Home> Spiritual
Advertisement
Prev
Next

Navratri 2021: આજે નવલા નોરતાનો છઠ્ઠો દિવસ, મા દૂર્ગાના છઠ્ઠા સ્વરૂપની થાય છે પૂજા

આજે નવલા નોરતાનો છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે મા દૂર્ગાના છઠ્ઠા સ્વરૂપ એવા મા કાત્યાયની દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. મા કાત્યાયનીએ રાક્ષક મહિષાસુરનો વિનાશ કર્યો હતો. શ્રદ્ધા અન ભક્તિ સાથે પ્રામાણિક રીતે કાત્યાયની માતાજીની પૂજા કરવાથી ભક્તોને સમૃદ્ધિ અને આધ્યાત્મિક મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે કેવી રીતે કરશો મા કાત્યાયનીની પૂજા…

Navratri 2021: આજે નવલા નોરતાનો છઠ્ઠો દિવસ, મા દૂર્ગાના છઠ્ઠા સ્વરૂપની થાય છે પૂજા

આજે માતાજીના નવલા નોરતાનો છઠ્ઠો દિવસ છે. આજે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે મા કાત્યાયનીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા અનુસાર માનું આ સ્વરૂપ સુખ અને શાંતિ પ્રદાન કરે છે. તેમની પૂજા કરવાથી મનની શક્તિ મજબૂત થાય છે અને સાધસ ઈન્દ્રયોને વશમાં કરી શકાય છે. અવિવાહિતો આ દેવીની પૂજા કરે તો સારા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. ધર્મ ગ્રંથો અનુસાર આ જ દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો. 

fallbacks

છઠ્ઠા નોરતે સાધક પોતાનું મન આજ્ઞા ચક્રમાં સ્થિર કરે છે જે મહત્વપૂર્ણ સ્થાન કહેવામાં આવે છે. જે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિર થાય છે. તે કાત્યાયની માતાના ચરણોમાં તેમનું સર્વસ્વ અર્પણ કરી દે છે. પોતાના આત્માનું દાન કરવાનારા ભક્તને સહજ ભાવખી માતા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે.

Navratri 2021: નવરાત્રિના પાંચમાં દિવસે કરો સ્કંદ માતાની પૂજા, જાણો આ પૂજાનું છે વિશેષ મહત્વ

જે કન્યાના વિવાહમાં વિલંબ થયો હોય તે કન્યાઓને માતા કાત્યાયનીની પુજા અર્ચના કરવી જોઈએ. આમ, કરવાથી મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે. ભગવાન કૃષ્ણને પ્રતિરૂપમાં મેળવવા માટે બ્રજની ગોપીઓ આજ કાત્યાયની માતાની પુજા કાલિન્દી, યમુના ઘાટ પર કરી હતી. આ વ્રજ મંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. જે કન્યાના વિવાહમાં વિલંબ થતો હોય તેવી કન્યાઓને પતિની પ્રાપ્તિ માટે લગ્નયોગ માટે કાત્યાયની માતાની પુજા કરવી જોઈએ.

દેવી કાત્યાયનીનો મંત્ર-
चंद्रहासोज्जवलकरा शार्दूलवर वाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनि।|

દેવી કાત્યાયનીની પૂજા વિધિ-
સૌથી પહેલા ચોકી પર સ્વચ્છ લાલ કપડું પાથરી તેની ઉપર મા કાત્યાયનીની મૂર્તિ રાખો. ગંગાજળ છાંટી ઘરને પવિત્ર કરો. વૈદિક મંત્રોચ્ચારની સાછે વ્રતનો સંકલ્પ વાંચો અને દરેક દેવી-દેવતાઓને નમસ્કાર કરતાં ષોડશોપચાર પૂજન કરો. મા કાત્યાયનીને દૂધ, દહીં અને મધથી સ્નાન કરાવો. મા કાત્યાયનીને મધ અતિ પ્રિય છે. તેથી પૂજામાં માને મધ અર્પણ કરો. મનમાં જે મનોકામના છે તે બોલતા બોલતા મા પાસે આશીર્વાદ માંગો.

Religious: ભગવાનની આંખમાંથી ઉત્પન્ન થઇ હતી ધાતુ, નપુંસકતા દૂર તમને બનાવશે રોમેન્ટિક

આ દિવસે જો ભક્ત માતા કાત્યાયનીની પુજા કરી બ્રાહ્મણ પાસે ચંડિપાઠ કરાવી નૈવેધમાં ભગવતીને મધનો ભોગ લગાવી પ્રણામ કરી પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. તે ભક્તને આકર્ષણ અને વર્ચસ્વ શક્તિ પ્રાપ્ત થાય  છે. જે મનુષ્ય માતા કાત્યાયની શુધ્ધ મનથી અને શુધ્ધ ભાવથી આરાધના કરે છે. તેમના બધાજ રોગ, શોક, સંતાપ, ભય દુ:ખ, દારિદ્ર, આધિ, વ્યાધિ અને ઉપાધિ બધાનો નાશ કરે છે. તે ભક્ત પાપોથી મુક્ત થાય છે. તેને પૃથ્વીના બઘા જ સુખો અને ધન વૈભવ પ્રાપ્ત થાય  છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More