Home> Relationship
Advertisement
Prev
Next

પાર્ટનરને ના પાડતા પહેલા હજારવાર વિચારજો...શારીરિક સંબંધ ન બાંધવાથી થાય છે આ 8 નુકસાન

તમે ભલે એ વાતનો સ્વીકાર કરો કે ન કરો પરંતુ એ વાત સાચી છે કે શારીરિક સંબંધ બનાવવા એ શરીરની જરૂરિયાત છે. શારીરિક રીતે સક્રિય હોવું એ તમને હેલ્ધી અને તંદુરસ્ત બનાવે છે. પરંતુ જ્યારે તમે મહિનામાં બે કે ત્રણવાર જ શારીરિક સંબંધ બનાવતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક રહી શકે છે. જાણો શું નકારાત્મક અસરો પડી શકે...

પાર્ટનરને ના પાડતા પહેલા હજારવાર વિચારજો...શારીરિક સંબંધ ન બાંધવાથી થાય છે આ 8 નુકસાન

હેલ્ધી ડાયેટ, સ્વસ્થ જીવનશૈલી, રોજ કસરત તથા યોગનો અભ્યાસ વગેરે કેટલીક બાબતો તમને લાંબી ઊંમર સુધી સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી છે. પરંતુ એક કામ બીજુ પણ છે જે તમને શારીરિક અને માનસિક રીતે હેલ્ધી અને ફિટ રાખે છે. અહીં વાત થઈ રહી છે ડેઈલી લાઈફમાં સેક્સને સામેલ કરવાની. અનેક લોકો પોતાની પ્રોફેશનલ લાઈફમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને પોતાના જીવનસાથીની સાથે બે ઘડી શાંતિથી વિતાવવાનો પણ સમય મળતો નથી. એક બીજા વચ્ચે પ્રેમ, લગાવ, આત્મવિશ્વાસ હોવો જેટલો જરૂરી છે એટલું જ સેક્સ પણ તમારી લાઈફને સફળ અને સ્વસ્થ બનાવવા માટે જરૂરી છે. 

fallbacks

તમે એ વાતનો સ્વીકાર કરો કે ન કરો પરંતુ એ વાત એટલી જ સત્ય છે કે શારીરિક સંબંધ એ શરીરની જરૂરિયાત છે. જો તમે મહિનામાં બે કે ત્રણવાર સેક્સ કરતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. શારીરિક સંબંધ ન બાંધવા કે ખુબ જ ઓછા રાખવા એ શરીરમાં અનેક બદલાવ લાવી શકે છે. 

1. તણાવ વધે
જો તમે અઠવાડિયામાં માત્ર એકવાર કે મહિનામાં ત્રણથી  પાંચવાર જ સેક્સ કરતા હોવ તો તેનાથી તમારા શરીરમાં તણાવ આવી શકે છે. સેક્સ ન કરવાની નકારાત્મક અસર તમારા પાર્ટનર ઉપર પણ પડશે. તમે શારીરિક સંબંધ ના બનાવવા માંગતા હોવ, પરંતુ પાર્ટનરની ઈચ્છા હોય છતાં પૂરી ન થાય તો તેની અંદર પણ ચિંતા, તણાવ ઘર કરી શકે છે. તેમના મનમાં ખ્યાલ આવી શકે છે કે ક્યાંક આ અંતરનું કારણ કોઈ ત્રીજી વ્યક્તિ તો નથી. આ કારણે મૂડ સ્વિંગ, ચિડિયાપણું, ઊંઘ ન આવવી, ભૂખની કમી જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. 

2. શરીરની ઈમ્યુનિટી ઘટે
શરીરની રોગ પ્રતિકારક શક્તિ તમને અનેક ગંભીર રોકો સામે બચાવવામાં મદદ કરે છે. જ્યારે તમે પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ કે શારીરિક સંબંધ નથી બનાવતા તો તેનાથી તમારી ઈમ્યુનિટી પણ નબળી થવા લાગે છે. જેથી કરીને તમે સરળતાથી બીમાર પડવા લાગો છો. સેક્સ કરવાથી શરીરમાં ઈમ્યુનોગ્લોબિન કેમિકલ વધે છે. આ એક એવું કેમિકલ છે જે શરીરને સારી રીતે ગંભીર બીમારીઓ વિરુદ્ધ લડવામાં મદદ કરે છે. 

