Home> Technology
Advertisement
Prev
Next

WhatsApp યૂઝર્સ માટે મહત્વના સમાચાર, ભૂલેચૂકે ન કરતા આ કામ, નહીં તો બ્લોક થઈ જશે તમારું એકાઉન્ટ

WhatsApp: મેસેજિંગ સર્વિસ માટેની એપ વોટ્સએપ લોકોમાં ખુબ લોકપ્રિય છે. ભારતમાં વોટ્સએપના કરોડો યૂઝર્સ છે. પરંતુ જો તમે વોટ્સએપના નિયમોનો ભંગ કરશો તો તમારા વોટ્સએપ એકાઉન્ટ પર તવાઈ આવી શકે છે.

WhatsApp યૂઝર્સ માટે મહત્વના સમાચાર, ભૂલેચૂકે ન કરતા આ કામ, નહીં તો બ્લોક થઈ જશે તમારું એકાઉન્ટ

નવી દિલ્હી: મેસેજિંગ સર્વિસ માટેની એપ વોટ્સએપ (WhatsApp) લોકોમાં ખુબ લોકપ્રિય છે. ભારતમાં વોટ્સએપના કરોડો યૂઝર્સ છે. પરંતુ જો તમે વોટ્સએપના નિયમોનો ભંગ કરશો તો તમારા વોટ્સએપ એકાઉન્ટ પર તવાઈ આવી શકે છે. સ્પમ અને અન્ય ચીજોથી બચવા માટે વોટ્સએપ અનેક એકાઉન્ટ બ્લોક કે ડિલીટ કરી નાખે છે.

fallbacks

તાજેતરમાં જ વોટ્સએપએ આવા એકાઉન્ટ્સ અંગે જાહેરાત કરી હતી. વોટ્સએપના જણાવ્યાં મુજબ ઓગસ્ટ મહિનામાં 20,70,000 ભારતીય એકાઉન્ટ્સને બેન કરાયા હતા. આ અગાઉ 16 જૂનથી 31 જુલાઈ વચ્ચે 30,27,000 યૂઝર્સને બેન કર્યા હતા. WhatsApp પર તમારા એકાઉન્ટ પર આવો કોઈ બેન ન મૂકાય તે માટે તમારે  કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કંપનીની પોલિસી તોડનારા પર વોટ્સએપ કડક કાર્યવાહી કરી શકે છે. કંપનીએ જણાવ્યું કે પ્લેટફોર્મ પર યૂઝર્સની સેફ્ટી માટે આ જરૂરી છે. 

થર્ડ પાર્ટી એપ કે મોડેડ વોટ્સએપનો યૂઝ ન કરો
અનેક થર્ડ પાર્ટી એપ્સ જેમ કે GB WhatsApp, WhatsApp Plus, WhatsApp Mod અને પોપ્યુલર ચેટ એપના બીજા મોડિફાઈડ વર્ઝન સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ છે. જેમાં ઓનલાઈન સ્ટેટસ હાઈડ કરવા, જાણ થયા વગર મેસેજ સીન કરવા જેવા અનેક ફીચર્સ આપવામાં આવે છે. આ એપ્સને યૂઝ કરવા બદલ પણ એકાઉન્ટ બેન થઈ શકે છે. 

Power Crisis: જલદી દેશમાં અંધારપટ છવાઈ જશે? કેન્દ્રએ કહ્યું- વીજળી સંકટ પર બળજબરીથી ફેલાવાઈ રહી છે દહેશત

પ્રોમોશનલ મેસેજ મોકલવાથી પણ બેનનો ખતરો
અજાણ્યા નંબરથી પ્રોમોશનલ મેસેજ મોકલવા પર યૂઝર્સ સ્પામ માર્ક કરીને સેન્ડરને બ્લોક કરી શકે છે. જો તમે વોટ્સએપ પર  પ્રોમોશનલ મેસેજ પ્રાઈવેટ ચેટ કે બ્રોડકાસ્ટ દ્વારા મોકલો છો તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. 

'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ

વોટ્સએપ એકાઉન્ટ બેન થાય તો શું કરવું
જો તમારું વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય તો તેને થોડા સમય બાદ રિસ્ટોર કરી શકાય છે પરંતુ ફરીથી જો ભૂલ કરી તો એકાઉન્ટ હંમેશા માટે બેન થઈ શકે છે. જો તમને એમ લાગે કે લાગેલો બેન ખોટો હતો તો એકાઉન્ટ રિસ્ટોર માટે તમે વોટ્સએપ સપોર્ટને લખી શકો છો. એકાઉન્ટ રિવ્યૂ કર્યા બાદ તમારું એકાઉન્ટ ફરીથી એક્ટિવેટ થઈ શકે છે. 

BIRTHDAY SPECIAL: 79 વર્ષના થયા બિગ બી, જાણો બચ્ચન કેવી રીતે પોતાની જાતને રાખે છે ફિટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More