Reason For Extra Marital Affair: કહેવામાં આવે છે કે લગ્ન 2 વ્યક્તિ વચ્ચે નહીં બે પરિવાર વચ્ચેનો સંબંધ હોય છે. પરંતુ લગ્ન એક ઈમોશનલ કનેકશન હોય છે જેમાં એક સાથે રહેવું જ કાફી નથી. પરંતુ એકબીજાને સમજવા અને એકબીજા સાથે ઈમોશનલી કનેક્ટેડ રહેવું જરૂરી હોય છે. આજના સમયમાં લગ્નમાં ઈમોશનલ કનેકશનની ખામી જોવા મળે છે. જેનું પરિણામ એ આવે છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એક ઈમોશનલ કનેકશન બહાર શોધવા લાગે છે. જેના કારણે ઘણીવાર સીરીયસ અફેર શરુ થઈ જાય છે. આજે તમને જણાવીએ કપલ્સની એવી ભુલો વિશે જેના કારણે લગ્નેતર સંબંધો જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવાના કારણો
આ પણ વાંચો: ડાર્ક ચોકલેટ અને ફિઝિકલ રિલેશન વચ્ચે શું છે સંબંધ? જાણો શા માટે કપલ ખાય ચોકલેટ ?
ઈમોશન્સ શેર ન કરવા
લગ્નમાં એકબીજા સાથે ખુલ્લા મને વાત કરવી જરૂરી હોય છે પરંતુ ઘણા પતિ પત્ની એકબીજાથી વાતો છુપાવે છે. પોતાના મનની વાત મનમાં જ રાખે છે. પોતાના જીવનસાથીને કરતા નથી. એટલું જ નહીં પોતાની તકલીફ, દુ:ખ, ખુશી, થાક, ડર જેવી સ્થિતિ વિશે પણ વાત કરતા નથી. આ સ્થિતિમાં ધીરેધીરે તેમની વચ્ચે ઈમોશનલ કનેકશન રહેતું નથી અને દુરી વધી જાય છે. થોડા સમય સુધી તો બધું નોર્મલ લાગે છે પરંતુ એક સમય આવે છે જ્યારે વ્યક્તિ ઈમોશનલ કનેકશન બહાર શોધવા લાગે છે. આ સ્થિતિમાં અફેર થવાની શક્યતા વધી જાય છે.
આ પણ વાંચો: Relationship: ખરાબ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોય તો યુવતીનું શરીર આપે છે આ 10 સાઈન
એકબીજા સાથે સમય પસાર ન કરવો
લગ્નની શરુઆતમાં કપલ એકબીજા સાથે સમય પસાર કરે છે. પરંતુ જેમ જેમ લાઈફસ્ટાઈલ બીઝી થતી જાય છે. બાળકો સહિતની જવાબદારીઓ વધતી જાય છે તેમ તેમ પતિ પત્ની એકબીજાને સમય આપવાનું ઓછું કરી નાખે છે. જેના કારણે સંબંધો કંટાળાજનક બની જાય છે. ત્યારપછી પતિ અને પત્ની વચ્ચે સંબંધ બસ જવાબદારી પુરતો રહે છે. પરંતુ વધતી જવાબદારી અને વધતી ઉંમર વચ્ચે પણ દરેક વ્યક્તિને રોમાંસ અને રોમાંચની જરૂર હોય છે. જો પતિ કે પત્નીને ઘરમાં આ લાગણી ન મળે તો તે બહાર તેને શોધવા લાગે છે.
આ પણ વાંચો: Relationship: લગ્નના થોડા વર્ષ પછી કપલ વચ્ચે શા માટે ઘટી જાય છે ફિઝિકલ એટ્રેક્શન ?
ઈમોશનલ સપોર્ટ
મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને ઈમોશન સપોર્ટની જરૂર હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની વાત કોઈ સાંભળે, તેને સમજે અને તેના કામની સરાહના કરે. પરંતુ સમય સાથે સંબંધમાં આ વસ્તુ પણ ઘટી જાય છે. જેના કારણે વ્યક્તિ ઈમોશન સપોર્ટ બહાર શોધવા લાગે છે જે તેની ઈમોશનલ જરૂરીયાતોને પુરી કરી શકે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે