Home> Relationship
Advertisement
Prev
Next

Extra marital affair: આ 4 કારણોને લીધે પતિનું ઘરની બહાર શરુ થાય ઈલુ ઈલુ, પુરૂષો આવા અફેરના હોય દિવાના

Extra marital Affair: આજકાલ એક્સ્ટ્રા મેરિટલ અફેરના મામલા વધતા જાય છે. પુરુષનું ઘરની બહાર લફરું ચાલુ થાય તેની પાછળ કેટલાક કારણો હોય છે. આજે તમને જણાવીએ એવા કારણો વિશે કે જેના લીધે પુરુષ બહાર બીજી સ્ત્રીને પટાવે છે.
 

Extra marital affair: આ 4 કારણોને લીધે પતિનું ઘરની બહાર શરુ થાય ઈલુ ઈલુ, પુરૂષો આવા અફેરના હોય દિવાના

Extra Marital Affair: લગ્ન પવિત્ર સંબંધ છે. લગ્ન સમયે પતિ અને પત્ની એકબીજાને જીવનભર સાથ નિભાવવાનું અને એકબીજા પ્રત્યે વફાદાર રહેવાનું વચન લે છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ પ્રેમ અને ઈમાનદારી ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ આજના સમયમાં એવા ઘણા કેસ સામે આવે છે જેમાં પાર્ટનર ઘરની બહાર કોઈ સાથે અફેરમાં પડી જાય. 

fallbacks

એક્સ્ટ્રા મેરિટલ શરૂ થવાના કેટલાક કારણો હોય છે. આવું થાય ત્યારે પતિ પત્નીએ નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. આજે તમને એવા કારણ વિશે જણાવીએ જેના માટે થઈને મોટાભાગના પુરુષો ઘરની બહાર લફરાં કરે છે. 

આ પણ વાંચો: Dating Tips: આ 5 પ્રકારના લોકો સાથે ડેટિંગ એટલે પોતાના પગ પર કુહાડી મારવી

રોમેન્ટિક અફેર 

રોમેન્ટિક અફેરના મામલા ત્યારે સામે આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈ સાથે જોડાયેલી હોય. જેની સાથે વર્ષોથી મિત્રતાનો સંબંધ હોય ધીરે ધીરે તેની સાથે જ પ્રેમ થવા લાગે તો પછી અફેરની શરૂઆત થઈ જાય છે. ઘણી વખત વ્યક્તિ કોઈને પ્રેમ કરતો હોય અને તેના લગ્ન અન્ય સાથે થઈ જાય તો પણ આવા અફેર લગ્ન પછી ચાલુ રહે છે. આ પ્રકારના અફેરને ખતમ કરવામાં સમસ્યા આવે છે. 

આ પણ વાંચો: Pookie: છોકરી છોકરાને 'પૂકી' ક્યારે કહે છે ખબર છે તમને ? મજેદાર છે આ શબ્દનો અર્થ

જૂનો પ્રેમ યાદ આવવો 

જ્યારે કોઈ વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય પરંતુ તે પોતાના પાસ્ટને એટલે કે પોતાના એક્સને ભૂલી ન શકે અને વારંવાર તેને યાદ કરીને તેનો કોન્ટેક્ટ કરે તો આવી સ્થિતિમાં પણ અફેર શરૂ થઈ જાય છે. આ પ્રકારના અફેર સેક્સ્યુઅલ અને ઈમોશનલ બંને પ્રકારના હોઈ શકે છે. લગ્ન પછી આ પ્રકારના સંબંધો ક્યારેય શરૂ કરવા નહીં. પાસ્ટ વિશે પતિ અને પત્નીએ એકબીજા સાથે ખુલીને વાત કરવી જોઈએ. 

આ પણ વાંચો: પરણિત કપલ એ લગ્ન પછી થતાં લફરાં વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, મહિલાઓ પણ કંઈ કમ નથી

સેક્સ એડિક્શન 

ઘણા લોકોને શારીરિક સંબંધોનું એડિકશન હોય છે. તેઓ ફક્ત પ્લેઝર માટે બહાર કોઈ સાથે રિલેશન બનાવે છે. આવા લોકો ફક્ત શારીરિક સંબંધો માટે અલગ અલગ પાર્ટનર સાથે રિલેશન રાખે છે. આવા અફેર એવા લોકો વધારે રાખે છે જેઓ પોતાના લગ્નજીવનથી ખુશ નથી હોતા. આ કારણે તેઓ પોતાની પત્નીને છેતરે છે. 

આ પણ વાંચો: Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું

સાયબર અફેર 

સોશિયલ મીડિયાના વધતા ચલણમાં આ અફેર સૌથી વધારે ખતરનાક છે. આ પ્રકારના અફેરના મામલા ડિજિટલ દુનિયામાં વધારે જોવા મળે છે. આ પ્રકારના અફેરમાં પુરુષો છેતરપિંડીનો ભોગ પણ બને છે. અફેરના નામે પુરુષોને લૂંટવામાં આવે છે. ઓનલાઇન પુરુષો સાથે કોન્ટેક્ટ કરીને તેમની સાથે વાતચીત કરી ઈમોશનલ અને સેક્સ્યુઅલ રિલેશન બનાવવામાં આવે છે. ત્યાર પછી તેમને બ્લેકમેલ કરીને પૈસાની છેતરપિંડી કરવામાં આવે છે. આ પ્રકારના અફેર ફક્ત પુરુષો માટે જ નહીં આખા પરિવાર માટે ખતરનાક સાબિત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More