારાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે