Home> Relationship
Advertisement
Prev
Next

પત્નીના પેટમાં ભલે કોઈનું પણ બાળક હોય, પરંતુ કાનૂની રીતે પિતા તો પતિ જ ગણાશે

જો કોઈ પરિણીત મહિલાનું બાળક હોય તો તેના પતિને જ કાનૂની રીતે તે બાળકનો પિતા ગણવામાં આવશે. ભલે પછી તે બાળકનો અસલ પિતા કોઈ અન્ય વ્યક્તિ કેમ ન હોય. 

પત્નીના પેટમાં ભલે કોઈનું પણ બાળક હોય, પરંતુ કાનૂની રીતે પિતા તો પતિ જ ગણાશે

ભારતની વડી અદાલત સુપ્રીમ કોર્ટે એક એવા કેસમાં ચુકાદો આપ્યો જેણે પરિણીત કપલો વચ્ચે બાળકના પિતૃત્વ નિર્ધારણના કાયદાના પહેલુઓ પર ચર્ચા છેડી છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ પરિણીત મહિલાનું બાળક હોય તો તેના પતિને જ કાનૂની રીતે તે બાળકનો પિતા ગણવામાં આવશે. પછી ભલે તે  બાળકનો અસલ પિતા કોઈ અન્ય કેમ ન હોય. તે પતિએ તેની પત્નીના બાળકની જવાબદારી લેવી પડશે. આ ચુકાદો ભારતીય કાયદાની એક વિશિષ્ટ કલમ, ખાસ કરીને ભારતીય સાક્ષ્ય અધિનિયન 1972 પર આધારિત છે. 

fallbacks

સુપ્રીમ કોર્ટે શું કહ્યું
જો કોઈ પણ મહિલા લગ્ન બાદ બાળકને જન્મ આપે તો કાયદો એ માની લેશે કે તેનો પતિ જ બાળકનો કાયદેસર પિતા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યાભિચારના મામલાઓમાં પણ જ્યાં સુધી પતિ એ સાબિત ન કરી દે કે ગર્ભધારણ સમયે તે તેની પત્ની સાથે નહતો, ત્યાં સુધી કાનૂની રીતે તે જ બાળકનો પિતા ગણાશે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે ડીએનએ પરીક્ષણની માંગણી કોઈ પણ પક્ષનો પોતાનો અધિકાર નથી અને તેને એક નિયમિત પ્રક્રિયા તરીકે કરવી જોઈએ નહીં. બાળકનું કલ્યાણ એ વ્યક્તિગત ગોપનીયતા અને સામાજિક ગરિમા જેવા જૈવિક તથ્યોથી ઉપર રાખવું જોઈએ. 

ચુકાદા બાદ ચર્ચા છેડાઈ
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દેશભરમાં આ મુદ્દે ચર્ચા છેડાવા લાગી છે. જેમાં આલોચકોનો દાવો છે કે તે પુરુષો પર અયોગ્ય બોજ નાખે છે, તેને એવા બાળકની જવાબદારી લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે જે યોગ્ય રીતે તેનો પિતા છે જ નહીં. 

કેમ લેવાયો આ નિર્ણય
સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે જો કોઈ પરિણીત કપલ સાથે રહે તો તે વખતે પત્ની દ્વારા ગર્ભ ધારણ કરાયેલા બાળકના પિતૃત્વ અંગે કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. જો કોઈ ત્રીજો પક્ષ પિતૃત્વનો દાવો કરે તો ત્યારે પણ પતિ જ કાયદેસર રીતે બાળકનો પિતા ગણાશે. કોર્ટે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે કાનૂની આધાર જોઈએ તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1872ની કલમ 122 મુજબ જો કોઈ પણ કાયદેસર લગ્ન દરમિયાન કોઈ બાળક જન્મે તો એવું સ્વીકારી લેવામાં આવે છે કે તે પરિણીત દંપત્તિનું જ બાળક છે. પિતૃત્વની આ આ ધારણાને ત્યારે નકારી શકાય જ્યારે એ સાબિત થાય કે દંપત્તિ તે સમયે સાથી રહેતું નહતું અને તેની વચ્ચે શારીરિક સંબંધ સ્થાપિત કરવો શક્ય નહતો. 

સામાજિક સુરક્ષા
કાનૂની સુરક્ષા મુખય રીતે બાળકના અધિકારોની રક્ષા અને સામાજિક સ્થિરતા માટે બનાવવામાં આવી છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળકની ઓળખ પર કોઈ શંકા ન રહે. જો પતિને કાયદેસર પિતા માનવામાં આવે તો બાળકને તેના પિતાની સંપત્તિ અને અન્ય અધિકારોથી વંછિત રાખી શકાય નહીં. 

ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ
કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિણીત દંપત્તિના વ્યક્તિગત સંબંધોમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપને પ્રોત્સાહિત  કરવું જોઈએ નહીં. જો કોઈ ત્રીજો પક્ષ બાળકનો પિતા હોવાનો દાવો કરે તો તે દાવાને ત્યાં સુધી કોઈ મહત્વ નહીં મળે જ્યાં સુધી પતિ તરફથી સ્પષ્ટ પુરાવા કે ખાતરી ન થાય કે તે બાળકનો પિતા મહિલાનો પતિ નથી. 

આ નિર્ણય લગ્ન જીવનની પવિત્રતા અને બાળકના અધિકારોને પૂર્ણ રાખે છે. આ એક એવું કાનૂની માળખું તૈયાર કરે છે જે પરિણીત પરિવારમાં કોઈ પણ વિવાદ કે ત્રીજા પક્ષના દાવાને કારણે પેદા થતી સમસ્યાઓથી બાળકનું રક્ષણ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે પરિણીત મહિલાઓના અન્ય સંબંધોથી જન્મેલા કોઈ પણ બાળકની કાનૂની ઓળખ પર કોઈ પ્રશ્ન ન ઉઠાવવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More