Relationship Tips: લગ્ન 2 પ્રકારના હોય છે. એક લવ મેરેજ અને બીજા અરેન્જ મેરેજ. જે લોકો લવ મેરેજ કરે છે તેમના ખુશીના કારણો અલગ હોય છે અને અરેન્જ મેરેજ થયા હોય તેમના માટે પણ ખુશહાલ લગ્નજીવનના કારણો અલગ અલગ હોય છે. લગ્ન જીવનમાં કપલ કેટલા ખુશ રહે છે તેનો આધાર પાર્ટનરમાં એકબીજા પ્રત્યે કેટલી સમજદારી, કેટલો તાલમેલ અને સન્માન છે તેના પર હોય છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ સંબંધોમાં પડકાર તો આવે જ.
આ પણ વાંચો: પેરેન્ટ એ બાળકોના મિત્ર બનવાની જરૂર નથી ! અભિષેક બચ્ચન એ આપી પેરેન્ટિંગ ટિપ્સ
લવ મેરેજના ફાયદા
લવ મેરેજમાં ફાયદો એ હોય છે કે કપલ પહેલાથી જ એકબીજાને ઓળખતા હોય છે અને સારી રીતે જાણતા હોય છે. લગ્ન પહેલાંથી જ આવા કપલ વચ્ચે ઈમોશનલ કનેક્શન બની ગયું હોય છે. બંનેએ એકબીજાની મરજીથી લગ્ન કરેલા હોય છે તેથી જીવનમાં સમસ્યાઓ આવે તો પણ તેઓ એકબીજા પર વિશ્વાસ રાખીને આગળ વધે છે. લવ મેરેજમાં કપલ એકબીજા સાથે ખુલીને વાત કરતા હોય છે કારણ કે તેઓ પહેલાથી જ એકબીજાને જાણે છે. લવ મેરેજ ના ફાયદાની સાથે તેમાં પડકારો પણ અલગ અલગ હોય છે. જેમકે લવ મેરેજ કરનાર કપલ ઉપર પારિવારિક અને સામાજિક પ્રેશર પણ બની જાય છે. પરિવાર વિરુદ્ધ લગ્ન કરેલા હોય તો સંબંધો તણાવ પૂર્ણ પણ બની શકે છે.
આ પણ વાંચો: Parenting Tips: રડતા બાળકને તુરંત શાંત કરવું હોય તો અપનાવો આ ટીપ્સ
અરેન્જ મેરેજના ફાયદા
અરેન્જ મેરેજની વાત કરીએ તો આ લગ્ન પરિવારની સહમતી અને સપોર્ટ સાથે થયા હોય છે. અરેન્જ મેરેજમાં સંબંધોમાં મજબૂતી અને પ્રેમ લગ્ન પછી ધીરે ધીરે વધે છે. જેમ જેમ લગ્નમાં સમય પસાર થાય છે તેમ કપલ વચ્ચે સમજદારી, વિશ્વાસ અને પ્રેમ વધે છે જેની એક અલગ મજા હોય છે. અરેન્જ મેરેજને સમાજમાં માન્યતા મળે છે અને આ લગ્નમાં કપલ માટે પારિવારિક અને સામાજિક ચેલેન્જ જેવું હોતું નથી. અરેન્જ મેરેજની શરૂઆતમાં કેટલાક સંઘર્ષ આવી શકે છે પરંતુ પ્રેમ અને વિશ્વાસથી તેને દૂર કરી શકાય છે. અરેન્જ મેરેજમાં પડકાર એ હોય છે કે કપલને એકબીજા પ્રત્યે અટેચ થવામાં સમય લાગે છે કારણ કે બંનેનો વિચાર અલગ હોય છે અને લગ્ન પછી જ તે એકબીજાની સામે આવે છે જેથી અરેન્જ મેરેજમાં થોડી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: Situationship: સિચ્યુએશનશીપ એટલે શું ? કેવી રીતે આ રિલેશનશીપમાં ફસાઈ જાય યુવક-યુવતી?
કયા લગ્નમાં કપલ વધારે ખુશ હોય?
લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ બંનેના કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન હોય છે. લવ મેરેજમાં કપલ વધારે ખુશ રહે તેવી શક્યતા ત્યારે વધી જાય છે જ્યારે કપલના લગ્નને સમાજ અને પરિવાર એક્સેપ્ટ કરે. જ્યારે અરેન્જ મેરેજમાં કપલ સૌથી વધુ ખુશ ત્યારે રહી શકે છે જ્યારે બંનેના વિચાર, માનસિકતા અને સમજદારી એક સમાન હોય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે