Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ શહેરમાં જાહેરમાં લઘુશંકા કરી તો ફોટા પાડીને હોર્ડિંગ્સમાં લગાવાશે, ચેતી જજો

Morbi Nagarpalika Action On Urinating In Public :  મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં થતી ગંદકી રોકવા માટે કર્યો અનોખો પ્રયાસ...કોઈપણ વિસ્તારમાં જાહેરમાં યુરિનલ કરનારના ફોટા પાડીને મુકાશે બેનર....જાહેરમાં યુરિનલ કરનારના ફોટો સાથે બોર્ડ મુકાયું...જાહેરમાં કોઈ પણ જગ્યાએ યુરિનલ કરનારના હવે તોતિંગ હોર્ડિંગ બોર્ડમાં લાગશે ફોટા

ગુજરાતના આ શહેરમાં જાહેરમાં લઘુશંકા કરી તો ફોટા પાડીને હોર્ડિંગ્સમાં લગાવાશે, ચેતી જજો

Morbi News હિમાંશું ભટ્ટ/મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવા માટે મહાપાલિકાની જુદીજુદી ટીમો કામ કરી રહી છે તેવાં ઘણી જગ્યાએ લોકો જાહેરમાં લઘુ શંકા કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ગંદકીને રોકવા માટે નવતર અભિગમ મહાપાલિકાએ અપાવ્યો છે અને જાહેરમાં કોઈપણ વ્યક્તિ લઘુ શંકા કરતાં મળી આવે તો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે આટલું જ નહીં તેના ફોટો પણ હોર્ડીંગ બોર્ડમાં લગાવવામાં આવશે.

fallbacks

હોર્ડિંગ્સ લગાવાનું શરૂ કરાયું 
તાજેતરમાં મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે જો કે, ઓદ્યોગિક નગરી મોરબીમાં ચોમેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે મહાપાલિકાના કમિશ્નર દ્વારા શહેરને સ્વચ્છ બનાવ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જુદીજુદી સંસ્થાઓનો સહકાર પણ મળી રહ્યો છે. જો કે, સફાઈ ઝુંબેશ અંતર્ગત ઘણી જગ્યાએ જાહેરમાં લઘુશંકા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને રોકવા માટે જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો જાહેર માર્ગ પર મૂકવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને હાલમાં ગાંધી ચોક, શનાળા રોડ બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં હોર્ડીંગ મૂકવામાં આવેલ છે. તેને નગરજનોએ પણ આવકાર્યો છે.

ગોંડલ બન્યું સૌરાષ્ટ્રનું મિરઝાપુર! પાટીદાર યુવકને માર મારતા આખો સમાજ રોષે ભરાયો

મોરબીમાં સફાઈ અભિયાન
મોરબીમાં રોડ સાઈડના ઉકરડાઓ દૂર કરીને ગંદકી સાફ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે, સાફ કરેલ જગ્યાએ જાહેરમાં ઘણા લોકો લઘુશંકા કરતા હોય છે અને ગંદકી ફેલાવે છે. જેથી કરીને આવા લોકો પાસેથી દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 50 થી લઈને 500 સુધી દંડ લેવાનો નિર્ણય કર્યો છે અને તે વ્યક્તિનો ફોટો પાડીને મોરબીના જાહેર માર્ગ ઉપરના હોર્ડીંગ બોર્ડમાં પણ લગાવવામાં આવશે જેથી કરીને કોઈપણ વ્યક્તિએ જાહેરમાં લઘુશંકા ન કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે

તંત્રની ચેતવણી, કોઈને છોડાશે નહિ 
સારા કામ કરે અને જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલ હોર્ડીંગમાં ફોટો આવે તે તો સમજી શકાય તેમ છે. પરંતુ મોરબીમાં ગંદકી ફેલવનારાઓને રોકવા માટે હવે મહાપાલિકાએ લાલ આંખ બતાવી છે અને જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથના હોર્ડીંગ મૂકવાનુ શરૂ કર્યું છે જેથી કરીને લોકોને જાહેરમાં લઘુશંકા ન કરવા માટેની જાહેરમાં ચેતવણી આપવામાં આવેલ છે જો કે તેને અવગણીને કોઈ જાહેરમાં લઘુશંકા કરશે તો તેને તંત્ર છોડશે નહીં.

ગોંડલ બન્યું સૌરાષ્ટ્રનું મિરઝાપુર! પાટીદાર યુવકને માર મારતા આખો સમાજ રોષે ભરાયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More