3. પોતાના પર સંકોચ કરવા લાગે છે
જો તમે સેક્સ કરતા હોવ તો શુકુળન અને ખુશીનો અહેસાસ થાય છે. તમે તમારી જાતને પ્રેમ કરવા લાગો છો. શારીરિક સંબંધ બને ત્યારબાદ શરીરમાં ડોપામાઈન નામનું હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન ખુશીઓમાં વધારો કરનારું છે એટલે કે એક હેપ્પી હોર્મોન છે. જ્યારે તમે ખુશ રહો તો આત્મવિશ્વાસ વધે છે. બીજી બાજુ જો તમે મહિનાઓ સુધી સેક્સ ન કરો, પાર્ટનરથી દૂર રહો તો શરીર ઉદાસ રહે છે. રક્ત સંચાર ઘટે છે. તમને પોતાની જાત પર સંકોચ થવા લાગે છે કે તમે કોઈ કાર્ય કરી શકશો કે નહીં. 

4. ત્વચા રૂક્ષ અને ડલ  લાગે છે
શારીરિક સંબંધની પોઝિટિવ અસર સૌથી વધુ સ્કીન પર જોવા મળે છે. સેક્સ કરવાથી ત્વચામાં નીખાર આવે છે. ડોપામાઈન હોર્મોન લેવલ વધવાથી સ્કીન ગ્લો કરે છે. જ્યારે ડેઈલી લાઈફમાં સેક્સનો અભાવ રહે છે ત્યારે ત્વચા સાવ ડલ અને રૂક્ષ લાગે છે. 

5. બ્લડ પ્રેશર વધી શકે
મેડિકલ જર્નલ બાયોલોજિકલ સાઈકોલોજીમાં 2006ના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો નિયમિત રીતે સેક્સ કરે છે તેમનામાં બ્લડ પ્રેશરનું લેવલ એવા લોકોની સરખામણીમાં ઓછું હતું જે સેક્સ  બહું ઓછું કરે છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારું બ્લડ પ્રેશર લેવલ હાઈ ન થાય તો સેક્સ જરૂર કરો. 

6. બીજામાં રસ વધી શકે
જો તમે તમારા પાર્ટનરને વારંવાર સેક્સ કરવા માટે ના પાડશો તો બની શકે કે તમારી વચ્ચેનું અંતર વધી જાય. ખાસ કરીને એક મહિલા વારંવાર પોતાના જીવનસાથીને સેક્સ કરવા માટે ના પાડે તો કેટલાક પુરુષો પણ એવા હોય છે જે નવી મિત્ર બનાવવામાં રસ લેવાનું શરૂ કરી દે છે. જેનું કારણ છે વધુ દિવસો સુધી સેક્સ ન કરવામાં આવે તો ફ્રસ્ટ્રેશન લેવલનું વધી જવું. કેટલાક કપલ તો આ સ્થિતિમાં વન નાઈટ સ્ટેન્ડ વિશે પણ વિચારવા લાગે છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં સેક્સ ન કરવાના નુકસાન વધુ જોવા મળે છે. 

7. પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ
એક રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે જે લોકો એક મહિનામાં 20થી વધુ વખત સ્ખલન કરે છે તેમનામાં પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના ઘણી ઓછી હોય છે. બીજી બાજુ જે લોકોએ એક મહિનામાં ફક્ત ચાર કે સાત વખત જ વીર્ય સ્ખલન કર્યું તેમનામાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધુ જણાઈ. 

8. યોનિના સ્નાયુ ડ્રાય થઈ શકે
જે મહિલાઓ લાંબા સમય સુધી સેક્સ ન કરે તેમની યોનિના સ્નાયુઓમાં સમસ્યા થવા લાગે છે. યોનિમાં લોહીનો પ્રવાહ પણ ઘટવા લાગે છે. જેનાથી યોનિના ટિશ્યુ પાતળા થઈને સુકાય છે. જેમાં લુબ્રિકેશન રહેતું નથી અને સેક્સ કરતી વખતે વજાયનામાં ડ્રાયનેસ મહેસૂસ થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More